SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતદેહન ] આત્મરવરૂપને હણનારા તે લકે વારંવાર મરણને જ પામ્યા કરે છે. [૨] થયા બાદ પોતાનું સાચું સ્વરૂપ શું? પોતે કયાંથી ઉત્પન્ન થયો ? કોણે ઉત્પન્ન કર્યો? શા માટે ઉત્પન્ન કર્યો? ઇત્યાદિ જાણવા અર્થે તપ કરવાના ઉદેશથી મન સહિત સર્વ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયદિની સઘળી બાહ્યવૃત્તિઓનો સદંતર નિરોધ કર્યો. આમ જ્યારે તે મન સહિત તમામ ઇન્દ્રિયો પોતાના વિષયો અને વૃત્તિઓ સહિત પરબ્રહ્મ પરમાત્મવરૂપમાં નિરોધ કરવા માટે હદયાકાશમાં ધ્યાન કરીને સ્થિર ચિત્તવડે એકાગ્રતાથી બેડે હતો તે વખતે તેને પોતાના અંતઃકરણમાંથી (હૃદયાકાશમાંથી) સ્વાભાવિક રીતે જ સૂરણપામતો સ્વતઃસિદ્ધ ઉપન થતા શબ્દ સાંભળવામાં આવ્યો; તે જ સ્થલ ની પ્રથમ ઉત્પત્તિ સમજે. કોઈ પણ યોગાભ્યાસી, ઉપાસક કે ભક્ત મન સહિત તમામ ઇન્દ્રિયોને પોતપોતાના અંતરબાહ્ય વિષયે તથા વૃત્તિઓને પરાસ્ત કરી આત્માકાર શુ આને પ્રત્યક્ષ અનુભવ લઈ શકે છે, અને આ સ્વાભાવિક રીતે અનાયાસે ઉત્પન્ન થતો ને દિવ્ય ધ્વનિ તે પ્રત્યક્ષ પાંભળી શકે છે. તમામ ઉપાસકે, ભકતોને યોગના અભ્યાસીઓ આ પરબ્રહ્મરૂપ એવા ની ઉપાસના કરી કાળ, ગુણ, દ્રવ્ય, દેશ, કારક, ક્રિયા, કર્મ, કરણ ઇત્યાદિ અર્થાત આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક, આદિ સઘળાં દુ:ખોને નાશ કરનાર પાપને તથા મેલને જોઈ અંતઃકરણની શુદ્ધિ કરી લઈ છેવટે પરમપદની પ્રાપ્તિ કરી લે છે. અસ્તુ : કાર સર્વરૈલોક્યનું રહસ્ય છે. ઉપર કહેવામાં આવ્યું છે કે, બ્રહ્મદેવના હદયાકાશમાં તેને જે સ્વાભાવિક શબ્દ સંભળાયો તે જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ આ સ્કૂલ ની પ્રથમોત્પત્તિ છે. આમ શબ્દબ્રહ્મ જ આ રીતે સ્થૂલ સ્વરૂપે પ્રગટ થયેલું છે તેથી તેને જ શાસ્ત્રકારો શબ્દબ્રહ્મ તરીકે વર્ણવે છે. આ શબ્દબ્રહ્મ થકી “, “૩, “1” એ ત્રણ વર્ણવ યુક્ત એવો આ “3” અક્ષર (શબ્દ) વ્યવહારમાં ઉત્પન્ન થવા પામ્યો છે, પરંતુ વાસ્તવિક તેનું મૂળસ્થાન અવ્યકત અને અનિર્વચનીય હાઈ સ્વયંપ્રકાશિત છે. આ પ્રગટ રૂપે ભાસતું કારનું સ્વરૂપ શબ્દબ્રહ્મ તે અજ, અવ્યય, સર્વેશ્વર્ય સંપન્ન પર૩૫ પરમાત્માનું અપરસ્વરૂપ છે. મન સહિત શ્રોત્રેન્દ્રિયાદિ તમામ ઇન્દ્રિયોને પોતાના વિષય થકી પરાવૃત્ત કરી, કેવળ દ્રષ્ટાભાવમાં સ્થિત રહી, સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ આ નાદબ્રહ્મ સાંભળ્યા બાદ તે જ પરા, પર્યંતી, મયમાં અને વૈખરી એ ક્રમે વાણીરૂપે વ્યકત થવા પામેલું છે. આ શબ્દબ્રહ્મ અનિર્વચનીય એવા આત્માના અધિષ્ઠાનને લીધે જ સૌથી પ્રથમ વિરાટુ પુરુષના અંતઃકરણરૂપ આકાશમાં શબ્દ વનિ-ઘોષરૂપે પ્રાદુર્ભાવને પામે છે. સ્વયંપ્રકાશ અનિર્વચનીય અને અવ્યય એવા આ પરબ્રહ્મ પરમાત્માનો કાર એ વાચક શબ્દ વા સંજ્ઞા હેઈ ત્રિકાલાબાધિત સર્વવેદ, શ્રુતિ, ઉપનિષદે, વેદાંગ, ઉપાંગ, પુરાણોપપુરાણ ઇત્યાદિતમામ શાસ્ત્રોનું રહસ્ય છે. સર્વત્ર જ્યનું તે જ મૂળબીજ હાઈ પરમસુખ અને અખંડ શાંતિનું અંતસ્થાન છે. કારમાંથી પ્રગટેલો અક્ષર સમુચ્ચય આ કારના કાર, ડકાર અને નકાર, એવા ત્રણ વર્ષો થવા પામેલા છે. એ ત્રણ વર્ણો વડે ક્રમે સત્ત્વ, રજ અને તમોગુણ કફ, યજુ અને સામવેદ, ભુજઃ ભુવઃ અને સ્વ લેક તેમ જ જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણ અવરથા વગેરે ત્રણ ત્રણ ભાવોનું ધારણ થઈ શકે છે. આ કાર વડે જ અજ એવા બ્રહ્મદેવે બ્રહ્મરૂપ એવા અક્ષરની વિશિષ્ટ રચનાથી થનારું મહાસાગર સમું વિશાલ અને અફાટ એવા અક્ષર સમુચ્ચયરૂપ જે શબ્દશાસ્ત્ર તેની નિર્મિતિ કરેલી છે. આ અક્ષર સમુદાયમાં અંતસ્થ, કીષ્મા, સ્વર, સ્પર્શ, હસ્ત, દીર્ઘ, અનુદાત્ત, ઉદાત્ત વગેરે અનેક ભેદો અને પેટાભેદ છે (અધ્યાય ૮ શ્લોક ૧૧ જુએ). આ અક્ષર સમુચ્ચયને જ વ્યવહાર મળે પ્રગટ થયેલા વેદ કહેવામાં આવે છે. આ અક્ષર સમુચ્ચયરૂ૫ વેદની સહાયતાથી ભગવાન ચતુરાતન બ્રહ્મદેવે પિતાના માનસપુત્રો સનકુમાર, ઋષિ, મન્વાદિને પિતાના ચાર મુખવડે ચારે વેદ, (ભૂ, ભુવઃ સ્વઃ આદિ), વ્યાહતિ, અને કાર ભણાવ્યા. વેદસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનું યથાર્થ રીતે યજ્ઞાનુષ્ઠાન થવું; ભગવસ્વરૂપનું સાચું જ્ઞાન મેળવી અજ્ઞાની જીવો અખંડ સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકે; વેદાદિને ગૂઢાર્થ સમજી અજ્ઞાની છોને તે વડે થતાં પરમાત્માના યજ્ઞાનુષ્ઠાનનું સાચું રહસ્ય સારી રીતે સમજાય, એ તે (વે) ભણાવવામાં બ્રહ્મદેવને હેતુ હતો. બ્રહ્મદેવના પુત્રો પણ બ્રહ્મજ્ઞાની મહર્ષિઓ જ હતા તેથી તેઓએ પણ ઉપદેશક બની IT
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy