SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત D ૧૦૭ તરીકેનું વિલક્ષણ અને મજબૂત કાઠું નિપજાવ્યું હતું. “કૌમુદી'એક નમૂનેદાર સાહિત્યસામયિક રૂપે વિકસ્યું કેમકે લેખક તેમજ સંપાદક તરીકે નિષ્ઠાપૂર્વકનો ઘણો પરિશ્રમ તથા સાહિત્ય અને સાહિત્ય-સામયિક માટેના ઊંચા તેમજ તીવ્રતમ આગ્રહો એના કેન્દ્રમાં હતા. ‘નવાની નેકી અને જૂના સામે બંડ'ની એમની નિર્ભીક-સ્પષ્ટ પત્રકારનીતિએ સાહિત્યિક વાતાવરણને વેગીલી સક્રિયતા ને જીવંતતા બહ્યાં હતાં. પારાવાર આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને પણ એમણે “કૌમુદી-“માનસી” દ્વારા લગભગ સાડાત્રણ દાયકા સુધી, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની એક તેજસ્વી લાક્ષણિક રેખા આંકી. મુનશીએ એક વાર ઉમાશંકર જોશીને કહેલું – “કોઈ એવું સામયિક કાઢોને... એય ને બસ વાંચ્યા જ કરીએ !” ત્યારે ઉમાશંકરે એમને “કૌમુદી' ચીંધેલું ! રવિશંકર રાવળ તો “વીસમી સદી' સાથે સંકળાયેલા હતા જ. બચુભાઈ રાવતને એ સામયિકમાં જોડાવા માટે બોલાવવા એ વિચારતા હતા ત્યાં જ હાજીમહંમદના અવસાનથી “વીસમી સદી' બંધ થયું પણ રવિશંકર રાવળનો, કલા-સાહિત્ય અને જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોને રસપ્રદ રીતે રજૂ કરવાનો સંકલ્પ “કુમાર' (૧૯૨૨) દ્વારા ચરિતાર્થ થયો ને દૃષ્ટિવંત સંપાદક બચુભાઈ રાવતની સૂઝ અને ઝીણવટથી એ સમૃદ્ધ થયો. ચિત્રકળા, સાહિત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય, નાટક એવી કળાઓથી આરંભીને ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, રમતજગત એવાએવા અનેક વિષયોની અધિકૃત છતાં રસપ્રદ વૈવિધ્યવાળી સામગ્રી દ્વારા કુમારે' આવતીકાલના નાગરિકોનાં રુચિ-સંસ્કારના ઘડતરનું કામ કૌશલપૂર્વક કર્યું. મુદ્રણ અને નિર્માણની કરકસરપૂર્વકની સુઘડતા-કલાત્મકતા એનો વિશેષ રહ્યો. એનો કોઈ પણ અંક, આજેય એટલો જ રસપ્રદ ને સ્કૂર્તિદાયક બની શકે એમ છે. બચુભાઈ રાવતના અવસાન પછી થોડોક સમય બંધ પડેલા “કુમારને ધીરુભાઈ પરીખના તંત્રીપદે ફરી ચાલુ કરવામાં આવ્યું છે. પંડિતયુગીન સામયિકો જેવી પ્રશિષ્ટતા ધરાવતું રામનારાયણ પાઠકનું પ્રસ્થાન' (૧૯૨૬) એની નીવડેલી પ્રયોગશીલતાથી આગવી વિશેષતા ધરાવતું બનેલું. “મૉડર્ન રિવ્યુને આદર્શ (મોડેલ) તરીકે સ્વીકારીને વ્યાપક પ્રશ્નોને એણે હાથ ધર્યા હતા. તેમ છતાં સાહિત્ય એના કેન્દ્રમાં રહ્યું હતું. રામનારાયણ પાઠક ('દ્વિરેફ')ની પ્રયોગલક્ષી વાર્તાઓ એમાં જ પ્રગટેલી તેમજ વિવેચક રામનારાયણ અને રસિકલાલ પરીખના અભ્યાસલેખોથી એ સમૃદ્ધ થયેલું. નવી પેઢીના લેખકોની તેજસ્વિતાને માટે પણ ‘પ્રસ્થાન' પ્રેરક બનતું રહેલું સ્વાતંત્ર્યોત્તર સમયનાં સામયિકો દૃષ્ટિકોણ અને વલણોનું વૈવિધ્ય પંડિતયુગ સાથે પૂર્વ-અનુસંધાને રાખીને ‘વસંત' ગાંધીયુગીન સાક્ષરી પરંપરા અને વ્યાપક વિચારલક્ષિતા સુધી વિસ્તર્યું એ જ રીતે ૧૯૪૭માં આરંભાયેલું સંસ્કૃતિ'
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy