SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ | સાહિત્યિક પત્રકારત્વ સાહિત્ય અને સંસ્કૃતિના વ્યાપક ફલક પર, પ્રશિષ્ટતા સાથે અનુસંધિત રહીને એ પછી બદલાતાં રહેલાં યુગપરિબળો સાથે – અદ્યતન સાહિત્ય-સમય સાથે – પણ મોકળાશથી છતાં ઉત્તમના આગ્રહપૂર્વક પ્રવર્તતું રહેલું એક પ્રમુખ સામયિક બન્યું. અગ્રણી સાહિત્યકાર અને સંપાદક તરીકેની ઉમાશંકર જોશીની શ્રદ્ધેયતાએ પણ બદલાતી પેઢીઓના તેજસ્વી સાહિત્યકારો-વિચારકોને “સંસ્કૃતિ સાથે જોડેલા રાખ્યા. એના ૪૦૦ ઉપરાંત અંકો તથા “વિવેચન વિશેષાંક”, “શેસ્પિયર વિશેષાંક”, “કાવ્યાયન', “સર્જકની આંતરકથા', પ્રતિભા અને પ્રતિભાવ' નામના ઉત્તમ સંચયગ્રંથોનું રૂપ પામેલા) વિશેષાંકો એની સાહેદી પૂરે છે. છેલ્લા, પૂર્ણાહુતિ વિશેષાંક'- માંની, “સંસ્કૃતિ વિદાય માગે છે” નામની નિવેદન-કેફિયત, વ્યાપકભાવે પણ આપણી સામયિક-પ્રવૃત્તિ વિશે માર્મિક નિરીક્ષણો આપતો એક મૂલ્યવાન લેખ બની રહે છે. ૧૯૫૦માં આરંભાયેલું મિલાપ' ઉત્તમ વાચનના દોહનનું આપણું એક નમૂનેદાર ડાયજેસ્ટ-સામયિક હતું. બહોળા વર્ગની વાચનરુચિને પ્રેરવા-કેળવવાની એના સંપાદક મહેન્દ્ર મેઘાણીની શક્તિ આ સામયિક દ્વારા પ્રગટી-વિકસી હતી ને એ અનેક ઉપયોગી સંપાદન-પુસ્તિકાઓ સુધી વિસ્તરી હતી. ૨૮ વર્ષ ચલાવીને ‘મિલાપને એમણે સમેટું એ પછી પણ એમની આ ઉપયોગી દોહન-સંપાદનપ્રવૃત્તિ ચાલુ જ છે. સાતમા દાયકાનો આરંભ વિભિન્ન દૃષ્ટિકોણવાળાં નોંધપાત્ર સામયિકોનો હતો. સૌથી મોટું ને મહત્ત્વનું સ્થિત્યંતર ‘ક્ષિતિજ' દ્વારા આરંભાયું. ભૂદાનપ્રવૃત્તિ અને વ્યાપક જીવનવિચાર વિશે, ૧૯૫૯માં પ્રબોધ ચોક્સીએ આરંભેલું આ સામયિક ૧૯૬૧માં સુરેશ જોશી હાથમાં લે છે ને એને અદ્યતન સાહિત્યની આબોહવા ઊભી કરવામાં પ્રયોજે છે. પશ્ચિમી સાહિત્યસર્જન અને સાહિત્યવિચાર અનુવાદો-દોહનોવિવેચનલેખો દ્વારા એમાં આવિષ્કાર પામે છે ને રૂઢ સાહિત્યપ્રણાલીઓની સામે ચિકિત્સાપૂર્વકના ઊહાપોહનું વાતાવરણ સર્જે છે. ગુજરાતી સર્જન-વિવેચનની અદ્યતન કૃતિઓ પણ એમાં પ્રકાશિત થવા લાગે છે. ગુજરાતીમાં અદ્યતનતાના પ્રસારણમાં એ મહત્ત્વનું પરિબળ બને છે. ‘ક્ષિતિજ'માં વિદ્રોહની સાથે સંગીનતા હતી. એ જ ગાળામાં “રે' મઠ દ્વારા આરંભાતા “રે” અને એ પછી “કૃતિ' (મુદ્રાલેખ – “કૃતિ, સંસ્કૃતિ નહીં')માં આક્રમક ઉચ્છેદકતા હતી જેમાં “સંસ્કૃતિ', “કુમાર” જેવાં પ્રશિષ્ટ સામયિકોની સાથે ક્ષિતિજ'નો પણ જાણે કે નિષેધ હતો. ૧૯૬૭ સુધી ચાલેલું “ક્ષિતિજ' સામયિક “ઊહાપોહ', ‘એતદ્' આદિ સુરેશ જોશીપ્રેરિત સામયિકોમાં અનુસંધાન પામતું રહ્યું પણ “૨', ‘કૃતિ', સંદર્ભ' આદિ સામયિકો અદ્યતનતાના વાવાઝોડાની જેમ આવીને, જીર્ણ-રૂઢને
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy