SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તારક ઈતિક, ગીતાહન] (માટે) હું તે (બક્ષ)ને તેમ જ) બ્રહ્મ મારે ૯ નો) ત્યાગ ન કરીએ. [ આવે છે અને ચાલુ યુગની સાથે સરખાવવાના ઉદ્દેશથી તેને અનુકૂળ તેમ જ બંધબેસતા કરી બતાવવા એને જ ઇતિકર્તવ્યતા સમજવામાં આવે છે. આ મુજબને પ્રચાર હવે એટલો બધો ઓતપ્રોત બની ગયો છે કે આ કરતાં વિશેષ કાંઈક હશે એવો વિચાર કરવાની બુદ્ધિ ૫ણ લોકે પાસે સિલક રહેવા પામી નથી. આજકાલ ઢ થયેલી આ પ્રચારાત્મક પદ્ધતિમાંથી જગતમાં ચાલી રહેલે કાયિક, વાચિક, માનસિક ? બૌહિ કઈ પણ પ્રકારને વ્યવહાર છૂટી શકતા નથી. છેલ્લાં બે અઢી હજાર વર્ષથી આ પદ્ધતિ ધીરે ધીરે હિંગત થતી રહી અને આજકાલ તે તેણે જગતમાં ઠેર ઠેર પિતાનું સામાન્ય વિસ્તારેલું છે. કર્તવ્યના ઓથા નીચે ચાલતે વ્યવહાર દૈવયોગે અમારા નશીએ પ્રસ્તુત સમયે કેવળ પારકાઓનું આંધળું અનુકરણ કરવાનું આવ્યું છે. દેશમાં ચાલી રહેલી અમારી દરેક પ્રવૃત્તિ પછી તે વ્યાવહારિક, કૌટુંબિક, સામાજિક, રાજકીય, નૈતિક યા ધાર્મિક સ્વરૂપની હે; તેમાં સત્યતા, અહિંસા, એકતા, શાંતતા યા કલ્યાણદિના બહાને પક્ષાપક્ષી ક્વિા વાડાવાડી વધારી પોતાના સાંપ્રદાયોના પ્રચારને અર્થે જુદા જુદા ચોકાઓ જમાવી પોતાના અકાઓની મજબતાઈ કરવી અને આ રીતે વગર સમજે યા ઊલટી સમજને લીધે પાશ્ચાત્યોનો કાર્યભાગ સાધ પરોક્ષ યા અપરોક્ષ મદદરૂપ બનવું અને આ બધું જ ચાલે છે તે કેવળ કર્તવ્યના ઓથા નીચે કિવા સારવકતાને બહાને આજકાલ લોકકલ્યાણ, જગકલયાણ વા સેવાભાવ ઇત્યાદિનામે જગતને જેટલા વિના થઈ રહ્યો છે એટલો પ્રત્યક્ષ નાશ કરવાથી પણ ન થઈ શકત. કર્તવ્યની સાચી વ્યાખ્યા ભૂલાઈ જવાથી અમો આજે આને જ કર્તવ્ય માની બેઠા છીએ. ઇનિોની અવતાને લીધે અશુભને શુભ માની ઇન્દ્રિયોની તસિને અર્થે મીઠું મીઠું બેલી કઈ પણ રીતે લોકો પાસેથી રવા સાધી લેવો, એને જ લોકસેવા દિવા કર્તવ્ય સમજવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે ધીમે ધીમે સંધબળ યા સંગાન તુટતું જઈ ધોરે સર્વત્ર નિર્ણાયક જેવી સ્થિતિ વ્યાપી જાય છે અને જગતનું તંત્ર ડાક ગુંડાઓ કે જેઓને બુદ્ધિશાળી કહેવાની ફરજ પડે છે તેવાઓના હાથમાં જઈ પડે છે. સૈકાઓને પાક ઇતિહાસ તપાસતાં અને જગતમાંની ચાલુ અશાંત સ્થિતિનું સુક્ષ્મ રીતે નિરીક્ષણ કરતાં આજે અમારી અવનતિ થવાનું મુખ્ય કારણ એ જ હેવાનું જણાઈ આવશે. ચોતરફ ફેલાયેલું ગુંડાગીરી રાજ જગતમાં આજે કૌટુંબિક યા સામાજિક પ્રવૃત્તિથી માંડીને તે ઠેઠ રાજકીય મા ધાર્મિક પ્રવૃત્તિમાં પણું જ્યાં ત્યાં ગુંડાઓનું જ જોર ચાલે છે. આથી આજે જગતમાં બે મિનીયમ જેવી પરિસ્થિતિ છે પ્રસરેલી જોવામાં આવે છે. સાચા કર્તવ્યને ભૂલી જઈ બોટાને જ કર્તવ્ય માની તેને સાચું ઠેરવવાને માટે જ્યાં ત્યાં મિયા વિતંડાવાદ થઈ રહ્યા છે. કર્તવ્ય કરી બતાવવાને બદલે કાંઈ પણ નહિ કરતાં મેં અમુક કર્યું છે, હું અમુક કરીશ, હું જગતનું ક૯યાણ કરું છું ઈત્યાદિ પ્રકારે મોઢેથી મિથ્યા બોલી જાણવું એને જ ખરું કર્તવ્ય માનવામાં આવે છે અને સ્વાર્થત્યાગને નામે કોઈ પણ પ્રકારે સ્વાર્થ સાધી લેવો એને જ જગકલ્યાણ સમજવામાં આવે છે. આમ લેક તથા જગતકલ્યાણુને નામે પારકાના ભાંજગડમાં પડી પોતાના સ્વાર્થ સાધનારા મૂર્ખાઓ જ કહેવાય; તેઓ જ જગતને અનર્થ કરનારા નીવડે છે, એમ નીતિશાસ્ત્રકાર પણ કહે છે. અમારી અવળી શિયાએ આ રીતે પાશ્ચાત્ય વિદ્યાના સંસર્ગ અને સહચારને લીધે અમારામાં ઓતપ્રેત તેમના જ સંસ્કાર ઘૂસી જવા પામ્યા. અમારો દૈનંદિન ચાલતે નિત્ય નૈમિત્તિક તમામ વ્યવહાર તેએાની પદ્ધતિ અનુસાર જ ચાલી રહ્યો છે. અમારામાંથી ધર્માનું જ્ઞાન ઓસરતું ગયું અને આજે અમે વેદિયા ઢેર જેવી સ્થિતિમાં મકાઈ ગયા છીએ. અમે અમારું સ્વાભિમાન ગુમાવી દીધું, એટલું જ નહિ પણ અમે પાશ્ચાત્યના નાનક કર માફ ન કરન ડાન્સના નખ કા નગર: નવા એક It Ret
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy