SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] અને મનનો ગલીથો તૈના સાનુપૂર [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૮ પિતાની માફક પોતાના પુત્રો અને શિષ્યોને પઠનપાન કરાવી આ વેદોનો ઉપદેશ આપ્યો. આ મુજબ સત્યયુગથી પઠન પાઠનરૂપ પરંપરાવડે શિક્ષણનું વ્રત લેનારા શિષ્યો મારફતે પોતાના શિષ્યોને મળતાં મળતાં તે (શિક્ષણ) દ્વાપરયુગના આરંભમાં શ્રીમદ્ વ્યાસાચાર્યજીને મળ્યું. તેમણે ભાવિ કાળમાહાભ્યનો વિચાર કરી પરમાત્માની પ્રેરણાવડે વિદાદના વિભાગે, પુરાણાપપુરાણ તથા મહાભારતની રચના કરી તે જુદા જુદા શિષ્યોને ભણાવ્યું આ પ્રમાણે પરમાત્મસ્વરૂપ એવા આ કારમય પરમાત્મા, પરં પરાવડે વ્યવહારમાં સર્વત્ર પ્રકૃતિને પામેલાં છે. આ વાત તમામ શાસ્ત્રકાર પકારી પોકારીને કહી રહ્યા છે. આ મુજબ કારનું માહાભ્ય સમજાયા પછી સાક્ષાત્કાર કરવાની પદ્ધતિથી પણ ગ્રંથનો અભ્યાસ થઈ શકે છે, તે સારી રીતે સમજી શકાશે, તે રીત હવે સંક્ષેપમાં કહું છું. સાક્ષાત્કાર કરવાની પદ્ધતિથી ગ્રંથને અભ્યાસ કરવાની રીતિ | જિજ્ઞાસુએ પ્રથમ તે હાથ પગ ધોઈ શુદ્ધ મન વડે પિતાના જે ઈષ્ટ દેવતા હોય તેનું સ્થિર ચિત્ત વડે થોડો સમય એકાગ્રતાથી શરીરને હલાવ્યા વગર “3” રૂપે ધ્યાન કરવું, અર્થાત્ પિતાના ઈષ્ટદેવ “ૐ” રૂપ છે, એવા પ્રકારે તેનું ધ્યાન કરવું. આ કારનું ધ્યાન આંખો મીંચીને તે જાણે સામો લખ્યો હોય એમ દેખાય ત્યાંસુધી કરવું. સમય ન હોય તો દરરોજ નિયમિત રીતે થોડું થોડું કરવું. પછી જેમ કુવારામાંથી પાણીની ઝીણી ઝીણી ધારાઓ બહાર નીકળી ઉપર ઊંડે છે, તેમ આ માંથી પુસ્તકમાંના અક્ષરો ઊડી રહ્યા છે, એ નિશ્ચયપૂર્વક ખ્યાલ કરે પછી કુવારામાંથી ઊંડેલું પાણી ફરીથી જેમ કુંડમાંના પાણી સાથે મળી જાય છે, તેમ આ ભગવાનરૂપ છ કારમાંથી ઊડેલા કુવારાઓ ગ્રંથના અક્ષરરૂપે બહાર જવામાં આવ્યા અને ત્યાર પછી તે અક્ષરો ગ્રંથના અભ્યાસક (વાંચનાર)નાં નેત્ર દ્વારા તેના હૃદયમાં પ્રવેશી તેમાં સ્વરૂપે જે સૂકમભગવાન બિરાજેલા છે, તેમાં વળી પાછી એકરૂપ થઈ જાય છે. આ રીતે આ ગ્રંથ લખતી વખતે પ્રત્યક્ષ ધારણાભ્યાસને મેં અનુભવેલો ક્રમ ભગવાનની કૃપાથી સર્વ લોકેની જાણ માટે અત્રે આપવામાં આવે છે, કે જેથી “કૂલ વોરિ વાવાહg” એ ઉક્તિનો ખ્યાલ આવશે. જે તદ્દન નિ શંક થઈ આને અનુભવ લેશે તેને નિશ્ચિત ભગવાનનો સાક્ષાત્કાર થશે, એમ ફરીથી પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. જિજ્ઞાસુઓએ આનો અવશ્ય અનુભવ લેવો. ની ઉત્પત્તિ અને પ્રાકટય અનિર્વચનીય અને અવ્યય એવા બ્રહ્મસ્વરૂપમાંથી સૌથી પ્રથમ વિરાટરવરૂપ ભગવાનના હૃદયમાંથી “” કારરૂપ એકાક્ષર સ્કરે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે. ત્યાં તે અ યાને સૂક્ષ્મરૂપે હોય છે, પણ પછી જ્યારે આ પૂલ બ્રહ્માંડાદિની ઉત્પત્તિ થવા પામે છે ત્યારે તે આ પૂલ બ્રહ્માંડના આકાશાદિમાં છૂટ યાને સ્થૂલરૂપે પ્રકટે છે. તેની આ પ્રકટતા, પૃથ્વીમાંના જીવોની દષ્ટિએ તો સૂક્ષ્મ જ હોય છે, તેથી તે જ્યારે આ જગતમાં કોઈ પણ સાધન દ્વારા સ્કૂલરૂપે પ્રકટ થાય છે ત્યારે જ તેનું પ્રાકટય પરસ્પર એકબીજા જીવોના જાણવામાં આવી શકે છે. આ પ્રકટતા પણ પ્રથમ સૂમ એવી પરા, પશ્યન્તી, મધ્યમાં તથા છેવટે સ્થૂલ એવી વિખરી વાણી એમ ક્રમે થવા પામે છે. ખરી વાણીનું સ્વરૂપ આકારભેદ વડે જુદાજુદા અનંત પ્રકારે અનુભવમાં આવે છે. આથી પક્ષીઓની ભાષા, પશુઓની ભાષા, મનુષ્યોની ભાષા વગેરે બ્રહ્માંડમાં આવેલી અસંખ્ય યોનિઓ વા આકૃતિઓ એ બધાં સ્થૂલવાણી પ્રાકટચનાં સ્થાન હોવાથી આકૃતિવશાત તે અનંત પ્રકારે ભિન્ન ભિન્નરૂપે જગતમાં પ્રકટ થાય છે. આ મુજબ આ અક્ષરોને વિશાળ વિસ્તાર થઈ છેવટે તે જ વ્યષ્ટિએના હૃદયમાં અતઃકરણની પૂર્વે નિવાસ કરીને છરૂપે રહેલા ચૈતન્ય સ્વરૂપ ભગવાનમાં પાછા વિલીન થઈ જાય છે. આથી આ બધા અક્ષરો પણ વાસ્તવિક તો કરોળિયાની જાળની જેમ ભગવાનનું જ ૨૫ છે. નિર્વિકાર એવા ભગવાન પોતે જ પોતાની મેળે અને પોતાની ઇચ્છા વડે “' એવી વૃત્તિવડે સૌથી પ્રથમ વિરાટના અંતઃકરણમાં, બાદ સમષ્ટિ અને વ્યષ્ટિના અંતઃકરણમાં એ ક્રમે પ્રકટ થાય છે. આમ અંતઃકરણમાં વૃત્તિરૂપે તેનું પ્રથમ ઉત્થાન થવા પામે તે પૂર્વે તે પિતાના અસલ નિર્વિકાર બ્રહ્મ સ્વરૂપમાં જ હોય છે. એટલે જેમ પાણીનું હિમ (બરફ) થાય તેમ ભગવાન પોતે જ પ્રથમ “'રૂપે બને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy