SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] સાહિત્યિક પત્રકારત્વ કરેલાં હોય, કલકત્તામાં તૈયાર થતું એનું બહુરંગી મુખપૃષ્ઠ પણ નીવડેલા ચિત્રકારનું રહેતું. સાહિત્યની ગુણવત્તાનું કે રુચિનું ધોરણ નીચે ઉતાર્યા વિનાની સાચી લોકપ્રિયતા બલકે લોકલક્ષિતા એના સંપાદક હાજીમહંમદ અલારખિયા શિવજીનું ધ્યેય હતું. એ ધ્યેય પાર પાડવા એમણે ઉત્તમ લેખકો પાસેથી જહેમતપૂર્વક લખાણો કઢાવ્યાં, મુદ્રણ આદિની ઉત્તમ વ્યવસ્થા નિપજાવી, ખર્ચ કરવામાં ખુવાર થઈ જવા સુધી પાછું વળીને ન જોયું. પરિણામે “વીસમી સદી” હાજીમહંમદના અકાળ અવસાન સાથે અકાળે જ બંધ પડ્યું. પરંતુ એ ચાર વર્ષમાં એણે સાહિત્યિક પત્રકારત્વનો એક નવો ચહેરો ઉપસાવ્યો. “વીસમી સદી'નું અધૂરું કામ બે સામયિકોએ જુદી જુદી રીતે ઉપાડી લીધું– ગુજરાત' (૧૯૨૨) દ્વારા મુનશીએ અને “કુમાર' (૧૯૨૪) દ્વારા રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે. આ દરમ્યાનમાં આરંભાયેલા એક સામયિકનો નિર્દેશ કરવો અનિવાર્ય છે. મટુભાઈ કાંટાવાળાએ “વીસમી સદીની પહેલાં, “સાહિત્ય' (૧૯૧૩) શરૂ કરેલું એ વિહંદુ-પરંપરાની રીતે ‘વસંત'ના કુળનું હતું પણ ભાષામાં સરળતા અને સાદગીથી એ વધુ લોકલક્ષી બન્યું હતું. પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના પ્રગટીકરણનો પણ એનો, શરૂઆતથી જ, એક આશય હતો જે પછી પ્રેમાનંદના નાટકોના વિવાદ સુધી પ્રસર્યો. આ તરકટના પ્રતિવાદરૂપે પણ ‘વસંત”, “બુદ્ધિપ્રકાશ', “સમાલોચક”, “ગુજરાત”, કૌમુદી' આદિ સામયિકો સક્રિય થયેલાં અને એ સમયખંડ સાહિત્યિક ઊહાપોહની રીતે નોંધપાત્ર બનેલો. મુનશીના અસ્મિતાલક્ષી દૃષ્ટિકોણે અને પંડિતયુગીન શુષ્કતા સામે રસિકતા અને જીવંતતાના વલણે ગુજરાતને એક લાક્ષણિક સામયિક બનાવ્યું. ચેતન'(૧૯૨૦)માં બટુભાઈ ઉમરવાડિયા સાથે જોડાઈને નવયુવક વિજયરાય વૈદ્ય રમણભાઈ નીલકંઠના પરિષદ-વ્યાખ્યાનની જે નિર્ભીક અને સંગીન સમીક્ષા કરેલી એમાં દેખાયેલી એમની સાહિત્યિક પત્રકારની શક્તિથી આકર્ષાઈને મુનશીએ વિજયરાયને પોતાની સાથે જોડ્યા એથી પણ “ગુજરાત” વધુ સમૃદ્ધ થયું. પરંતુ વિજયરાય કોઈની સાથે કે કોઈની મુખ્યતા હેઠળ કામ કરવાને બદલે અલાયદું સામયિક ઊભું કરવાનો સ્વતંત્ર મિજાજ ધરાવતા હતા એણે શુદ્ધ સાહિત્યિક પત્રકારત્વની દિશા ખોલી – “કૌમુદી' (૧૯૨૪) અને માનસી (૧૯૩૫) વારા. આ દરમ્યાનમાં. “ગુજરાતની સાથે જ આરંભાયેલું “નવચંતન' (૧૯૨૨) ચાંપશી ઉદેશીની લાક્ષણિક પત્રકાર-દૃષ્ટિથી નોંધપાત્ર તો બનેલું પરંતુ મુખ્ય પ્રવાહમાં એ અગ્રણી ન બની શક્યું. અલબત્ત એ સાતત્યપૂર્વક ચાલ્યું, આજ સુધી ચાલતું રહ્યું છે. ખંત, સૂઝ અને યુયુત્સા-વૃત્તિએ વિજયરાય વૈદ્યનું એક સાહિત્યિક પત્રકાર
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy