SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૪ ] माऽहं प्रमा निराकुयाँ मा मा प्रम निराकरोत [પુરાવયન એવું જોઈએ છે. ખુશામત જ પ્રિય હોવાથી તેઓ પોતપોતાની દુરાગ્રહી માન્યતા સત્ય ઠેરવવાના ઉદ્દેશથી પોતપોતાને અનફળ એ દરેક ગ્રંથનો અર્થ કરી લે છે અને કહેનારના કથનનો સાચો ઉદ્દેશ સમજવાને પ્રયત્ન કરતા નથી અને કરશે પણ નહિ, એ દેખીતું છે. તેવા ખુશામતપ્રિય, મિથ્યાભિમાની અને દુરાગ્રહીઓને બાદ કરતાં જેમને સાચું જાણવાની ઉત્કંઠા છે તેઓ જ આને ભાવાર્થ સારી રીતે સમજી શકશે. ‘ાં વારિત્રયં ચ સામયિ' એવું શાસ્ત્રમાં જે કહેલું છે તેને અર્થ આ ખુશામતીયા રામહીઓ “સાચું અને લોકોને સારું લાગે એવું કહેવું” એ કરી પોતાને અને માને છેતરે છે. વસ્તુતઃ “જે થકી લોકોનું અપ્રિય ન થાય અને જે સત્ય હોય તેવું જ કહેવું જોઈએ,” એવો આ શાસ્ત્રના કથનને ઉદેશ છે. મહાભારતમાં કહ્યું છે કે સત્ય એ અમૃતની જેમ કટુ હેવાથી તે લોકોને ગળે ઉતરતું નથી અને તેવું કહેનારા હિતરછુએ પણ કોઈ વિરલ જ મળી આવે છે. મીઠું મીઠું બોલનારા ખુશામતીયા પુરુષો તો સદાએ જ્યાં ત્યાં સહેજમાં મળી આવે છે પણ કડવું છતાં સત્ય અને હિતકારી કહેનાર તે ભ જ હોય છે.” દેવગુરુ બહસ્પતિ જેવાને પણ શાસ્ત્રના અધ્યયન વિના તેમ જ સાચું અને હિતકારક કલારા બ્રહ્મનિષ્ઠ સાબુની સેવા કર્યા વિના જ્ઞાન થતું નથી, એ ધ્યાનમાં રાખવું. આ સંબધે ગ્રંથારંભમાં ઉપાસના કાર્ડમાં પણ વિસ્તૃત વિવેચન છે. જે કે ગીતાનું સાચું રહસ્ય સમજાવવાનું કાર્ય મારા જેવા પામરને માટે અશકય હેવા છતાં જ્યાં ઈશ્વરની જ કૃપા હોય ત્યાં અશકય શું છે? પિતાની માન્યતા બીજા ઉપર લાદવાની યુક્તિ કાળપરિવર્તમાનુસાર શાસ્ત્રાભ્યાસના અભાવને લીધે શાસ્ત્રમંથને સાચો ઉદ્દેશ સમજવાને માટે ઉપયોગી એવી ઉપર બતાવેલી શાસ્ત્રીય પદ્ધતિનો ધીરે ધીરે લેપ થવા પામ્યો અને તેથી લોકોની મનોવૃત્તિ વક્તા યા ' લેખકનું પ્રોજન સમજવાને અશક્ત બની. સિવાય વક્તાઓ (લેખ) પણ મિથ્યાભિમાની, દુરાગ્રહી, અનુભવથી . રહિત, સ્વછંદી, પ્રમાદી, શાસ્ત્રાભ્યાસહીત, સત્યતત્ત્વ સમજયા વગરના લુખા ડ્રવાદી અને મિથ્યા વિતંડાવાદી તથા ખુશામતીયા બનતા ગયા. આથી જમતમાં દિનપ્રતિદિન સત્ય જ્ઞાનને લેપ થવા પામ્યો અને તેની મને આપસમાપસમાં ફાટફૂટ પડાવી પોતપોતાને મત વા માન્યતા પરસ્પર એક બીજા ઉપર લાદી તેઓને પોતાના પક્ષમાં ખેંચી પોતાના શહ તળે દબાવવા તેમ જ પોતપોતાના સાંપ્રદાયનો પ્રચાર કરી બહમતિ મેળવવી અને એ રીતની યુક્તિથી પોતાનો સ્વાર્થ સાધી લેવો; આજકાલ એ ઉદ્દેશ સફળ કરવાને કમ દળ, બળ અને યુક્તિ પ્રયુક્તિ દ્વારા એક સરખો ચાલુ છે. સાંકતકાળમાં બહારથી મીઠું મીઠું અને સારું લાગે એવું બોલી અંદરખાનેથી તેને છેતરી પિતાનો સ્વાર્થ સાધી લે તથા તેનો વિનાશ કર એ પ્રથાનું નામ જ બુદ્ધિ છે અને તેવું કરનારે જ બુદ્ધિશાળી ગણાય છે. સત્ય સમજવાની અશક્તિ આ રીતે જગતમાં સત્યજ્ઞાનને લેપ થવાથી સત્ય, અહિંસા, શમ, દમ, સંયમ આદિ સદગુણેને લેપ થઈ તેમનું સ્થાન અસત્યતા, હિંસા, વિષયલંપટતા, શાતા, કાપથ્ય, લોભ, ઈર્ષ્યા, પરસ્પર ડેષ, એક બીજાને ફસાવવું ઇત્યાદિ દુર્ગાએ લીધું અને આજકાલ તે તેનું સામ્રાજ્ય સર્વત્ર એટલું બધું વિસ્તરેલું અહિંસા આદિ સદાણાની શાસ્ત્રમાં આવતી વ્યાખ્યાઓ તો કેવળ કાળક૯િ૫ત જ છે, એવી માતા જ બધે રૂઢ થયેલી જોવામાં આવે છે. આ રીતે સત્યજ્ઞાન સમજવાને લેકે અશક્ત બન્યાં. નીતિશામાં કહ્યું છે કે જ્યારે વિનાશ થવાને હોય ત્યારે કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય જ ન્યાય જેવો ભાસે છે અને કોઈ પણ ઉપાયે તે બુદ્ધિમાંથી હઠ નથી.” આ કથન પ્રસ્તુત સમયને માટે અક્ષરશઃ લાગુ પડે છે, રઢ થયેલી પ્રચારાત્મક પદ્ધતિ ઉપર મુજબ સાંપ્રદાયિક પ્રચારને લીધે પ્રાચીન પદ્ધતિનું જ્ઞાન લુપ્ત થવાથી શાસ્ત્રમાં આવેલી સત્યાદિની ભ્યાખ્યાએ પિતતાના સાંપ્રદાયને ઉપયોગી નીવડે એવી કરી તેને અનુસરીને શાસ્ત્રોના અર્થે કરવામાં
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy