SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જાણી શકીએ એ જ્ઞાનશક્તિનો જ ચમત્કાર છે. આથી એક વિદ્વાને કહ્યું છે, “Knowledge is power." જ્ઞાન શક્તિ છે.'' ગજસુકુમાર મુનિના માથા પર ધગધગતા અંગારા રાખવામાં આવ્યા, તેમ છતાં તેમના મુખ પર દુઃખની કોઈ રેખા દેખાઈ નહીં અને વળી સોમલ બ્રાહ્મણ પ્રત્યે દ્વેષ કે રોષ થયો નહીં. સમભાવથી ભયંકર કષ્ટને સહન કરવાની શક્તિ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ હતી ! જ્ઞાનની પ્રાપ્તિથી માનવીને અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે. આ આનંદાનુભવની ક્ષણોમાં એ ભૂખ-તરસ, કષ્ટ, થાક, ઠંડી-ગરમી-સઘળું ભૂલી જાય છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી હતી, તે સમયે તેઓ પોતાના શરીર, ભૂખ-તરસ વગેરે તમામને ભૂલીને આત્મજ્ઞાનના આનંદમાં તન્મય થઈ જતા હતા. આ જ જ્ઞાનનો પ્રતાપ હતો. આવા સુખનું સર્જન કરવાનું અદ્ભુત સામર્થ્ય જ્ઞાનમાં છે. આ સુખ આંતરિક છે, સહજ અને સ્વાધીન છે. દુનિયાદારીનાં સુખ આ સુખની સામે તુચ્છ છે. ઉપાધ્યાય યશોવિજયજી અને વિનયવિજયજી કાશીમાં સંસ્કૃતના પંડિતજી પાસે ભણતા હતા. એ પંડિતજી પાસે ન્યાયશાસ્ત્રનો એક બહુમૂલ્ય ગ્રંથ હતો. એ બંનેએ આગ્રહભેર માગણી કરવા છતાં પણ પંડિતજી બાર સો શ્લોકોનો એ ગ્રંથ કોઈને બતાવતા ન હતા. એક દિવસ પંડિતજીને કામસર બાજુના કોઈ ગામડામાં જવાનું થયું. તેઓ સવારે પાછા ફરવાના હતા. આ તક જોઈને બંને પંડિતાણી પાસે આવ્યા અને તે ગ્રંથ જોવાની નમ્રતાપૂર્વક વિનંતી કરી. પંડિતાણીએ પ્રસન્ન થઈને તેમને એ ગ્રંથ રાતભર જોવા માટે આપ્યો. બંનેને એ ગ્રંથનો જ્ઞાનરસ એટલો સુખરૂપ લાગ્યો કે ઊંઘ, થાક કે આરામને ભૂલીને એક જ રાતમાં ઉપાધ્યાય યશોવિજયજીએ સાતસો શ્લોક અને વિનયવિજયજીએ પાંચસો શ્લોક કંઠસ્થ કરી લીધા. સવારે પંડિતજી આવ્યા, તે પહેલાં એ ગ્રંથ પંડિતાણીને સોંપીને પેટીમાં મુકાવી દીધો. બંનેએ પંડિતજીને પોતાના કાર્યની વાત કરી અને કંઠસ્થ કરેલા નમો નાણસ્સ ૧૮૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy