SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] અમિ બેલ્યા : પૃથ્વી ઉપર જે કાંઈ છે તે સર્વને હું બાળી શકું છું. [ ૧૬૧ સાંખ્યશાસ્ત્રની મર્યાદામાં ચાર વેદ, છ વેદાંગે, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય અને પુરાણ આવે છે. વેદમાં ઉપવેદ તથા ઉપનિષદો અને પુરાણોમાં ઉપપુરાણેનો સમાવેશ થઈ જાય છે. ટૂંકમાં વિદ્યાનાં જે ચૌદ પ્રસ્થાને કિંવા સાધને છે તે સર્વને આ સાંખ્યમાં જ સમાવેશ થઈ જાય છે એમ સમજવું. આથી જ સાંખ્યને બુદ્ધિ કિંવા જ્ઞાનયોગ પણ કહે છે. આ વિરુદ્ધના તે નાસ્તિક પંથ કહેવાય. હવે તે સંબંધમાં સાક્ષેપમાં થડે વિચાર કરશે. એટલે અનેક મતમતાંતર સંબંધે સર્વત્ર પ્રસરેલા બમનું નિવારણ થઈ શકશે. સયુક્તિક અને અયુક્તિક શાસ્ત્રોની રચના સમજે કે એક શ્રીફળ છે, તેને ઓળખનારાઓ તે તેને નિઃશંક શ્રીફળ જ કહેશે, પરંતુ જેઓ તેને ! ઓળખતા નથી, તેથી જેઓ અજ્ઞાત છે, તેવાઓ તેને જુદાં જુદાં કેટલાંય નામોથી ઓળખી શકશે. એનો વિચાર કરીને ચર્ચાને અંતે વધુમાં વધુ આટલાં જ નામોના ભેદો તેમાં નીકળી શકે તેમ છે એ જ્યારે અંતિમ નિર્ણય થાય ત્યારે જ તે શ્રીફળની બધી બાજીનું જ્ઞાન પૂર્ણ થયું ગણાય અને તેઓ જ સર્વ ગણાય. તે પ્રમાણે મહાનુભાવ બ્રહ્મવિદ્દ તત્ત્વજ્ઞાનીઓએ આ અદ્વૈત એવા આત્મસ્વરૂપના સંપૂર્ણ શાન સંબંધમાં ઠરાવ્યું છે. જેઓને આ અદ્વૈત એવા આત્મપદનું સાચું જ્ઞાન છે, તેઓ તો તેને નિઃશંક રીતે પિછાણશે જ, પરંતુ જેઓને તેવું જ્ઞાન નથી તેઓ તેને વધુમાં વધુ કેટલા પ્રકારે જાણશે ? તે સંબંધે આપસઆપસમાં ચર્ચા કરી મન, ? ચિત્ત અને શરીરાદિ વડે જાગી શકાય એવા સ્થલ સૂક્ષ્માદિ અનેક ભેદે પડી છે. જ્યાં તેમની સમાપ્તિ થઈ અને હવે ભેદ પડવા બિલકુલ શક્ય નથી એમ જ્યારે તેઓને જણાયું ત્યારે તેવા બધી બાજુએ પૂર્ણતા પામેલા સર્વજ્ઞ તત્ત્વવિદોએ લોકોની સરળતા માટે તેવી ગોઠવણ કરી અને અપૌરુષેય અને પૌરુષેય અમ બંને પ્રકારના જ્ઞાનની પોતાના સ્વાનુભવ સાથે પ્રસિદ્ધિ (પ્રાગટ્ય) કરેલી છે. તેમાં પણ સયુક્તક અને અયુક્તિક એવા બે પ્રકારો જોવામાં આવે છે વેદના આધાર વડે પ્રગટ થયેલા અને જે વડે રમ સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજાઈ તક૫તા પ્રાપ્ત થઈ શકે છે તથા અદ્વૈત ભાવમાં સ્થિત થઈ અંતે સર્વ દુઃખનો નિરાસ કરાવનારા સાંખ્ય તથા વેદાંતના નામે સંબોધવામાં આવતાં શાસે એ સયુક્તિક શાસ્ત્રો કહેવાય છે, તથા જેમાં વેદાદિકને આધાર નથી પણ જે કેવળ મનના ઉલ્લાસ પ્રમાણે મિથ્યા તર્કવાદ વડે ગ્રહણ કરાયેલાં છે, એટલે કેવળ માનસિક કલ્પનાના આધાર પર જ રચાયેલાં હેઈ અનુભવ વગરનાં લુખાં શાસ્ત્રો છે, તે અયુક્તિક શાસ્ત્ર ગણાય છે. આ મુજબ (૧) માધ્યમિક, (૨) યોગાચાર (૩)સત્રાંતિક (૪) વૈભાષિક, (૫) ચાર્વાક અને (૬) દિગંબર, આ છે આસ્તિકેતર મતનાં શાસ્ત્રો તથા શાક્તપંથમાંને વાવર્ગ, એ સર્વ વેદવિહીન એટલે વેદવિરુદ્ધ હવાથી અયુકિતક શાસ્ત્રો છે તથા ચાર વેદ, ચાર ઉપવેદ, છ વેદાંગ, ચાર ઉપાંગ વગેરે સર્વ શાસ્ત્ર અપૌરુષેય એવા વેદમાં બતાવેલા સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરના હેવાથી તે સયક્તિક શાસ્ત્રો છે. ઉપાંગમાં (૧) ન્યાય, (૨) મીમાંસા, (૩) ધર્મશાસ્ત્ર, (૪) પુરાણ સહ ઉ૫પુરાણેનો સમાવેશ થાય છે. આ પૈકી ધર્મશાસ્ત્રના પટામાં (૧) સાંખ્ય * (૨) યોગ ઇત્યાદિ, દર્શન સહ સ્મૃતિશાસ્ત્રો તથા (૩) શાક્તપંથ (દક્ષિણ ભાગ), (૪) પંચરાત્રતંત્ર, (૫) પાશુપતતંત્ર વગેરેનો સમાવેશ થાય છે. (વિધા માટે જુઓ મુંડાપ્રથમ ૪થી તથા દ્વિતીય ૧; બહ૦ અ. ૧, બ્રા. ૪, ૯-૧૦ ઇત્યાદિ). આ છે સાંખ્યશાસ્ત્ર આત્માનું સ્વરૂપ પ્રકૃતિ, પુરૂ, મહત્તવ, અહંકાર વગેરેના આશ્રયે સમજાવે છે, એટલે દ્વતને ગ્રહણ કરીને તેને અતમાં વિલય કરવાને ક્રમ બતાવે છે તથા વેદાંત શાસ્ત્રકાર અને ગ્રહણ કરી વિવર્તવાદને આશ્રય લઈને કિંવા અજાતવાદને આશ્રય લઈને સમજાવે છે. કેટલાક ઉપનિષદે વિવર્ત અને કેટલાંક અજાતવાદનાં આવી છે તથા પુરાણ અને સ્મૃત્યાદિ શાસ્ત્રો સાંખ્યનાં આશ્રયી છે. આ દરેકને હેતુ આત્મસ્વરૂપ સમજાવવાને હોવાથી તે સર્વને સંખ્ય કિંવા સાંખ્યશાસ્ત્રો કહેવામાં આવે છે. તત્ત્વજ્ઞાન કરાવી આપે એવાં વિદ્યાનાં પ્રસ્થાને સ્થાને) ચૌદ હોવાનું શાસ્ત્રમાં આ મુજબનું પ્રમાણ છે. “ginખ્યાનોનાંણાપરામિત્રતા | થાનાનિ વિદ્યાનાં ધર્મસ્થ ચતુરા ” ભાવાર્થ: (૧) પુરાણ, (૨) ન્યાય (૩) મીમાંસા, (૪) ધર્મશાસ્ત્ર, (૫) શિક્ષા, (૬) કલ્પ, (૭) વ્યાકરણ, (૮) છંદ, (૯) નિરુક્ત, (૧૦) તિર. (૧૧) વેદ, (૧૨) યજુર્વેદ ૧૩) સામવેદ અને ૧૪) અથર્વવેદ, આયુર્વેદ, ધન, ગંધર્વવેદ અને અર્થવેદ આ ચાર ઉપદેને સમાવેશ વેટની અંતર્ગત થાય છે એમ સમજવું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy