SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ ગાતાદેવન] (તમ) આ સિવ (પણ) તેના વડે જ ભાયમાન થાય છે. [ ૮૯૫ જળકમળવત્ કેવી રીતે કહી શકાય છે. તથા પોતાનું આયુષ્ય સુખ, શાંતિ તથા પરોપકારત્તિમાં જ કેવી રીતે પસાર થઈ શકે તેનું સાચું રહસ્ય જાણવાની જે તમારામાં ખરેખર તીવ્ર જિજ્ઞાસા હોય તો હું તમને પ્રતિજ્ઞાથી કહું છું કે તેવી સ્થિતિ પ્રાપ્ત થવી એ તમારે માટે કાંઈ અશક્ય નથી, પરંતુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે તમારે ફક્ત ગ્રંથવાચનને જ ધ્યેય નહિ સમજવું જોઈએ; તે તો ફક્ત એક સાધન છે, એમ સમજી તેમાંનાં તત્તનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાને જે તમો પ્રયત્ન કરશો તો તમો તે બેયને જરૂર સાય કરી શકશે, એમ નિઃસંદેહ સમજે. તમારા આ યેયપ્રાપ્તિના કાર્યમાં કાંઈક અંશે મદદરૂપ થઈ શકાય એટલા પૂરતો જ સદગ્રંથોનો ઉપયોગ છે, આથી જ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ઋફ, યજુ, સામ, અને અથર્વવેદ, શિક્ષા, જ્યોતિષ, છંદ, નિરુકત, કલ્પ અને વ્યાકરણ એ છે વેદાંગો; ઉપનિષદાદિ, શ્રુતિસ્મૃતિ ઇત્યાદિ સઘળા સગ્રંથો તો ફકત આત્માના પરોક્ષજ્ઞાનમાં જ ઉપયોગી છે. આ બધા થકી અપરાવિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. તેની પ્રાપ્તિ થઈ એટલે તે કરતાં પણ ૫ર એવી પરા વિદ્યા તે અનુભવ વડે જ પ્રાપ્ત કરી શકાય છે. માટે તમે અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરે. જેમ પેટ ભરેલો મનુષ્ય ઉપવાસીઓને ગમે તેટલો બોધ આપે છતાં જવાં સુધી તેઓનું પેટ ભરાય નહિ ત્યાં સુધી તે નિરર્થક જ નીવડે છે; તથા પેટ ભરાયું કે નહિ તે તો ખાનાર પોતે જ જાણી શકે છે, બીજે નહિ; તેમ તમો પોતે જ પ્રત્યક્ષ આત્માનો સ્વાનુભવ કરો એટલે પેટ ભરીને જમેલાને ગમે તેટલું પંચપકવાન આપશે તે પણ તે ખાવાની કદાપિ ઇરછા કરશે નહિ, તેમ એક વખતે તમો આત્માનો સાક્ષકાર પ્રાપ્ત કરશો એટલે આ કરતાં વિશેષ જાણવાનું કાંઈક હશે એવો તમને કદી સ્વપ્નમાં પણ વિચાર આવશે નહિ, તમો હંમેશને માટે તપ્ત થશો અને કાયમી સુખશાંતિમાં મહાલી રહેશો, આમાં અનુભવ એ જ પ્રમાણ છે. તમે ત તે કાર્યમાં તમને મદદરૂપ થાય એવા સગ્રંથનો જ તમો નિત્ય અભ્યાસ કરો તથા અનુભવના માર્ગે વળે. તમારી પાસે હું આ જ ભિક્ષા માગું છું. તમોને તમારા અનુભવરૂપ મેયપ્રાપ્તિના માર્ગમાં એટલે અપરોક્ષજ્ઞાન અથવા સાક્ષાત્કાર કરવાના કામમાં જ મારા આ અને ઇતર ગ્રંથ મદદરૂપ નીવડે તે હું મારી મહેનત સફળ થઈ એમ સમજીશ, પરંતુ ધ્યાનમાં રાખો કે હું તમારી પાસેથી મંથકત્યય કરતાં અનભવ પ્રાપ્ત કરી લેવા રૂ૫ ભિક્ષાની જ અપેક્ષા ધરાવું છું. સદગ્રંથો તે તમોને પાલકની જેમ સાચા તત્વનું પરિક્ષજ્ઞાન જ કરાવી આપશે, પરંતુ ફક્ત તેના વડે કાંઈ ખરું સુખ અથવા કાયમી શાંતિ કદી પણ પ્રાપ્ત થવાની નથી. તેની પ્રાપ્તિ તો તમે જ્યારે સ્વતઃ અનુભવ કરો ત્યારે જ કરી શકશે.” આ વાત હું કાંઈ તમને નવી જ કહી રહ્યો છું, એમ સમજશો નહિ પરંતુ ઉપનિષદાદિમાં શાસ્ત્રકારો પણ પોકાર કરી કરીને એમ જ કહી રહ્યા છે. शब्दासरं परब्रह्म यस्मिाक्षीणे यदक्षरम् । तद्विद्वानक्षरं ध्यायेचदीच्छेच्छान्तिमात्मनः ॥ પરબત એ શબ્દદાથી પણ પર છે. આ સર્વનો નાશ થવા છતાં પણ જેને કદી નાશ થતો નથી, એવું તે અક્ષર છે. માટે જેને ખરેખર આત્મસંતની ઇચ્છા હોય તેણે તે નિરંતર અવિનાશી એવા એક બહાનું જ સતત ધ્યાન કરવું જોઈ એ. हे विये वेदितव्ये तु शब्दब्रह्म परं च यत् । शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति ॥ વિલા બે પ્રકારની છે. (૧) શબ્દબ્રહ્મ એટલે જેને પરિક્ષજ્ઞાન કહે છે તથા (૨) પરબ્રહ્મ એટલે અપરોક્ષાનુભવ. જેને શબ્દબ્રહ્મ એટલે આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે થવા પામેલું હોય છે તે કુશળ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy