SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1005
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્થાનિસ્થાના પૈતનતનાના– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૮૭ર આ જ મારું ખરું પૂજન હે મહાબાહા ! જે આપણા બેના સંવાદરૂપ અને ધર્મરૂપ એવા આ શાસ્ત્રનું અધ્યયન કરશે, તે પુરુષના જ્ઞાનરૂ૫ યજ્ઞ વો હું પૂજાઉં છું, એવો મારો નિશ્ચય છે. સારાંશ કે, જે આપણું બેનો આ સંવાદરૂપ અને ધમરૂપ શાસ્ત્રનું નિષ્કામ ભાવે અધ્યયન એટલે પઠન પાઠન કરશે તો તે જ્ઞાનયજ્ઞ વડે “તત' રૂ૫ એવા મારું જ સાચું પૂજન કરી રહ્યો છે એમ માનું છું એટલે તેવા નિષ્કામ સેવાભાવી ભકતોની પાસે પૂજાનાં મોટાં મોટાં સાધનો નહિ હોવા છતાં પણ તે આ રીતે મારું જ પૂજન કરી રહ્યો છે એવા પ્રકારની મારી નિશ્ચિત મતિ છે. श्रद्धावाननस्यश्च शृणुयादपि यो नरः । લોપિયુ મારજોશાગાજુગારનુષ્યના www આ જ્ઞાન સાંભળનારની થતી ગતિ હે ધનુર્ધારી! જે પુરુષ શ્રદ્ધાવાન તથા અસૂયાથી રહિત થઈને કેવળ આને સાંભળે છે તે પણ મુક્ત થઈ પુણ્યકર્મ કરનારાઓના શુભલકને પામે છે. સારાંશ એ કે, જે પુસન ઉપેક્ષાબુદ્ધિ છોડીને, સંશયવિપર્યયથી રહિત થઈને, કેવળ શ્રદ્ધાયુક્ત અંતઃકરણ વડે કઈ પણ પ્રકારના લૌકિક અર્થની ભાવના રાખ્યા સિવાય નિષ્કામ ભાવ વડે કુત્સિતબુદ્ધિને ત્યાગ કરીને આ પરમગુહ્ય જ્ઞાનને કેવળ સાંભળશે તે તે પણ પુણ્યકર્મવાળા લોકે, મોટા મોટા યજ્ઞયાગાદિ કરીને જે સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે તે સ્થાનની પ્રાપ્તિ સહજમાં જ કરી. શકશે અને ત્યાંથી પછી ક્રમ મુક્તિને પામશે. તને વારંવાર પુનરુકિત કેમ કરી? હે અર્જુન ! વિચાર કરીને જે કે વ્યવહારમાં એક તૃણની રક્ષાને માટે પણ મેટો પ્રયત્ન કરવામાં આવે છે તે જાણે સ્વરૂપને ઢાંકી દેતું ન હોય એવા અવિદ્યારૂપ મિથ્યા ભ્રમાત્મક આવરણને કાઢવાને માટે જે તત્વજ્ઞાનરૂપ સાધન છે તે પ્રયત્ન અથવા અભ્યાસ વગર કેવી રીતે સિદ્ધ થાય ? હદયમાં રહેલી અનેક અધમ કામનાઓને જીતવામાં અસમર્થ એવું આ આખું જગત જે ઉત્તમ આત્મસ્થિતિ આગળ ઉપહાસના સ્થાનરૂપ છે તે વિજ્ઞાનમય ઉત્તમ સ્થિતિનો લાભ પ્રયત્ન વગર શી રીતે મળી શકે? આ રાજ્યખાદિ તે મનના એક અંકુર સમા છે, તે આત્મપદની આગળ શું હિસાબમાં છે? તત્વજ્ઞાન વડે થતી એક ઉત્તમ વિશ્રાંતિ આગળ ઈદ્રપદ પણ એક વાસના તણખલા જેવું અતિ તુચ્છ છે, તે પછી બીજાની તે શી વાત છે આ અજ્ઞાનરૂપી ગાઢ નિદ્રામાં સૂતેલા અને આ દયાદિ જ સત્ય છે એમ માની મૃગતૃષ્ણાની જેમ તેની પાછળ જ રચ્યાપચ્યા રહેનારા, કેવળ ભેગોમાં આસકત રહેલા અવિવેકી મનુષ્યો જેમ દસ્યને અતિ આસકિતથી જ જુએ છે તેમ શાંત એવા તરવજ્ઞ મહાત્માઓ દશ્યમાં કદી પણ આસક્તિ બાંધતા નથી. પ્રબોધને પામેલા તેઓ તે હંમેશાં સુષુપ્તિ જેવી અવસ્થામાં જ સ્થિત રહેલા હોય છે. તેમના થતા સર્વ વ્યવહારો સૂકા પાંદડાને વાયુ ક્યાં લઈ જાય ત્યાં તે જાય છે તેવા પ્રકારના જ હોય છે. અતિશય પ્રયત્ન વિના શ્રમ વડે ભાસનાર આ અવિવારૂપ મોહ નષ્ટ થઈ દુર્લભ એવા મોક્ષપદની પ્રાપ્તિ કદી પણ થતી નથી. મહાન અભ્યાસ વડે જ પરમપદરૂ૫ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ પ્રસંગ એવો તો કટોકટોનો છે કે તને કઈ પણ પ્રકારને અભ્યાસ કહેવામાં આવે તો તે કરવાને તને સમય પણ નથી, એટલા માટે મેં તારા અભ્યાસની અનાયાસે દઢતા થઈ જાય તેથી પુનકિતને બાધ નહિ ગણુતાં એક જ તત્વ વારંવાર યુકિતપ્રયુકિતધારા અનેક વખતે સમજાવ્યું છે. માટે આ તો એકની એક જ વાત કહી રહ્યા છે, એમ સમજીને તું તે પ્રત્યે અશ્રદ્ધાબુદ્ધિ રાખીશ નહિ અને આપણા સંવાદરૂ૫ આ શાસ્ત્રનું અધ્યયન કરનારાઓએ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy