SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તાહન] (હું અને બ્રહ્મનું) અનિરાકરણ (એટલે એકય) હે, એકય હે. [૨ ૨૭ આમ આપણું પાછલા ઇતિહાસ ઉપર નજર કરે એટલે તેમાંથી તમને જેની આજે જરૂર છે એવી જડીબુટ્ટી અવશ્ય મળી રહેશે. ભગવદ્દગીતાનું સાચું રહસ્ય જાણવાની જરૂર આવી જડીબુટ્ટીની શોધ કરતાં સુપ્રસિદ્ધ અને જગમાન્ય એવું અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાનનું ઉદાહરણું યાદ આવે છે. મહાભારત યુદ્ધમાં પોતાના સ્વજનોને જોઈ કર્તવ્યવિમુખ બનેલા અર્જુનને સાચું કર્તવ્ય કયું તે બતાવી કર્તવ્યતત્પર બનાવનારા શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશામૃતરૂપી જડીબુટ્ટીથી આપણે પણ નિરાશ નહિ થતાં મિથ્યાભિમાન છેડી સવેળા સચેતન થઈ શકીશું, પરંતુ તેમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ભગવાનને કહેવાનો સાચો ભાવાર્થ જયાં સુધી આપણે જાણી નહિ શકીએ ત્યાં સુધી એ માત્રા આપણને - લાગુ નહિ પડે, તે આપત્તિ માંથી બચવાને અર્થે પ્રથમતઃ તે શ્રીમદ્દભગવદગીતાના અર્થ સંબંધમાં આજકાલ થયેલા સંભ્રમમાંથી અમારો છૂટકારો થવો અત્યંત જરૂરી છે. આ રીતે જ્યારે અમો સાંપ્રદાયિક પ્રચારની મોહજાળમાંથી મુકત થઈશું ત્યારે જ ભગવદગીતાનું સાચું રહસ્ય સમજવાને અવશ્ય શક્તિમાન બનીશું અને આમ થતાં સમાજ પિતાની જાતે જ સન્માર્ગ કયો તે અનાયાસે જ જાણી શકશે તથા સન્માર્ગ જડતાંની સાથે જ તેઓ સાચું કર્તવ્ય કર્યું તે સારી રીતે સમજી શકશે. આ કાર્યમાં મદદરૂપ થઈ શકે એટલા માટે કાંટા વડે જેમ કાંટે કાઢી શકાય તેમ ભગવદ્દગીતાની ટીકામાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાને સિદ્ધાંત અને મારી પ્રતિજ્ઞા આ ગીતાદેહનમાં કહેલે સિદ્ધાંત પિતપતાને મત એકબીજા પર લાદવાની માનવીઓની જે આધુનિક ચાલાકી વા કળા અસ્તિત્વ ધરાવે છે તેવા પ્રકારનો નથી, પરંતુ તેમાં કહેવામાં આવેલો એ સિદ્ધાંત નિશ્ચયથી અને ખાતરીપૂર્વક પ્રતિજ્ઞાથી હું કહી રહ્યો છું. આ સિદ્ધાત સંપૂર્ણતઃ અનુભવ્યો છે અને તમો પણ તે અનુભ, આમ અનુભવ લીધા પછી પણ જો કોઈને સાચું કતવ્ય અને સાચે રાહ નહિ જડે તે તેવા પુરુષની હું અવશ્ય ગુલામગીરી સ્વીકારીશ; એ હું નિશ્ચયપૂર્વક અને પ્રતિજ્ઞાથી કહી રહ્યો છું. પણ સાથે સાથે મને સંપૂર્ણ રીતે ખાતરી છે કે ગીતાના સિદ્ધાંતને ગીતાદોહનમાં બતાવેલી પદ્ધતિ અનુસાર અનુભવ મેળવનાર મારા આ મતને જરૂર પુષ્ટિ આપશે કે “એક આત્મા જ સત્ય હાઈ નદી જેમ અંતે સમુદ્રમાં જ જઈને મળે છે તેમ જગતમાંના તમામ જીવોને મોડા યા વહેલા આ ધ્યેયની પ્રાપ્તિ કર્યા સિવાય સાચી સુખ શાંતિ મળવી કદાપિ શક્ય જ નથી. જીવન્મુક્તિ પ્રાપ્ત કરનારો, આત્મસાક્ષાત્કારી પુરુષ જ સાચા કર્મયોગનું આચરણ કરી શકે છે અને જગતને સાચો રાહ બતાવી શકે છે; બાકી બીજાઓ તે જગતને અને પિતાને પણ છેતરે છે. આ વાત મેં પ્રતિજ્ઞાથી કહી છે અને પુનઃ પુનઃ કહું છું. આ સિદ્ધાન્ત હું કઈને બળજબરીથી યા તો યુક્તિ પ્રયુક્તિ અગર યાચના દ્વારા સ્વીકારવા કહેતા નથી કે કોઈ ઉપર લાદવા ચાહત નથી પરંતુ નિશ્ચયપૂર્વક અનુભવથી કહી રહ્યો છું. ગીતામાં શું નથી? ઘણા લે કે તરફથી મને પૂછવામાં આવે છે કે શ્રીમદભગવદ્દગીતામાં શું છે? આના ઉત્તરમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે કહી શકાય એટલું સંક્ષેપમાં મેં આ ગીતાદેહનમાં કહ્યું છે, છતાં આ પ્રશ્ન કરનારાઓને જ સામે પૂછવાનું મન થાય છે કે ગીતામાં શું નથી? કેમ કે તમારા પ્રેમનો નિર્ણય આ રીતની વિચારસરણીથી કરવો જ સુગમ થશે. આ સંબંધ ગ્રહસ્થ ઘઉંમાંથી કાંકરા વીણતો હતો, તેણે સૂપડા વડે ધાળતાં ધાળતાં ઉ૫ર ઉપરના ઘઉં કાઢી લીધા | અને છેવટે જ્યારે નીચે કાંકરા વધુ અને ઘઉં ઓછા રહ્યા ત્યારે તે ઘઉંમાંથી કાંકરા વીણવાને બદલે I કાંકરામાંથી ઘઉં વીણી વીણીને જુદા કરવા લાગ્યો, આમ તેને છેવટે કાંકરાને બદલે ઘઉં જ વીણવા સહેલ થઈ પડ્યા; તેમ અનિર્વચનીય એવું પરમાત્મસ્વરૂપ સમજાવવાને માટે વેદ, વેદાંગ, ઉપનિષદ, પુરાણ પપુરાણ,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy