SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર ] તને સૂળ નિયત તિ– [ સિદ્ધાન્તકા૨ડ ભ૦ ગીઅરાઉટ ક્યાં શાસ્ત્રોનું પ્રમાણ સમજવાં? મનુષ્યોએ રચેલું શાસ્ત્ર પણ જે યુક્તિથી તસ્વનિશ્ચય કરાવનારું હોય તે તે ગ્રહણ કરવું અને ગમે તેવા મહાન પુરુષનું શાસ્ત્ર એવા પ્રકારનો નિર્ણય કરાવતું ન હોય તે તેને પણ ત્યજી દેવું. બુદ્ધિમાન પુરુષોએ તે ન્યાયને અનુસરતી પદ્ધતિને જ અંગીકાર કરવો જોઈએ. બાળકનું વચન પણ જો યુક્તિવાળું હોય તો તે સ્વીકારવું અને બ્રહ્માનું વચન પણ યુક્તિઓથી વિરુદ્ધ હોય તે તે ત્યજવું. તાત્પર્ય એ કે, આ પ્રમાણે તત્ત્વાર્થ વિષે શાસ્ત્રકારોને ખરો હેતુ સમજમાં આવ્યા બાદ મિથ્યા વિવાદોને સ્થાન રહેશે નહિ. શાસ્ત્રકારોએ બતાવેલા આ માર્ગમાં જ અર્વાચીન સમયે ગણાતા સર્વ ભેદ તથા ધર્મ અને વાદવિવાદને અંત આવી જાય છે, એ વાત સૂમ બુદ્ધિના વિચારશીલ પુરુષોના ધ્યાનમાં સહજમાં આવશે. આ સંબંધમાં શ્રીમહર્ષિ વસિષ્ઠજીનું મંતવ્ય છે કે વેદાંતશાસ્ત્ર જ સંસારનો મોહ નષ્ટ કરાવનારું છે; તેથી તેની વાતો વૈરીની વાતની જેમ અપ્રિય લાગે છે. બીજાં શાસ્ત્ર વિષય પ્રપંચમાં પ્રવૃત્તિ કરાવનારાં હેવાથી તેમની વાતો સ્ત્રીની વાતે જેવી મીઠી લાગે છે. પણ અમારો સિદ્ધાંત છે કે, વૈરીની વાતો પણ જો વિચારથી અનુભવ કરાવી આપનારી હેય તે તેનો સ્વીકાર કરવો આવશ્યક છે, પણ સ્ત્રીની વાત ગમે તેવી મીઠી હશે છતાં તે વેદમાં કહેલા આત્મસાક્ષાત્કારરૂપ પુરુષાર્થથી ભ્રષ્ટ કરાવનારી હોય તે તે પ્રમાણિક નહિ પરંતુ કેવળ બકવાદરૂપ છે, એમ જાગી ત્યાજ્ય સમજવી. “હે વત્સ ! અમારો અનુભવ એવો છે કે, જે જ્ઞાન વડે જીવન્મુક્તિ મેળવી આપનારી વિધિ પ્રાપ્ત થાય છે, તેવા પ્રકારનું જ્ઞાન થવાથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય તે જ અપક્ષ અનુભવ અર્થાત આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકે છે. આ આત્મસાક્ષાત્કાર૩૫ પુરુષાર્થ જે થકી મળે એવાં સઘળાં અધ્યાત્મશાસ્ત્રો સયુક્તિક શાસ્ત્રો છે; પછી તે સાંખ્ય, યોગ, ન્યાય, ઇત્યાદિ ગમે તે હોય તોપણ તે સવની એકવાક્યતા જ છે એમ સમજવું. માટે વેદ વિરુદ્ધ પોતે માની લીધેલ અને નિરાધાર ત વડે પુષ્ટ થયેલાં બીજા કેઈ પણ સાથી નહિ બની શકે એવા અપક્ષ અનુભવ છે આત્મસાક્ષાતકારરૂપ પરમ પુરુષાર્થ કરાવી આપનારાં શાસ્ત્રો એ જ અમારા મનમાં પ્રમાણ છે” (યો. મુપ્રસર્ગ ૧૮ જો૦ ૬૯-૭૦). હવે યુક્તિવાદના સંબંધમાં આધારને માટે શાસ્ત્રમાં આવેલાં કથનનો પણ સંક્ષેપમાં વિચાર કરીશું, કે જેથી શંકાને સ્થાન રહેશે નહિ, એટલું જ નહિ પરંતુ શ્રીકૃષ્ણ આગળ જણાવેલા અભ્યાસક્રમને માટે પણ તેને ઉપયોગ થશે. યુક્તિવાદને ઉદ્દેશ પ્રશ્નઃ આ વિકારવાળું જગત કેમ પ્રતીત થાય છે? ઉત્તર ઃ કાળ, ક્રિયા, કરણ, કર્તા, નિદાન, કાર્ય, જન્મ, સ્થિતિ, પ્રલય અને સ્મરણ ઇત્યાદિ જે જે કાંઈ છે તે સર્વ બ્રહ્મ જ છે, એમ જે તમે આત્મદૃષ્ટિથી જોયા કરશે તે તમને ફરીથી સંસારમાં ભ્રમણ કરવાનો પ્રસંગ કદી પણ પ્રાપ્ત થશે નહિ. અરે ! તમે સાક્ષાત બ્રહ્મરૂપ જ છે અને બ્રહ્મમાં સહેજે વિકાર નથી ( નિઃ ૫૧ ૦ ૪૮ - ૨૦) પ્રશ્ન : જે બ્રહ્મમાં વિકાર ન હોય તે પછી આ બધું જન્માદિ વિકારવાળું જગત કેમ પ્રતીત થાય? ઉતર ઃ જે થયા પછી પ્રથમની સ્થિતિ પ્રાપ્ત થાય નહિ એવો મૂળ સ્વરૂપમાં જે ફેરફાર થવો તે વિકાર કહેવાય છે. જેમ કે, દૂધનું દહીં થયા પછી તે પાછું દૂધપણને પ્રાપ્ત થતું નથી માટે તે વિકાર કહેવાય છે. પરંતુ બ્રહ્મ તે આદ, મધ્ય અને અંતમાં નિર્મળ સ્વરૂપ જ છે. તેથી બ્રહ્મમાં કિંચિત્માત્ર પણ વિકાર સંભવ નથી. આદિ અને અંતમાં સમતાથી રહેનારા બ્રહ્મની ક્ષણમાત્રમાં આ જગતરૂપ જે વિકૃતિ ભાસે છે, તે વાસ્તવિક રીતે વિકાર નથી પણ વિવર્ત છે. વિવર્ત એટલે પ્રતિભાવો ઊલટું દેખાયું. જેમ મૃગજળ, દોરી ઉપર સર્પ, પાણીમાં તરંગ, સેના ઉપર દાગીના વગેરે પોતાનું મૂળ રૂપ ન છોડતાં બીજા જ સ્વરૂપે ભાસમાન થાય છે, તેને વિવર્તમ આ દષ્ટાંતમાંનાં કેટલાંક આભાસનાં તથા કેટલાંક કાર્ય કારણુમાવનાં છે. પરંતુ અંતિમ સિદ્ધાંતની દ્રષ્ટિએ તે બધે કાર્ય કારણુભાવ વિવરૂપ હેવાથી આ બધાં દષ્ટાંતેને અહીં એક સાથે આપ્યાં છે, તેથી અહીં પરિણમવાદ, અવિકૃત પરિણામવાદ તથા વિવર્તવાદની ચર્ચાને સ્થાન રહેતું નથી,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy