SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૬] નિરાજાનહાનિક માણા [પરવચન હાથાપ બની તેમના જ પ્રચાર બની ગયા. જેમ રેગના નિદાન વગરના અને અપકારક ઔષધથી રોમ નષ્ટ થવાને બદલે વધે છે તેમ અમારી આજે તેમની સાથે વિરુદ્ધતાને નામે થતી ક્રિયાઓ પણ અંદરખાને તેમને જ પિષણરૂપ નીવડે છે. ઝાડોની શાખાઓ કાપી નાખ્યા પછી વરસાદ આથી તે જેમ વધારે ફેલાય છે તેમ અમારી પાશ્ચાત્યોના સંસર્ગથી મુક્ત થવાને નામે થતી ક્રિયાઓ પણ તેમને જ વધુ ઉતજ અને જાગૃતિકારક નીવડે છે અને એ વાતનું અમોને ભાન પણ રહ્યું નથી. અમે તે ઊલટા માનીએ છીએ કે અમે જે આ કરી રહા છીએ તે તદન સત્ય જ છે. ખોટો દુરાગ્રહ ઘૂસી જવાને લીધે અમે અવળા માર્ગે ઈ રહ્યા છીએ, એનું પણ અમને ભાન નથી. આજે અમે સવળાને અવળું અને અવળાને સવળું માની બેઠા છીએ. એ વસ્તુસ્થિતિ ખરેખર કરુણાજનક હોઈ અમારો વિનાશ સૂચવે છે. જડમૂળને નાશ થયા સિવાય ઝાડનો નાશ કદી થતો નથી તેમ જ શાખાઓ છાંટવાથી કે એકાદ ડાળ કાપવાથી જેમ ઝાડને લાવો અટકતું નથી તેમ અમે જ્યાં સુધી જગતમાં અવતીર્ણ થયેલી આ ચાલુ પરિસ્થિતિનું પરીક્ષણ જડમૂળમાંથી જ નહિ કરીશું ત્યાં સુધી અમારા ઉપર ઉતરેલી આ આપત્તિમાંથા અમે કદી પણ ઉગરવાના નથી. નિદાન વગર રોગ કદી મટતો નથી તેમ અમો અમારું સાચું કર્તવ્ય કર્યું તેનું જ્યાં સુધી નિદાન કરીશું નહિ ત્યાં સુધી આ દુઃખપરંપરામાંથી કદી પણ છૂટીશું નહિ. અમારા આ અંધાનુકરણનું પરિણામ એ આવ્યું કે અમારામાંથી સ્વાભિમાન, એજસુ, તેજ, બળ, સંયમ, પાણીદારપણું, સ્વતંત્રપણું, ઇત્યાદિ સદ્દગુણ હણાઈ ગયા તેમ જ ઈર્ષા, દ્વેષ, કુસંપ, પરસ્પર એક બીજાની છેતરપિંડી કરી સ્વાર્થ સાધી લેવો, ઇન્દ્રિયલોલુપતા વગેરે દુર્ગણો વધ્યા અને તે પણ કર્તવ્ય અને સાત્વિકતાને નામે પારકાની ગુલામગીરી નોકરી) કરવી એને જ અમો રવાવલંબન માનવા લાગ્યા. સ્વરતિ કિવા સ્વચ્છંદીપણું એનું નામ જ સ્વતંત્રતા, પારકે પૈસે મોજશોખ કરવા એનું નામ જ લેકસેવા ગુંડાગીરી કરવી એનું નામ જ અગ્રેસર ૫ણું, તેમ જ મોટા મોટા આદશી બતાવી તેમાં લોકોને લલચાવી પિતાને સ્વાર્થ સધાય તેટલો સાધ, એનું નામ જ આજકાલ કર્તવ્ય યા જગકલ્યાણ સમજવામાં આવે છે. બગડેલું કાર્ય સુધારવા ૨૫ વ્રત આ રીતે આજે અમે કર્તવ્યને નામે કર્તવ્યથી વિમુખ બની અંધકૃપમાં પડ્યા છીએ; ક્ષય૫ મહારોગમાં સબડી રહ્યા છીએ. અમને એક ટંક પૂરું ખાવાનું પણ મળતું નથી. અન્નવસ્ત્રવિહીન અવસ્થાને લીધે અમો દિન પ્રતિદિન વિનાશને માર્ગે જ જઈ રહ્યા છીએ. જે અમો આમાંથી ઉગરવાનો ઉપાય કિવા માર્ગ તત્કાળ નહિ શોધીએ તે ટૂંક સમયમાં જ અમારો વિનાશ નિશ્ચિત થશે. એ માટે મિથ્યાભિમાન છોડી દઈ તેમાંથી બચવાને અર્થે સવેળા કઈ એવી જડીબુટ્ટી શોધી કાઢવાની જરૂર છે કે જેનું સેવન કરતાંની સાથે જ અમો એકદમ સચેતન થઈએ અને ભાન ભૂલેલાં તથા અવળા માર્ગે ચઢેલાં અમે તત્કાળ સાવધ બની સાચા કર્તવ્યના પંથે આગળ વધીએ, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે સ્વેચ્છાચાર અને સ્વચ્છતાથી વર્તવું એ અધર્મપ છે; માટે જે કોઈ કાર્ય અન્યાય કે અધર્મને લીધે યા તે ગેરસમજને લીધે બગડયું હેય તેને માટે નિરાશ નહિ બનતાં દઢ નિશ્ચયપૂર્વક ન્યાય, ધર્મ અને સમજપૂર્વક ફરી પાછું તેને પૂર્વ સ્થિતિમાં લાવવું એ જ બુદ્ધિમાન પુરુષોનું ઉત્તમ વ્રત છે. 'આજે જેની જરૂર છે તે જડીબુટ્ટી વડવાઓએ અમને અમૂલ્ય ખજાને સુપ્રત કર્યો છે, તેમાં એવાં ઘણાં ઉદાહરણો મળી આવે છે કે કર્તવ્યવિમુખ બનેલાઓને બેઠેલા બળદને જેમ પૂછ મરડીને ખડે કરો કે તેમ બાયલાપણું છોડાવી ખરા મર્દ બનાવેલા છે. જેમાં પરશુરામ, કૃષ્ણ, અર્જુન, રામ, વિશ્વામિત્ર, વસિષ્ઠ, દત્તાત્રેય, મદાલસા, સીતા, દ્રોપદી, ઇત્યાદિને સમાવેશ થાય છે, આધુનિક યુગમાં પણ શ્રી સમર્થ રામદાસ સ્વામીએ છત્રપતિ શ્રી શિવાજી મહારાજને સન્માર્ગે ચઢાવી સ્વરાજય ને સુરાજય સ્થાપન કર્યું, તે દષ્ટાંત તે તાજું જ છે. I
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy