SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન ] ઊંચા મૂળ અને નીચી શાખાવાળે આ અશ્વથ (વરતુતઃ) સનાતન (બ્રહ્મ) છે. [ ૯૯૭ વ્યવહારમાં આબરુ સાચવવાને અર્થે પણ લોકો મરણનું શરણું ગ્રહણ કરવાને તૈયાર હોય છે. આ રીતે વ્યવહારમાં આવી નજીવી અને નકામી બાબતે કે જે છેવટે સાવ મિથ્યા કરે છે તેને માટે પણ જે મરણપર્યતન-મોટે ત્યાગ કરવાને લોકો તૈયાર હોય છે તે પછી અત્યંત સુખના પરમાવધિ સમું આ આમપદ કે જે સર્વનું મૂળ અધિષ્ઠાન છે, મોડી યા વહેલી જેની પ્રાપ્તિ કર્યા સિવાય જીવોને છૂટકે જ થવાની નથી, તેવા પરમ પદની પ્રાપ્તિ માટે તુચ્છ અને પરિણામે નિરર્થક એવા આ કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર સહિત મિથ્યા અહેમમા ભાવોને જે વિલય યા ત્યાગ કરવો પડે તે એમાં તે મોટી શી વાત છે? તેને માટે ખાટાં બહાનાએ બતાવવા એ પોતાના કાયરતારૂપ છે; તેવાઓનું આમાં કામ નથી. જિજ્ઞાસુઓએ ખાસ ધ્યાનમાં રાખવું કે આત્મ પ્રાપ્ત તો પોતાના પુરુષાર્થ વડે જ સાધ્ય થઈ શકે છે, તે કોઈની પાસેથી ગુપ્ત શક્તિ દ્વારા પોતામાં પ્રવેશી જશે એવી ઇચ્છા વા યાચના કરવા થકી પ્રાપ્ત થવી કદી પણ શકય નથી. બીજાઓ રસ તૈયાર કરી આપે પણ ખાવાનું કાર્ય તો પોતે જ કરવું પડે છે તેમ આત્માનું પરોક્ષજ્ઞાન કેઇ પણ પ્રકારનો દુરાગ્રહ છોડી નિરભિમાન પણે નમ્રતા અને વિવેક સહ શ્રી ગુરુની સેવા કરી તેમની કૃપાથી જ પ્રાપ્ત કરી લેવું પડે છે, ત્યારબાદ તેઓ બતાવે તે ધરણે અંતરંગમાં તેનો દઢ અભ્યાસ કરી પુરુષાર્થ વડે અંતિમ ધ્યેય સાધ્ય કરી લેવું જોઈએ. I ૧ પરમાત્માપ્તિના સંબંધમાં મારે જે કાંઈ કહેવાનું હતું તે બધું મેં વખતોવખત પ્રવચનો, વ્યાખ્યાનો, સંવાદ, પ્રશ્નોત્તર અને શંકાસમાધાનરૂપે ચર્ચાઓ દ્વારા તેમ જ આ ગીતાદહન, દત્ત પરશુરામ તથા અન્ય પુસ્તકો દ્વારા પણ કહેલું છે. શાસ્ત્રકારો પણ એ જ પકારી પોકારીને કહી રહ્યા છે; પરંતુ જેઓ અવિવેકી પોતાને વિવેકી માની બેઠા છે, અહંકારથી ભરપૂર હોવા છતાં પોતાને અહંકારથી રહિત સમજે છે, વિષયોમાં અત્યંત આસકત હોવા છતાં પિતાને અનાસક્ત માને છે, બુદ્ધિહીન હોવા છતાં પોતાને મોટા બુદ્ધિમાન સમજે છે, કેવળ પિતાના સ્વાર્થ ખાતર જગતને વિનાશ કરી રહ્યા હોવા છતાં જગતના હિતેચ્છુ હોવાનો દાવો કરે છે, પારકી અને બાયલી જેવી બુદ્ધિ હોવા છતાં પોતે સ્વતંત્ર વિચારના છે એમ માને છે; એવા વાસ્તવિક દુરાગ્રહી, વિધ્યાભિમાની અને મૂઢો હોવા છતાં પણ વ્યવહારમાં દોઢડાહ્યા ગણાતા ખુશામતિયાઓને ગલાદેહનાદિ તો શું પરંતુ શ્રતિસ્મૃત્યાદિ સઘળાં શાસ્ત્ર સહ વૈકુંઠાધિપતિ વિષ્ણુ ભગવાન બ્રહ્મદેવ વા પ્રત્યક્ષ મહેશ્વર પોતે આવીને સાચું તત્તવ સમજાવે તો પણ તે બે ગદ્ધાને વાતની જેમ તદ્દન નિરર્થક જ છે. દે ગધા એક સદાચાર સંપન્ન બ્રાહ્મણ ગૃહસ્થ કાશીક્ષેત્રમાં જઈ વેદવેદાંગાદિ શાસ્ત્રસંપન્ન બનીને ઘણું ઘણું પ્રમાણપત્રો અને માનપાન મેળવીને પોતાને વતન નિવાસને માટે આવ્યા, ત્યાંના રાજા એ તેમની ધણી આગતાસ્વાગતા કરી અને તેમને મોટા માનની પદવી સાથે રાજગુરુ તરીકે અતિ આગ્રહથી પોતાની પાસે રાખ્યા. સદરહુ ગૃહસ્થ ધણુ ભલા અને અતિ વિદ્વાન હતા. તેઓ રાજાને દરરોજ સાંજે બે કલાક નીતિશાસ્ત્રાદિનો ઉપદેશ સારી રીતે આપતા હતા. રાજા તે બધું જાગું લક્ષ્ય પૂર્વક સાંભળતો હોય અને બધું તુરત જ સમજી જતો હોય એવો ભાવ પ્રદર્શિત કરતે આથી શાસ્ત્રીજીને ત્રણે જ આનંદ થતા. તેમણે વિચાર્યું કે આ રાજા ધાણે જ બુદ્ધિશાળી છે કેમ કે આટલું બધું ગહન તત્વ તે એક વખતના કહેવામાત્રથી વગર પ્રમને સારી રીતે સમજી શકે છે, તે હવે શ્રીમદભગવદગીતાનો ઉપદેશ આપી અનાસકત કર્મયોગી બનાવીએ. આમ પોતે અનાસક્ત છે કે નહિ એનો વિચાર નહિ કરતાં માત્ર રાજાને અનાસક્ત બનાવવાનો ઇરાદે સેવતા આ રાજગુરુ શાસ્ત્રીવયે તે વાત રાજાને કહી રાજાએ ઘણું જ આનંદથી તેમાં સંમતિ આપી. દરરોજ રાજસભાની વચમાં જ સાંભળવાની ઇચ્છા જણાવી કે જેથી તેનો લાભ બધાને મળે. રાજઆજ્ઞા અને રાજવ્યવસ્થા પછી શું પૂછવું? રાજગુરુએ ગીતા, ન્યાસ વગેરે કરી “ સનિષો ના સાધા નેપાનવન” એ શ્લોક ૫૦
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy