SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪] ૩ ચમનિ જિગવેજીત સમા: [ ઉપાસના કાર્ડ કિર૦ ૫ ગુણાધાનભ્રાંતિમાં પડતા બે પ્રકારે (૨) ગુણાધાન ભ્રાંતિ: ગુણાધાન એટલે પોતામાં જે ન હોય તે ગુણને આરોપ કરી લઈ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન વા ઉદ્યમ કરવો તે. જેમ આ શરીર વાસ્તવિક લેહી, પરુ, મળ, મૂત્ર ઇત્યાદિ દુધથી ભરેલું હોવા છતાં તે સ્નાનાદિ વડે શુદ્ધ થાય છે કિંવા અત્તરાદિ સુગંધિ પદાર્થો લગાડવાથી સુગંધિત બને છે અથવા અલંકારો અને વસ્ત્રો વડે સુશોભિત દેખાય છે એમ માની તેવા પ્રયને કરવા, ઇત્યાદિને સમાવેશ ગુણાધાનમાં થાય છે, પરંતુ વસ્તુતઃ તો તે ભ્રાંતિ માત્ર જ છે. આ ગુણાધાન બ્રાંતિમાં પણ બે પ્રકારો પડે છે. (૧) લૌકિક અને (૨) વૈદિક વા શાસ્ત્રીય. લૌકિક ગુણાધાન: સુંદર શબ્દાદિ વદવા, લોકોને સારું લાગે એટલા માટે મધુરું અને મીઠું મીઠું બાલાવું ઇત્યાદિ લૌકિક ગુણધાન કહેવાય છે. ગાવામાં કે અધ્યયનાદિમાં કંઠ કોમળ અને મધુર થાય એટલા માટે લોકો દૂધ, સાકર, એલચી, વરિયાળી, દ્રાક્ષ વગેરે ખાય છે. આ સિવાય બીજા પણ અનેક ઉપાયો કરે છે. મલામય અને કોમળ અને સારું લોકે પુષ્ટિકારક ઔષધે તથા પુષ્ટિવર્ધક આહારાદિનું સેવન કરે છે: લાવણ્ય વા સુસ્વરૂપતા લાવવાને માટે કે તૈલાભંગ સ્નાનાદિ કરે છે તથા શરીરે પીઠી ચોળે છે કિંવા અત્તરાદિ લગાડે છે; વળી દેડની સુંદરતા માટે અમૂલ્ય વસ્ત્રો અને અલંકારો ધારણ કરે છે; સુગંધને માટે લેકે અનેકવિધ પુષ્પોની માળાએ પહેરે છે, તથા કેસર ચંદનાદિને આખા શરીરે લેપ પણ લગાડે છે; યાદિ પ્રકારના શરીરનું લાવણ્ય યા સુંદરતા વધારવાની દષ્ટિએ જે ઉપાયો મનુષ્યો કરે છે તે બધા ઉપચારોનો સમાવેશ લૌકિક ગુણાધાનમાં થાય છે. શાસ્ત્રીય ગુણાધાન : ગંગાદિ તીર્થોમાં સ્નાન કરવું, પૂજાદિ થયા બાદ દેવતાઓનું તીર્થ ગ્રહણ કરવું, ચરણામૃત લેવું, વગેરે દેહશુદ્ધિના ઉદ્દેશથી પાપક્ષાલનાથે કરવામાં આવતા શાસ્ત્રમાન્ય આચરણનો સમાવેશ શાસ્ત્રીય ગ" વાનમાં થાય છે. આ ગુણાધાનશ્રાંતિ સંબંધે ટૂંકમાં કહેવામાં આવ્યું; હવે દોષાપનયનભ્રાંતિ સંબંધમાં કહું છું. tષાપનયનભ્રાંતિ (૩) રેષાપનયનભ્રાંતિ: દોષાપનયન એટલે શરીરમાં રહેલા રોગાદિ કિવા મલાદિ બાહ્ય અને અંતર દેને દૂર કરવા તે. આ પાપનયન પણ (૧) લૌકિક અને (૨) વૈદિક કિવા શાસ્ત્રીય એમ બે પ્રકારનું છે. લૌકિક: શરીરમાં રહેલા રોગાદિ નષ્ટ થવાને માટે વૈદ્યશાસ્ત્રકારોએ કહેલી ઔષધિને ઉપયોગ કરવો અથવા સ્નાનાદિ કિવા મેં વાપણાદિ ઉપાય દ્વારા બાહ્ય મલાદિ દોષ દૂર કરવા પ્રયત્ન કરવ; ઇત્યાદિ પ્રકારે જે દોષાપનયન થાય છે તે લૌકક છે. - વેદિક: શૌચ એટલે મળશુદ્ધિ. એ બાતશુદ્ધિ હોઈ આચમનાદિ દ્વારા થતી શુદ્ધતા અંતરશુદ્ધિ કહેવાય; ઇત્યાદિ પ્રકારો એ વૈદિક કિંવા શાસ્ત્રીય દોષાપનયનના છે. આ બધાને દેહવાસનામાં જ સમાવેશ થાય છે તથા દેહવાસના એ તે અત્યંત મલિન છે. હવે દેલવાસનાને અત્યંત મલિન કેમ કહે છે, તેને વિચાર કરવો જરૂરી છે. દેહને આત્મા માનો એ પ્રમાણભૂન્ય છે દેહ એટલે જ “હું છું, એ મુજબ દેહને વિષે આત્મત્વ માનવું એ અવિચારનું લક્ષણ હોઈ તે તદ્દન પ્રમાણુન્ય છે. એટલે કે દેહ એટલે જ “હું” એ કઈ પણ પ્રમાણથી સિદ્ધ થઈ શકે તેમ નથી; જેથી એ આમ તમામ દુઃખના કારણરૂપ છે. પૂર્વના મહર્ષિ, અપરક્ષાનુભવી આચાર્યો અને સર્વે સપુરુષોએ તપશ્ચર્યાદિદ્વારા અતિ પ્રયત્નપૂર્વક સ્વાત્માનુભવ લઈ આ આત્મત્વને નિષેધ સિદ્ધ કર્યો છે. કેમ કે એ દેહવાસનારૂપ આત્મત્વ અત્યંત મલિન હેઈ તે અતિશય દુઃખરૂપ એવા પુનર્જન્મના કારણભૂત છે. આપણે અભિવભ્રાંતિનું મિથ્યાત્વ અને મલિનપણું સમજી શકયા. હવે ઉપર જે ગુણાધાનભ્રાંતિ સંબંધે કહેવામાં આવ્યું તેની મલિનતા સંબંધમાં સંક્ષેપમાં વિચાર કરીશું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy