SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન ] તેને પ્રશ્ન સાંભળી, હું પ્રસિદ્ધ એ વાય છું, હું માતરિયા નામે પ્રસિદ્ધ છું,” એમ કહ્યું [૧૭૫ આવા પ્રકારના એક આત્મતરારૂપ નિશ્ચયમાં સ્થિર થએલા બુદ્ધિગવાળા પુરુષમાં થનારાં તમામ કર્મો તે કમના કરનારને કિંચિત્માત્ર પણ બંધનરૂપ થઈ શકતાં નથી આ સંબંધમાં નીચેના વિવેચનથી વધુ સ્પષ્ટતા થશે. હણનારે છું એવું અભિમાન છોડી દે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે અર્જુન ! તું હેવું, ઊપજવું, વધવું, પાકવું (વિપરિણમવું, ઘટવું અને નાશ પામવું એ પ્રકારના છ વિકારોથી તદ્દન રહિત છે, નિત્ય એવો આભ૫ અને સર્વ પ્રાણીમાત્રમાં પણ એ જ આત્મા છે માટે હું હણનારો છું એવા અભિમાનને બિલકુલ છોડી દે. તું કોઈને પણ હણનાર નથી. જે પુરુષને ક્રોધ વગેરે થતાં પણ હું અમુકને મારું છું” એ અહંકાર થાય નહિ અને જેની બુદ્ધિ ક્રોધ કર્યા પછી પણ હર્ષ કિંવા શેકથી લેપાય નહિ તેવો પુરુષ આ સઘળાં પ્રાણીઓને મારી નાખે તે પણ તે કાઈને મારતો નથી અને તેથી થતાં ફળ વડે કદી પણ બંધાતું નથી. કારણ કે આત્મા તે નિત્ય હોવાથી તેનો વધ થ કદી સંભવિત નથી અને દેહાદિક પદાર્થો તો મિથ્યાભૂત જ છે, તે પછી મિથ્યા પદાર્થોને તે વળી વધ કેવો? દેહાદિકપણની ભ્રાંતિને લીધે જ દેહાદિકના હણનારપ વગેરે ધર્મોને આત્મામાં પ્રતિભાસ થાય છે, એટલા માટે આ દેહાદિક હું છું અને સંબંધો વગેરે મારા જ છે, એવા ભ્રમજનક વિચારને છોડી દે. ઇકિયેના સંવાત પૈકી હું કઈ નથી હે અન! અહંકારથી મૂઢ બનેલો પુરુષ આત્માના અંશ સમાન અને સત્તવાદિક ગુણેના વિકારરૂ૫ દેહ, ઈંદ્રિય આદિથી પોતપોતાના વિભાગ પ્રમાણે કરતાં કર્મો “હું કરું છું” એમ માની લે છે પણ વસ્તુતઃ ચક્ષુ જોયા કરે, કાન સાંભળ્યા કરે, ચામડી સ્પર્શ કર્યા કરે અને રસના રસ જાગ્યા કરે, એ ઇકિયેના સંધાતમાં હું કાણુ છું કે જેથી તે વિષયોના ગ્રહણનું અભિમાન રાખું? અને અભિમાન રાખવું એ વળી શું? વિદ્વાને એવી રીતનો નિશ્ચય રાખવો. મન અને ઇકિયેન સંધાત સંકલ્પાાદથી પોતપોતાના કામમાં લાગે તો પણ એમાં કોઈ પણ હું નથી, એવો મહાત્માનો નિશ્ચય હોય છે. તે પણ આ નિશ્ચય રાખ; એટલે તારે શેક કરવા જેવું કાંઈ રહેશે જ નહિ. જે કામ ઘણા જણાએ મળીને કર્યું હોય, તે કામમાં તેમને એક જણ જે અભિમાનથી કહે કે તે મેં કહ્યું છે તો તેની મશ્કરી થાય છે, તો પછી તેઓથી બહાર કાઈ તે કામનું અભિમાન ધરે તે તેની મશ્કરી થાય તેમાં તે વળી નવાઈ શી? મુમુક્ષુ પુરુ ફળની આસક્તિ છોડીને કેવળ ચિત્તશુદ્ધિને માટે જ કાયા, વાચા, મન, બુદ્ધિ અને ઈક્રિયાથી કર્મ કરે છે, એટલે તેઓને તે કર્મ ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાનને પ્રકાશ મેળવી પરમ પુરુષાર્થ અપાવે છે. એ મુજબ તું પણ જે ફળની આસક્તિ નહિ રાખતાં યુદ્ધરૂપ સ્વધર્મને આચરીશ તો તને પણ એ કર્મથી ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રકટ થઈને પરમ પુરુષાર્થની જ પ્રાપ્તિ થશે. જે પુરૂષ મમતા વગરને અહંકાર અને રાગદ્વેષથી રહિત, સુખદુઃખને સમાન ગણનારે અને ક્ષમાવાન હોય તે પુરુષ લૌકિક કે શાસ્ત્રીય ગમે તે કર્મો કરતા હોય, તો પણ તે કર્મોનાં ફળોથી કદી પાસે નથી. હે અર્જુન ! ક્ષત્રિયો માટે શાસ્ત્રોમાં કહેલું સંગ્રામથી નહિ નાસવા૫ આ તારું કર્મ જે કે બંધુઓના વધપ હેવાને લીધે અત્યંત દૂર છે, તે પણ આ ધર્મયુદ્ધ હેવાથી તારે માટે તે તે ચિત્તશુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાનના સુખને આપનાર થશે અને ધર્મ, યશ, રાજ્ય તથા સ્વર્ગ આદિને આપનાર પણ થશે. ફળની આસક્તિને ત્યાગ કરી સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં સમતા રાખવારૂપ માં રહી તું કર્મ કર. ફળની આસક્તિ છોડીને વર્ણાશ્રમના વ્યવહારથી પ્રાપ્ત થએલા કર્મો કરીશ તે તેઓથી તું કદી બંધાઈશ નહિ. જે રાજ્ય આદિના લોભને લીધે યુદ્ધ કરવામાં આવે તો તેથી અધર્મની પ્રાપ્તિ થાય, પરંતુ ફળની આસક્તિનો ત્યાગ કરી ધર્મયુદ્ધ કરવામાં આવે છે તેથી અધર્મ થાય નહિ, તું શાંત અને બ્રહ્મમય થઈને બ્રહ્મમય એવા આ સઘળા કર્મને કર આ રીતે જે તે સઘળાં કર્મોન બ્રહ્માર્પણ કરી દેવાની પદ્ધતિ રાખશે તે તું તરત બ્રહ્મ જ થશે. (લે. નિ. પૂ. સર્ગ ૫૩ જુએ).
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy