SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] અસુર જેવા એ આંધળા લોકો સ્વસ્વરૂપના અજ્ઞાનથી આવૃત્ત બનેલા હોય છે. [ ૧૦ અસમર્થ છે, તો તેવાઓને માટે સંસારમાં રહીને જ તત્કાળ પરમાત્મદર્શન કરાવી આપનારો તદ્દન સીધો અને સરળ માર્ગ કયો? ત્યદ બાબતો સરળ અને ૨૫ષ્ટ રીતે સમજાય, તે ઉપરાંત સર્વ ભેદભાવો મિશ્યા હોઈ તમામ શાસ્ત્રોની એકવાકયતા શી રીતે સિદ્ધ થઈ શકે છે? શાસ્ત્રનો સાચો અર્થ શું? અંહિક અને પારમાર્થિક બંને પ્રકારને ઉત્કર્ષ કેવી રીતે સાધી શકાય, તેમ જ સાંખ્યયોગ, કર્મયોગ જ્ઞાન કે ભક્તિવેગ વગેરે માર્ગો ભિન્ન નથી પણ એક જ છે, ઇત્યાદિ દર્શાવવું એ આ ગ્રંથનું પ્રયોજન હોઈ આત્મોન્નતિ એ જ તેનો મુખ્ય વિષય છે. દુરાગ્રહી, હઠીલા અને મિથ્યાભિમાની પુરષોને સમજાવવા માટે તો જગતમાં કોઈ ઉપાય નથી; જે ઉપર કહ્યું છે. (જુઓ પાનું ૮, ૯) પરંતુ જેઓ વિવેકી, જિજ્ઞાસુ અને આત્મતિને ઇચ્છતા હોય, ભેડાઘણું શાસ્ત્રાભ્યાસી અથવા શાસ્ત્રનો સાચો હેતુ જાણવાની ઇચ્છા ધરાવતા હોય, તેવાઓને માટે તે આ ગ્રંથ પ્રકાશ જેમ અંધકારને તત્કાળ નાશ કરી નાખે છે તેમ તેના તમામ સંશયોને તત્કાળ છેદી નાખશે. વિચારશીલ તો પોતે જાતે વાંચી વિચારીને જ ધ્યેય પ્રાપ્ત કરી શાંતિને પ્રાપ્ત કરશે, કિવા વિદ્વાનોના મુખેથી સાંભળી ધીરે ધીરે વિચાર કરવામાં આવે તો પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. આત્મોન્નતિને ચાહનારા જિજ્ઞાસુઓ તે જેમ વ્યવહારમાં જમાખર્ચને હિસાબ દર મહિને મહિને અથવા વર્ષ આખરે તપાસવામાં આવે છે અને તેમાં નુકસાન થાય તો તે શા કારણથી થયું તેનું કારણું તપાસીને બીજી વખતે તેની ભૂલ થવા ન પામે તે માટે સાવચેતી રાખવામાં આવે છે, તે પ્રમાણે આપણે ઘણી વખત થયાં આટલાં બધાં જપ, તપ, ધ્યાન, દાન, યજ્ઞ વગેરે અનેકવિધ સત્કર્મો કરતાં હોવાં છતાં આપણને હજુ સુધી આત્મશાંતિ કેમ થતી નથી? તેનું કારણ શું હશે? આપણી ભૂલ કયાં થાય છે? તેનું કારણ તદ્દન નિરભિમાની થઈ મનમાં કોઈ ૫ણું પ્રકારને હઠાગ્રહ વા દુરાગ્રહ નહિ રાખતાં પોતે જ પોતાને નિત્યપ્રતિ તપાસતા રહેવું જોઈએ. તથા વ્યવહારમાં જેમ આપણું ઘણું મિત્રો અને બાંધવો હોવા છતાં ખરા સંકટ સમયે ઉપયોગમાં આવે એવા તો બે પાંચ જ નીકળે છે અને તેમની પરીક્ષા પણ પ્રસંગે ઉપસ્થિત થતાં જ થઈ જાય છે તથા તે પૈકી પણ છેવટે જેઓ તદ્દન સાચા હોય તેવા એકાદ બે હિતેચ્છુઓ જવલ્લે જ રહી જવા પામે છે, અને બાકીના બધા ખરી જાય છે અથવા તેઓનો ત્યાગ કરવો પડે છે; તેમ જે શાસ્ત્ર યુક્તિઓ વડે આત્મતત્વનો નિર્ણય કરી તેનું સાચું ભાન કરાવી આપતું હોય તેને જ ગ્રહણ કરવું; અને મહાનમાં મહાનનું રચેલું હોય પણ તે જે આત્મતત્વનો નિર્ણય કરાવી આપવારૂપ પુરુષાર્થનું સાચું ભાન કરી આત્મશાંતિ પ્રાપ્ત કરાવી આપનારું ન હોય તો તેને તત્કાળ તજી દેવું જોઈએ. બાળકનું વચન પણ યુક્તિવાળું અને ન્યાયને અનુસરીને ગ્ય એવું હોય તો તેને નિરભિમાનપણે સ્વીકાર કરો, પરંતુ ગમે તેવા મહાનનું વાક્ય યુતિ અને ન્યાય વિરૂદ્ધ હોય તો તેનો ત્યાગ કરવો. આત્મશાંતિ ઇરછતા બુદ્ધિમાનોએ તે ન્યાયને અનુસરનારા માર્ગનું જ અવલંબન કરવું જોઈએ. રાત્મોન્નતિ ચાહનારા કિવા પરમાત્માના દર્શનની ઈચ્છા ધરાવનાર બુદ્ધિમાનો અને તીવ્ર જિજ્ઞાસુઓને તો આ ગ્રંથ એક વખત વાંચવાની સાથે જ શાંતિ આપશે અને સામાન્ય જિજ્ઞાસુઓ માટે બે, ત્રણ કે તેથી વધુ વારના વાચનથી પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવી આપશે એવી પ્રતિજ્ઞા છે. આ સંબંધે વધુ લખવા કરતાં બુદ્ધિશાળી અભ્યાસકેને ગ્રંથનું વાચન કરવાથી જ તેની મહત્તા સમજાશે, કિરણાંશ ૭ मूकं करोति वाचालम् હું કાંઈ વિદ્વાન નથી, પંડિત નથી અથવા તો શાસ્ત્રનો અભ્યાસી પણ નથી. વળી હું કાંઈ કાશી જઈને ભો નથી કે મને સંસ્કૃતનો અભ્યાસ નથી. આ તો ભગવાનની માયા છે. તે ગમે તેને નિમિત્ત બનાવે છે. અર્જુનને નિમિત્ત બનાવી લોકકલ્યાણને માટે ગીતારૂપે જ્ઞાન પ્રગટાવ્યું. મૂળ વાત વાવાઝું ; રિક્ષ યા તમ જે ઘરમાન જાધવ | જેમના ઉપર પરમેશ્વરની કૃપાદૃષ્ટિ થાય તેને શાની મણું રહે? તે મૂકને વાચાલ કરે અને લંગડાને પહાડ ઉપર ચડાવે છે. આ વાત તો હિમાલયમાં પ્રત્યક્ષ જોવા મળે છે. એક પ્રસંગે હિમાલયની યાત્રામાંથી પાછા ફરતી વખતે મારી સાથે કેટલાક લેકે પણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy