SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1006
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] (જ) નિત્યાનું પણ નિત્ય(રૂપે), ચેતનનું (પણ) ચેતનરૂપે, [ ૮૭૭ પણું આવી બુદ્ધિ નહિ રાખવી જોઈએ. કેમ કે કેઈઅતિ તીવ્ર અને કુશળ બુદ્ધિવાળાને જ અભ્યાસની અંક્ષા હોતી નથી, પરંતુ આ પ્રકારના બુદ્ધિશાળી બેના ઉદાહરણે તો મેટામેટા મહષિઓમાં પણ જનકાદિ જેવાં અને તે પણ પ્રથમ યુગમાં જ કવચિત મળી શકે છે. માટે અવિવેકી એવા સર્વસામાન્ય લોકોના હૃદયમાં તો આ દુર્બોધ આત્મતત્વ આટલું બધું વિસ્તારપૂર્વક કહેવા છતાં પણ ઠસી શકતું નથી. આથી મેં તને વારંવાર તે તત્ત્વ અનેક શાસ્ત્રયુક્તિઓ દ્વારા સમજાવ્યું છે, તે બુદ્ધિશાળી હોવાથી તે જરૂર તારા ધ્યાનમાં આવ્યું હશે જ ! આપણા બેના સંવાદરૂ૫ આ શાસ્ત્રનું નિષ્કામભાવે જેઓ વારંવાર આવર્તન (વાચન) કરશે, લાંબો સમય તેને જ અભ્યાસ કરવામાં આવે, તેનું જ શ્રવણ કિંવા કથા કરવામાં આવે તો તે ગમે તે અજ્ઞાની હશે તો પણ તે જરૂર તત્ત્વજ્ઞ બની તેને મારા સ્વરૂપમાં ઐકય થવા ૨૫ સાક્ષાત દર્શન થશે, પરંતુ જે મનુષ્ય હવે તેમાં શું જોવાનું છે કિંતા એક વખત જોઈ લીધું એમ કહીને દુર્લક્ષ્ય વડે મારી પ્રાપ્તિ કર્યા સિવાય જ જે તેને છોડી દેશે તે પાસે ચિંતામણી હોવા છતાં પણ જેમ કેઈ ભિક્ષા માગે તેમ તે અને બીજાં ગમે તેટલાં કાર્યો અને શાસ્ત્રોમાંથી ૫ણું કાંઈ લાભ થવાનો સંભવ નથી, એમ નિશ્ચયપૂર્વક જાણુ. આ શાસ્ત્ર આત્મજ્ઞાન કરાવી આપે છે આ આખ્યાન અતિ ઉત્તમ છે, વેદની પેઠે તેનું સદા અધ્યયન કરવું, વ્યાખ્યાન કરવું અને તેનું પૂજન કરવું કેમ કે તે પુરુષાર્થરૂપી ફળ આપનારું છે. જે ફળ વેદ વડે પ્રાપ્ત થાય છે તે જ આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્ર આત્મજ્ઞાન કરાવી આપનારું હાઈ પ્રત્યક્ષ મારી પ્રાપ્તિ કરાવી આપનાર છે. આ ન મળવાથી અને અધ્યયન કરવાથી તેનાં સર્વ કર્મો અને જ્ઞાન એ બંને પવિત્રતાને પ્રાપ્ત થઈ જાય છે અર્થાત તેની વૃત્તિ પછી બીજા કોઈ પણ અપવિત્ર કાર્ય તરફ થતી જ નથી. વળી આ શાસ્ત્ર વડે. વેદાંતનો તર્કશુદ્ધ સિદ્ધ થતા સિદ્ધાંત જણાઈ આવે છે, તેમ જ આખ્યાનદષ્ટિમાં પણ એ અતિ ઉત્તમ છે. મૂઢ પણ સાક્ષાત્કાર કરી શકે છે હે પાર્થ! હું તને આ બધા હદયમાંના સાચા ઉદગારો અંતરની સાચી દયાદ્રતાથી કહી રહ્યો છું. માયા વડે અથવા તો તને યુદ્ધમાં લગાડવાની ઇરછાથી કહેતો નથી. વળી તું પણું આ શાસ્ત્ર સાંભળવાથી આ સંસાર૩પી દશ્યસમૂહને મિથ્યા માયારૂપે સમજશે અને જેઓ આ શાસ્ત્રનું ભક્તિભાવ વડે અધ્યયન (પઠન-પાઠન) કરશે તેઓને પણ આ જમતાદિનું મિથ્થારૂપે સમજવામાં આવી મારા સાયા સ્વરૂપનું નાન અવશ્ય થશે. પ્રતિજ્ઞાપૂર્વક એમ ખાતરીથી જાણું કે આનું એક, બે કે પાંચ વખતે સારી રીતે વિચાર કરીને પઠન પાઠન કરવામાં આવશે તો તે ગમે તેવો અજ્ઞાની હશે તો પણ જ્ઞાનવાન થશે. વધારેમાં વધારે એકસો આઠ પારાયણ કરવામાં આવશે તે અત્યંત મૂઢ પણ સર્વ દુબેમાંથી મુક્ત થઈ મારા સ્વરૂપને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી શકશે અને સહસ્ત્ર પાઠ કરનારને ત્યાં હું બળિરાજાની જેમ દ્વારપાળ થઈ રહીશ. માટે જિજ્ઞાસુઓએ આને સારી રીતે અભ્યાસ કરવો. આ એક ઉત્તમ શાસ્ત્રને જાણવાથી બીજા કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન તો સહેજમાં પ્રાપ્ત કરી શકાય છે. મિથ્યાભિમાન વડે જે કુત્સિત અને અજ્ઞાની પુરુષ આનો અનાદર કરશે તે મનુષ્ય નહિ પરંતુ ખરેખર પત્થર જ છે એમ જાણુ. कविदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा । firpurનામોદ: શરદ પૂના છરા હે ધનંજય! તારે મેહ નષ્ટ થયું ? હે પાર્થ ! કેમ, તે આ બધું એકાગ્ર ચિત્ત વડે સાંભળ્યું ને? હે ધનંજયં! શું તારે અજ્ઞાનસંમેહ નષ્ટ થયું કે ? સારાંશ એ કે, હે પાર્થ! મેં તને અત્યાર સુધી જે કાંઈ પરમગુહ્ય એવું રહસ્ય કહ્યું તે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy