SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] gો વજન યો વિષાતિ જમાના [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૦૩ બધુ તે એકામ ચિત્ત વડે સાંભળ્યું ને? આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે તથા અવિવેક વડે ઉત્પન થયેલ તારે મેહબ્રમ હવે નષ્ટ થયો કે? તને તારા સાચા ધર્મ અને કર્તવ્યનું ભાન આવ્યું કે આ પ્રમાણે બોલી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની વાગ્ધારાને બંધ કરી દીધી. अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादाम्मयाच्युत । स्थिताऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३॥ મારે મેહ નષ્ટ થાય છે ભગવાન શ્રીકૃષ્ણને ઉદ્દેશ જાણ લઈ અને કહ્યું છે અચુત! આપની કૃપાથી મારે મેહ નષ્ટ થયો છે. મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, હવે હું સંદેહરહિત અવસ્થામાં સ્થિત છું, આપનાં વચન પ્રમાણે કરીશ. સારાંશ એ કે, હે પ્રભો ! સ્વપ્નવત એવા આ મિથ્થા સંસારના અનર્થનું કારણ અને સમુદ્રની પેઠે કુસ્તર એ જે આ મોહરૂપી અંધકારનો મેં આશ્રય કર્યો હતો, તે આપની કૃપાથી સૂર્ય જેમ અંધકારને નાશ કરે તેમ એકદમ નષ્ટ થઈ ગયો છે. અજ્ઞાનને લીધે જેની વિસ્મૃતિ થવા પામેલી હતી તે મારા સાચા આત્મસ્વરૂપની મને હવે સ્મૃતિ પ્રાપ્ત થયેલી છે. વાસ્તવિક તો હું પ્રથમથી જ શુદ્ધ સ્વરૂપ હતો, છતાં આપે આપની માયા વડે મિથ્યા ભ્રમરૂપ બનાવી પાછો જાણે મને સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરાવી ન હોય તેવો વિજ્ઞાનરૂપ દીપક અર્પણ કર્યો છે. આ બધે આપની મિથ્યા માયાનો પ્રતાપ છે. તસ્માત આપના આ અત્યંત અનુગ્રહને જાણનારો કયો અધમ પુરુષ તેને છોડીને બીજાને શરણે જાય? હે કૃષ્ણ! આપની કૃપાથી મારે મેહ દૂર થયો છે. મને આત્મભાન થયું, સર્વ સંદેહે દૂર થયા છે અને હવે હું સ્વસ્થ થયો છું. હવે હું આપને કહેવા પ્રમાણે વત થયાગ. નિ. પૂ. સ. ૫૮–૧). હે ભગવાન! પારસ તે લોખંડનું સુવર્ણ બનાવે છે પરંતુ તેને પારસ બનાવી શકતો નથી, પરંતુ આપે તો મને અંતરબાહ્ય આપનાથી અંતરરહિત એવો આત્મસ્વરૂપ બનાવી દીધો છે તો એવો કયો અધમ પુરુષ હોય કે જે આપના વચનનું ઉલ્લંઘન કરી શકે? ખરેખર આપે આપની મિથ્યા માયા વડે ને મોહરૂપી રને પાશ પાથરી દીધો હતો તે આત્મજ્ઞાનરૂપ શાસ્ત્રના ઉપદેશ વડે આપે જ છેદી નાખ્યો છે. મને સાચા સ્વરૂપની સ્મૃતિ થયેલી છે અને હવે હું મારા સાચા ધર્મ અને કર્તવ્યને જાણી શકો છું. અરેરે ! આ કેટલો બધો આપની મિયા માયાનો મોહ છે, કે પોતાના સાચા સ્વરૂપને નહિ જાણતાં આ આખું જગત અહેમમાદિ ભાવ વડે દુખસાગર૨૫ ચક્કીમાં જ પિસાયા કરે છે છતાં આત્મસ્વરૂપ એવા આપને શરણે આવતા નથી. મારી સર્વ હૃદયમંથિઓ છેદાઈ ગઈ છે હે પ્રભો ! જ્યારે હદયમાંની તમામ મંથિઓ આ દેહમાં જ નાશ પામે છે ત્યારે તે ત્યાં જ અમર્યાં રોમ કહેવાય છે અને પછી તે અહીં એટલે દેહ હોવા છતાં પણ અમલૈં એવા અમૃતરૂપ બને છે, એ વેદનો તથા કૃતિઓને જે ઉદ્દેશ છે (કઠ૦ ઉ૫૦ ૨-૫-૧૫ જુઓ), તે હવે મને સારી રીતે સમજાય છે. આપની કપાથી હવે મારી તમામ હદયમંથિઓ છેદાઈ ગઈ છે. જ્યાં સુધી હદયમંથિઓ છૂટેલી હતી નથી ત્યાં સુધી ખરી સુખશાંતિ કદી પણ પ્રાપ્ત થતી નથી. આ હદયગ્રંથિઓ કરોડે છે તે સર્વ મોહ નામની દેરી વડે બંધાયેલી છે. સ્વસ્વરૂપનું અજ્ઞાન એ જ મેહરૂપી રજુ (દેરી) હેઈ તેના ઉપર વિપરીત મહાત્મક થયેલો ભ્રમરૂપ નિશ્ચય એ સાળી ગ્રંથિઓ કહેવાય. અજ્ઞાનતાને લીધે આ હદયગ્રંથિઓ કરોડો છે, તેમાં પ્રથમ તે દેહ એટલે જ આત્મા એવો નિશ્ચય એ સર્વ મંથિઓની પણ મહાન એવી મુખ્ય
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy