SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1025
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬] બૈોડવાવશાલ પ્રોડબસ્થ: સનાતન: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીટ અ ૧૮/૭૮ કિંવા નિષ્ણાત પુરુષ જ પરબ્રહ્મને પામે છે એટલે પક્ષજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ અપરોક્ષજ્ઞાન કિવા સાક્ષાત્કાર થઈ શકે છે. ग्रन्थमभ्यस्य मेधावी ज्ञानविज्ञानत्त्वतः । पलालमिव धान्यार्थी त्यजेन्थमशेषतः ॥ (મમૃત વા ઘોઘનિષ) પ્રથાના અભ્યાસ વડે જ્ઞાન એટલે શબ્દબ્રહ્મ વા પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ બુદ્ધિ માટે તત્વને સારી રીતે સમજી લીધા બાદ વિજ્ઞાન એટલે અપરોક્ષજ્ઞાન વા સાક્ષાત્કારને માટે ધાન્યની ઇચ્છાવાળો જેમ છોતરાને ત્યાગ કરી દે છે, તેમ ગ્રંથોનો તદ્દન ત્યાગ કરી દેવો જોઈએ.. तमेव धीरो विज्ञाय प्रज्ञां कुर्वीत ब्राह्मणः । नानुध्यायादरच्छब्दावाचो विग्लापनं हि तदिति ॥ ( વૃ૦ ૩૧૦ ૧૦ ૪ ગ્રા૦ ૪ માત્ર ૨૧) ધીરપુરુષ જ જાણવાનું તે જાગી લઈ પ્રજ્ઞા સંપાદન કરે તથા ઘણુ શબ્દોનું ચિંતન ન કરે અર્થાત આત્માનું પરીક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ પછી તે શાબ્દિક જ્ઞાનનો પણ ત્યાગ કરે કેમ કે તે તે કેવળ વાણીનો મિયા પરિશ્રમ કરાવનારાં છે. મુંઝવણ મટાડવાનો ઉપાય જેમ કોઈ કહેશે કે, તમોને અઢળક સંપત્તિ, સુંદર સ્ત્રીઓ અને મોટું સામ્રાજ્ય વગેરે સધળું આપવામાં આવશે પરંતુ તે માટે તમારે કદી લઘુશંકા કે શૌચ જવું નહિ, એટલી એક જ શરત છે તે તે સર્વને ત્યાગ કર્યા સિવાય છૂટકે જ થતો નથી. એટલું જ નહિ પરંતુ ગમે તેવાં જરૂરી અને મહત્વનાં સઘળાં કામને પડતાં મૂકવાં પડે છે, તેમ તમને જગત પૈકીનો કેઈ પણ પ્રકારનો મોહ સિલક રહેવા પામ્યો ન હોય, ઉપર મુજબ જ્યારે તમારી ગમે તે ભોગે પરમાત્મપ્રાપ્તિ કિંવા આત્મસાક્ષાત્કારની તીવ્રતર ઇરછા થશે, ત્યારે તેને માટે એક ક્ષણ જેટલો વખત પણ લાગશે નહિ. જયારે તમારી બેયપ્રાપ્તિ માટેની અતિ તીવ્રતર જિજ્ઞાસા પેદા થયેલા હશે, કેવળ ૫રમાત્મપ્રાપ્તિ એ જ એક તમારું ધ્યેય બની ગયું હશે, સમગ્ર ઐયના રાજ્યનો પણ ત્યાગ કરવાની તમારી પૂર્ણ તૈયારી હશે, વિષયભોગની અસારતા સમજાઈ તેના પ્રત્યે તમો સંપૂર્ણ વૈરાગ્યશીલ બન્યા હશે; આટલું થયા છતાં પણ જે તમો ગુંચવણમાં પડ્યા હશો, સાચો માર્ગ નહિ જડવાને લીધે જે તમને અર્જાનની જેમ ખરેખરી મુંઝવણ ઉત્પન્ન થઈ હશે; જ્યારે તમે અર્જુનની માફક તદ્દન નિર્ગવ, નિરભિમાની બની સમર્પણની ભાવનાવાળા થયા હશો; તમો દુરાગ્રહથી તદ્દન રહિત બન્યા હશો; તમારું માનસ જીવનમરણના ફૂટ પ્રશ્ન સંબંધે વિચાર કરવા અસમર્થ બન્યું છે એમ તમને લાગે અને તમારી મારા પ્રત્યે પૂર્ણપણે એવી નિસીમ અને નિઃશંક શ્રદ્ધા થઈ હશે કે તમારી મુંઝવણ મારાથી જ અવશ્ય દૂર થઈ શકશે; તો તમારો એ મોહભ્રમ હું એક ક્ષણમાં મટાડી તમારી મુંઝવણ અવશ્ય દૂર કરીશ; એ વાત તમોને સત્યપ્રતિજ્ઞાથી કહું છું. મારે તો આવા નીતિવાનોનું જ કામ છે, બાધાઓનું નહિ, પરંતુ જ્યાં સુધી તમને આવી રીતની આત્મપ્રાપ્તિની તીવ્રતર જિજ્ઞાસ્ત ઉત્પન્ન થયેલી ન હોય ત્યાં સુધી તમારે માટે અને તમારે ખોટે વખત બગાડવાનો પ્રયત્ન કરવો નહિ જોઈએ. નિઃશંક અને સંપૂર્ણ શ્રદ્ધાયુક્ત તીવ્રતર જિજ્ઞાસા સિવાય અપાયેલ તત્ત્વબોધ કાચા પારાના જેમ વ્યર્થ નીવડશે એટલું જ નહિ પણ તમારું તે પગલું અવિચારી ગણાશે કેમકે તમો મારે તાપ સહન નહિ કરી શકે. એ ખાસ ધ્યાનમાં રાખશે. પટને ખાતર સર્વને ત્યાગ કરી પરદેશગમન કરવું પડે છે, શિક્ષણને માટે પણ માતા, પિતા અને સગાંસંબંધીઓને છોડવાં પડે છે, યુદ્ધની નોકરીમાં ફક્ત પેટને માટે નનની કુરબાની આપવી પડે છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy