SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] અને બળ આદિ ઈદ્રિય વસ્તુતઃ ઉપનિષદોક્ત બાપ જ છે. [જ રા દર્શાવવાને માટે શાસ્ત્રકારોએ મુખ્યત્વે નીચે પ્રમાણેની છ બાબતે કહેલી છે. એટલે એ ગૂઢ રહસ્ય સમજવાને માટે લેખકેઃ ૩૫ લEારાવખ્યા પૂર્વતા અર્થપત્તિ નિ તાનિયો (1) ઉપક્રમ અને ઉપસંહાર, (૨) અભ્યાસ, (૩) અપૂર્વતા, (૪) ફળ, (૫) અર્થવાદ અને (૬) ઉપષત્તિ; આ છ બાબતોનો આશ્રય લેવાની જરૂર હોય છે. શાસરહસ્ય સમજવાની પદ્ધતિ (૧) ઉપક્રમ અને ઉપસંહાર એટલે આરંભ અને સમાપ્તિ; એ બંને ગ્રંથનું તાત્પર્ય સમજવાને માટે સહાયતા૫ છે, (૨) અભ્યાસ એટલે પ્રધાન લક્ષ્યને વારંવાર કહેવું તે; યેયપ્રાપ્તિને માટે તે અત્યંત ઉપયોગી છે, (૩) અપૂર્વતા એટલે ગ્રંથમાં નવીનતા કિવા વિશેષતા શું છે અને તે બતાવવું અથવા જણાવવું તે, (૪) ફળ એટલે આ ગ્રંથનું પ્રયોજન શું છે અને તેનાથી શી પ્રાપ્તિ થશે તે, (૫) અર્થવાદ એટલે જિજ્ઞાસ શ્રોતા યા વાચકવૃન્દાને સમાગે પ્રવૃત્ત કરવાને માટે કરવામાં આવતી સ્તુતિ અને તેઓને અસમાર્ગેથી નિવૃત્ત કરવાના ઉદ્દેશ કરવામાં આવતી નિંદા તથા (૬) ઉપપત્તિ એટલે ગ્રંથમાં કહેવામાં આવેલા વિષયની સિદ્ધિ માટે આપવામાં આવતાં પ્રમાણે. આ છ જે વિષયની સિહતા અર્થે કહેવામાં આવ્યાં હેય તે જ તે ગ્રંથનું તાત્પર્ય છે એમ સમજવું. આ છતાં મિલનથી જ મંથનું રહસ્ય અથવા શામનું તાત્પર્ય શું છે, તે સિદ્ધ થઈ શકે છે. દુરાગ્રહથી પોતાને કૃતાર્થ માની બેસવું આ મુજબની યોજના શાસ્ત્રકારોએ વકતા યા લેખકનું પ્રતિપાદિત શાસ્ત્રીય તાત્પર્ય યથાર્થ રીતે સમજવામાં આવે એટલા માટે કરી છે, પરંતુ આકાશની અનંતતા અને વિશાળતાને લીધે તેનો અંત લાગતું નથી છતાં પક્ષીઓ પોતપોતાની શક્તિ અનુસાર તેમાં ઊડી પિતાને કૃતાર્થ માને છે અથવા મીઠા પાણીનું સરોવર ભરાયેલું હોવા છતાં પક્ષીઓ પોતપોતાની ચાંચમાં તેમાંથી લેવાય તેટલું લઈ પોતે પ્તિ માને છે તેમ પ્રમાણેથી રહિત, અનંત, અગમ્ય, અકથ્ય, અગોચર અથવા અનિર્વચનીય એવા સચિદાનંદલન પરમાત્માના રવરૂપ સંબંધમાં મનસ્વી તર્કો કરી લઈ આનંદ અને શાંતિ મેળવવાના ઉદ્દેશથી પ્રત્યેક જીવ અહોનિશ સતત પ્રયત્ન કર્યો જાય છે તથા પોતપોતાની બુદ્ધિ, ભાવના અને શક્તિ અનુસાર તેમાંનું ગ્રહણ કરી દુરાગ્રહ વડે પિતાને કૃતાર્થ થયેલો માની બેસે છે. પિતાને મોટા મોટા બુદ્ધિશાળી માનનારાઓ પણ પોતપોતાની મનસ્વી માન્યતાઓમાં જ અટવાઈ પરમાત્મસ્વરૂપના પારને પામી શકતા નથી. લેકેને સાચું નહિ પણ સારું જોઈએ વરતુતઃ સચ્ચિદાનંદવન પરમાત્માનું સ્વરૂપ ઉપર કહી ગયા તેમ અધ્ય, અવર્ણનીય, અગોચર અને અનિર્વચનીય છે અને તેનું તાત્પર્ય અપોય એવા વેદો દ્વારા સમજવાનું હોય છે. આ કાર્ય અતિશય દુર્ગમ હોવાથી પ્રથમતઃ તો તેને યથાર્થ વક્તા મળ એ અતિ દુર્લભ છે; તેમાં પણ આત્મસાક્ષાત્કાર કરેલ અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ તત્ત્વવિદ્દ તે કવચિત જ કઈ મળે છે અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ જેવો અવતારક અને બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય બહુત વક્તા તો અતિશય દુર્લભ હેઈ તેમણે કહેલા કથનનું યથાર્થ તાત્પર્ય જાણવું, એ ખરેખર કેટલું બધું કઠણ છે તેને વિચાર બુદ્ધિશાળી વાચકો જ કરે. તેમાં વળી તેમના કથન ઉપર અપરોક્ષાનુભવ વગરના લૂખા તકવાદીઓની મિયા અહંભાવ વડે થયેલી અસંખ્ય ટીકાઓ જોતાં તો તેઓએ દૂધનું દહીં કરવાને બદલે દહીંનું દૂધ કરવાના પ્રયનની જેમ એ ભગવદુક્તિ સમજવામાં સરળતા કરવાને બદલે અનેક વિતંડાવાદો ઊભા કરી ઊલટા લેકેને વધુ સંભ્રમમાં નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં સૌથી પ્રથમ લેકોને એ સંભ્રમ નષ્ટ થઈ તેઓને સરળતાથી સાચો અર્થ સમજવાની રૂર છે. આ કાર્યમાં કાંઈક અંશે મદદરૂપ નીવડે એવા ઉદ્દેશથી લોકેની તીવ્રતર જિજ્ઞાસા જતાં શ્રી ભગવત્રેરણાનુસાર આ ગીતાદહન ગ્રંથ લખાયેલું છે. આજકાલ લોકોને સાચું નહિ પણ સારું લાગે II
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy