SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બાર સો શ્લોક સંભળાવ્યા. આ હતો જ્ઞાનરસનો આનંદ. જેમાં તન્મય થઈને વ્યક્તિ બધું જ ભૂલી જાય. “Knowledge is happiness." “જ્ઞાન પ્રસન્નતા આપનારું છે.” આ વ્યાખ્યા અંધ, મૂક અને બધિર પાશ્ચાત્ય મહિલા હેલન કેલરે કરી છે. શાનનું સૌથી વિશેષ મહત્ત્વ તો મનુષ્યની જીવનશુદ્ધિનું છે. માનવીના અંતરમાં વર્ષોથી કેટલાંય પાપનો ઘડો ભરાતો ગયો હોય, કેટલાંય વર્ષોથી અજ્ઞાનવશ ખરાબ કર્મ કરતા રહ્યા હોય, પરંતુ સમ્યકજ્ઞાનનું કિરણ સાંપડતાં જ, તે બધાને એ તત્કાળ ભસ્મ કરી દે છે. એટલે “શ્રીમદ્ ભગવદ્ગીતા'માં કહ્યું છે – નાનાનઃ સર્વમળ સ્પરશુરોગનુર ” “હે અર્જુન ! આ જ્ઞાન એક અગ્નિ છે, જે સમસ્ત કર્મોને ભસ્મ કરી દે છે.” એ શાને જ ગણધર ગૌતમસ્વામી જેવા કેવળજ્ઞાનરૂપી સમુદ્રના તટ પર આવેલા સાધકની અંદર છુપાયેલા ગુરમોહને એક સપાટે દૂર કર્યો અને કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળી ઊઠી ! એ જ્ઞાનથી મેઘકુમાર મુનિને દીક્ષા લેવાની પ્રથમ રાત્રિએ સાધુઓના પગનો આઘાત લાગવાથી થયેલી સંયમ તરફની અરુચિ અને ધૃણાને તત્કાળ મિટાવી દીધી અને તેમને આત્મસમર્પણના પથ પર આરૂઢ બનાવી દીધા. સમ્યકજ્ઞાનનો પ્રકાશ મેળવીને જ સંયતી રાજા જેવા શિકારીને પાપમાર્ગ છોડીને ત્યાગ અને સંયમના સુપથ પર આવવાની પ્રેરણા મળી. એટલે જ એક વિદ્વાને કહ્યું ૧. હેલન કેલર (જન્મ ૨૭ જૂન ૧૮૮૦ : મૃત્યુ ૧ જૂન ૧૯૬૮) વિશ્વના અંધજનો અને વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેને માર્ગ આપનાર સેવાભાવી સન્નારી હતાં. દોઢ વર્ષની વયે એમણે મગજ અને હોજરીની બીમારીને કારણે દૃષ્ટિ, શ્રવણશક્તિ અને વાચા ગુમાવ્યાં. સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો તેમજ મૂકબધિર અને અંધજનોના શિક્ષણ માટે પુસ્તકો અને લેખો લખીને લોકમત જાગ્રતા કર્યો. ભારત સહિત અનેક દેશોનો એમણે પ્રવાસ કર્યો હતો. ૧૮૪ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy