SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ “Knowledge is light." “જ્ઞાન એક પ્રકાશ છે.” સદ્જ્ઞાનનો પ્રકાશ મનુષ્યને તત્કાળ સન્માર્ગે લાવી શકે છે. હૃદયમાં શાનનો પ્રકાશ હોય, તો માર્ગ ભૂલેલો માનવી પણ એક દિવસ સુમાર્ગ પર આવ્યા વિના નહીં રહે, કારણ કે જ્ઞાનવાન આખરે પોતાના કલ્યાણ અને અલ્યાણને તરત પામી જાય છે, આથી જ કહ્યું છે, – “मानमेव बुधाः प्राहुः कर्मणां तपनात्तपः" જ્ઞાનને જ વિદ્વાનોએ કર્મોને તપાવવા-બાળવાને કારણે વાસ્તવિક તપ કહ્યું છે.” શાનવાનનાં લક્ષણ આમ તો શાનીનું કોઈ બાહ્ય ચિહ્ન હોતું નથી કે કોઈ વિશેષ અંગ કે અંગોમાં અન્યથી અંતર નથી હોતું, પરંતુ જ્ઞાનીના વ્યવહારથી અને પ્રવૃત્તિથી એની ઓળખ મળે છે. એક વિદ્વાને જ્ઞાનીનાં લક્ષણ આ પ્રકારે બતાવ્યાં છે – “ગોરાથ-વિરજિય, તમારા સર્વનાયિત્વે ! निर्लोभदाता भयशोकमुक्ता, ज्ञानीनराणां दशलक्षणानि ॥" જ્ઞાની પુરષોનાં આ દસ લક્ષણ છે. – જેનામાં (૧) અક્રોધ (૨) વૈરાગ્ય (૩) જિતેન્દ્રિયતા (૪) ક્ષમા (૫) દયા (૬) સર્વજનપ્રિયતા (૭) નિર્લોભતા (૮) દાન (૯) નિર્ભયતા (૧૦) શોકમુક્તતા – આ દસ ગુણ જોવામાં આવે તે સમ્યકજ્ઞાની કહેવાય છે.” વાસ્તવમાં સમ્યગુ આત્મજ્ઞાન મનુષ્યને એ જ્ઞાનની – વસ્તુની નજીક લાવે છે કે જેને જાણવાથી બધું જાણી લેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે – 'जे एगं जाणइ से सव्वं जाणई' “જે એક આત્માને જાણી લે છે તે બધાને જાણી લે છે.” “છાંદોગ્ય ઉપનિષદમાં દર્શાવ્યું છે કે એક ઋષિએ જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીને જોઈને કહ્યું હતું “બ્રહ્નવિવિ સૌમ્ય ! પ્રતિમાસ તે મુહમચ્છન્નમ્ ” “હે સૌમ્ય ! તારું મુખમંડળ બ્રહ્મજ્ઞાનીની જેમ ચમકી રહ્યું છે.' જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતાં તેની જ્યોતિથી મુખમંડળ ચમકવા લાગે છે. નમો નાણસ્સા $ ૧૮૫
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy