SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તસિમ વાય f% વીમતિ- [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૦ ૨૪૪ જિજ્ઞાસુઓને ઊધે રસ્તે દોરનારે પાપને અધિકારી છે. હે અર્જુન! તું બુદ્ધિમાન હોવાથી તને આ યોગનું અવલંબન કરવા માટે જણાવવામાં આવ્યું છે. વળી પ્રસંગ પણ કટોકટીનો છે. જે જિજ્ઞાસુઓના અંતઃકરણમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને જે અનન્ય ભાવે શરણે આવેલો હોય, તેવાને ઊ રસ્તે દોરે છે, તે મહાન પાપનો અધિકારી બને છે; માટે તેવા જિજ્ઞાસુઓને સારાસાર વિચાર કરી યોગ્ય માર્ગ બનાવવો જોઈએ. તેવાને સમજાવવાને માટે બે યુકિતઓ છે. (૧)જિજ્ઞાસુ જે અત્યંત તીવ્ર બુદ્ધિવાળો હે તે તેને ઇતર માર્ગોના અવલંબનની ખાસ જરૂર હોતી નથી, પરંતુ તેને કેવળ આત્માનું સ્વરૂપ સાંખ્ય કિંવા વેદાંત યુતિ અનુસાર એક વખત સમજાવવામાં આવે છે એટલે તે બરાબર ધ્યાનમાં આવી જાય છે, તેથી આ બુદ્ધિયોગનો અભ્યાસ તેને માટે અનુકૂળ હેઈ તે કરવાથી જ તે તરત કૃતાર્થ થઇ જાય છે, તેમાં પણ બે પ્રકારો છે. (ગ) એક તથા (ગા) કનિષ્ઠ. આત્માનું સ્વરૂપ એક વખત સાંભળતાની સાથે જ જે નિશ્ચય કરી કાર્ય બની જાય છે તે શ્રેષ્ઠ કહેવાય છે તથા જે કનિષ્ઠ હાય છે તેને આત્મસ્વરૂપનું શ્રવણ કર્યા બાદ આ બુદ્ધિયોગની યુક્તિનો આશ્રય લઈ નિશ્ચય પરિપકવ થતાં સુધી સતત અભ્યાસ કરવો પડે છે. આ પ્રમાણે તે તીવ્ર બુદ્ધિમાન જિજ્ઞાસુઓને માટે થયું, પણ (૨) જેઓ સામાન્ય બુદ્ધિવાળા હેય તેવાઓને તે શમ, દમ, તિતિક્ષાદિ સાધન તથા નિષ્કામ જપ, તપ ધ્યાન ધારણાદિ ચિત્તશુદ્ધિનાં કર્મો ગ્યવાનુ પાર ચાલુ રાખવાં પડે છે તથા સત્શાસ્મશ્રવનું અને સંતસમાગમાદિ દ્વારા તેઓ ક્રમે કૃતાર્થ થાય છે. બહુશાખા અનંતાશ્વ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન! સર્વત્ર એક આત્મસ્વરૂપ જ છે એવા પ્રકારના નિશ્ચયમાં બુદ્ધિને સ્થિર કરવા માટે જે વ્યવસાય એટલે અભ્યાસ કિવા ઉદ્યોગ કરવામાં આવે તે યોગ અને તેને આશ્રમના આધારે થતાં કર્મોથી થનારા પરમ પુરુષાર્થના લાભનું વર્ણન તને કહ્યું, પરંતુ જેમની બુદ્ધિના નિશ્ચય આ પ્રમાણે આત્મસ્વરૂપના નિશ્ચયરૂપ એક જ વ્યવસાયમાં સ્થિર થએલો હોતો નથી, તેવાઓની બુદ્ધિ અનેક પ્રકારના વ્યાવહારિક ઉદ્યોગ અથત વ્યવસાય અનુરૂપ અનંત પ્રકારની શાખાઓવાળી હેય છે, જેને પાર નથી. यामिमा पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदादरताः पार्थ नान्यदस्तीत वादिनः ॥ ४२ ॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । झियाविशेषबहुला भोग-वर्यगति प्रति ॥ ४३ ॥ भोगैश्वर्यप्रसक्तानां तयापहतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥ ४४ ॥ વેદનું રહસ્ય નહિ સમજનારા સામીઓ હે પાર્થ ! આત્મતત્વની પ્રાપ્તિ કરાવી આપનાર વેદશાસ્ત્રોમાંના રહસ્યને નહિ સમજનારા એટલે વેદનો સાચે અર્થ નહિ સમજતાં કેળ નાં ફળશ્રુતિનાં વાક્યોથી ભુલાવામાં પડેલા અને કેવળ કામ કર્મો કરી રવર્ગાદિ લોકેની પ્રાપ્તિ કરી લેવી એવા પ્રકારની અભિલાષાઓ સેવનારા અવિચારી પુરુષે તે વેદમાં ફકત કર્મકાંડ જ બતાવેલ છે, માટે તે પ્રમાણે કર્મો જ કર્યો કરવા જોઈએ, એવા પ્રકારનાં બાળકને બાઉ બતાવનારાં જે વાક્ય વેદમાં આવેલાં છે, તેવાં વાક્યમાં જ ભૂલા પડેલા હે છે. અનેક કામનાઓથી ભરપૂર,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy