SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] તાતે હારિરિત છે જે રામનો જના: / ફેશ. [ ઉપાસનાકા કિર૦ ૭ હતા. તેઓ બધા પોતાની શ્રીબદરીનાથ, કેદારનાથ, બ્રીગંગોત્રી અને શ્રીજમનોત્રી એમ ચારે ધામોની યાત્રા પૂરું થવાથી મોટા આનંદમાં મહાલી રહ્યા હતા અને જાણે અમે એ જગતમાં બીજા બધાઓથી કાંઈ વિશેષ કરી બતાવ્યું ન હોય એવું તેમના મનમાં કિંચિત્ અભિમાન થયું હતું. આજ સુધી કોઈને ગર્વ ટો છે? તે ન્યાયાનુસાર આ ગર્વ છેડેક દૂર ગયા નથી એટલામાં તો પાછળથી એક આંધળો અને લંગડો એમ બે સાધુ આવતા બધાના જોવામાં આવ્યા. લંગડે સાધુ કાખમાં ઘેડી લાઈન આંધળાને દોરતે દેરતો જોરથી રસ્તે કાપી રહ્યો હતો. લંગડાની કાખમાં ઘેાડી હતી અને એક હાથમાં લાકડી હતી. તે લાકડીનો છેડે આંધળાના હાથમાં હતો અને તેઓ પાછળથી આવીને અમારા બધા કરતાં આગળ જવા લાગ્યા. તેમને મેં કુતૂહલથી પૂછયું: “મહાત્મા કહાંસે આવે?’ ઉતર: “શ્રીબદરીનારાયણસે આ રહે હૈ.' તેમને યોગ્ય સત્કાર કર્યો. પછી તેઓ પગપાળા કરતાં પણ ઝડપભેર આગળ વધી ગયા. તેમને બતાવીને પછી મેં સાથેના લોકોને કહ્યું કે, તમે મનમાં અભિમાન રાખતા હતા ખરું ને? પણ જુઓ, ભગવાને તમારા ગર્વનું તત્કાળ હર ગુ કર્યું. જોયું! આ આંધળા અને પાંગળા બે સાધુઓ કેઈપણ સાધન વગર અન્નક્ષેત્રમાંથી ભિક્ષા લઈને જાત્રા કરી આવ્યા, તો તેઓ કરતાં તમોએ શું મટી ધાડ મારી? તાત્પર્ય, જેના ઉપર ભગવત્કૃપા ઉતરે તેને માટે શું અશકય છે? તેમ હું કારણી ગયો ન હોઉ કિવા મને કાંઈ જ જંતરમંતરની ખબર પણ ભલે ન હોય અથવા મારામાં કોઈ પ્રકારની વિદ્વત્તા એ યોગ્યતા ભલે ન હોય, પરંતુ મને પ્રેરણા કરનાર સાક્ષાત ઈશ્વરની જ જ્યાં કૃપા હોય ત્યાં મારે શી ચિંતા? લોકોનો ઘણો આગ્રહ થવાથી તેમજ ભગવદ્ગીતાના અર્થ સંબંધમાં લોકોમાં પ્રસરેલી અજ્ઞાનતાનું નિવારણ થાય તથા ગમે તે અવસ્થામાં સહેલાઈથી આત્મસાક્ષાત્કાર કરી મનુષ્ય કાયમી સુખશાંતિ પ્રાપ્ત કરી શકે એટલા માટે કેવળ ભગવપ અને ઈશ્વરીય પ્રેરણાવશાત આ વિશાલ ગ્રંથ તૈયાર થયા છે. તેમાં મારે પોતાને અહંકાર રાખવા જેવું કંઈ છે જ નહિ. સિવાય આમાં લખેલી કોઈપણ બાબત અનુભવ વિનાની નથી. ટૂંકમાં એટલું જ જણાવીશ કે આ કાર્યની શરૂઆત કોઈ પણ પ્રકારને વિચાર નહિ હોવા છતાં અકસ્માત તાપી તટ ઉપર આવેલા શ્રીક્ષેત્ર સૂર્ય પર (સુરત) મુકામે અને જાણે આ કાર્યને માટે જ બાંધવામાં આવ્યું ન હોય તેવા સૂર્યસદન નામના એકાંત સ્થાનમાં ગત કલિ ૫૦૪૪, શાલ વાહન શકે ૧૮૬૫ સુભાનું નામ સંવત્સરે, સંવત્ ૧૯૯૯ના ચૈત્ર સુદ ૯ શ્રીરામજયંતિ પુછપ નક્ષત્ર બુધવારને રોજ થઈ અને તે ભાદ્રપદ વદિ ૧૧ શનિવારે સંપૂર્ણ થયું. તેમાં પણ પ્રવાસ વગેરેના અંગે દોઢ મહિનો કાર્ય બંધ હતું. એટલે ફક્ત ચાર મહિના જેટલી ટૂંકી અવધિમાં બીજા કેઈની મદદ સિવાય કેવળ એકલા હાથે જ આ ગીતાદેહનનું મહાન કાર્ય પૂરું થાય એ મારા જેવા પામરનું શું ગજું? વળી મંદબુદ્ધિવાળા હું કયાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતાદિ શાસ્ત્રારૂપ દેનનું કાર્ય કયાં? ઉપનિષદાદિ શાસ્ત્રોનો દોગ્ધા તો ગોપાલ જ હેય. [ આ કાર્ય ભગવાનનું હા તે ભગવાને પોતે જ કર્યું છે. એમાં મારું કાંઈ છે જ નહિ. હું ધારું છું કે જેઓ ભગવાનની કૃપાને પાત્ર હશે તેઓ જ આનો અભ્યાસ કરી તેમના સાક્ષાત્કારને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી શકશે. આની પ્રત્યક્ષ સાબિતી માટે ભગવાનને કડેલે ધાર ગાભ્યાસ કહું છું, તે પ્રમાણે ગ્રંથનો અભ્યાસ કરવાથી જિજ્ઞાસુઓ ભગવત સાક્ષાત્કાર કરી શકે. સ્થૂલ કારની પ્રથમેત્પત્તિ અંનિર્વચનીય, અવ્યય, અવ્યક્ત, નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર, નિરામય, પરબ્રહ્મ પરમાત્મસ્વરૂપ એવો આ કાર છે. તેનું મૂળ સ્વરૂપ આ પ્રમાણેનું હોઈ તે હંમેશા પોતાના અગોચર એરા આ શુદ્ધસ્વરૂપમાં જ સ્થિત હોય છે. આ દસ્પાદિરૂપે વાસ્તવિક નિકાર એવો તે પોતે જ પોતામાં પોતાવડે પાણીને તરંગની જેમ સગુણાદિ અનંતરૂપે થયો હોય એમ ભાયમાન થતો હોવા છતે પોતાના શુદ્ધસ્વરૂપમાંથી કદાપિ વ્યુત થતો નથી. એવા આ કારરૂ૫ ૫રમાત્માને પરઅપરસ્વરૂપને રવાનુભવ લઈ પરમપદમાં સ્થિત થયેલ સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ કે જે સગુણ આકૃતિરૂપે ભાસમાન થનારા અને સંક૯પથી ચૌદલોકવાળું સમષ્ટિ બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર, નિર્ગુણ પરમાત્માનો સૌથી પ્રથમ અંશ–અવંશ છે; તે આવંશરૂપ પુરુષે પોતાની ઉત્પત્તિ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy