SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ વસ્તુ સાચી છે કે ખોટી એ નિર્ણય કરવા માટે એમ કહ્યું છે–પહેલાં જ્ઞ-પરિણાથી એને એ યોગ્ય રીતે જાણે અને ત્યજવા યોગ્ય લાગે તે પ્રત્યાખ્યાન પરિણાથી એને ત્યાગ કરે.” આ પ્રવચનમાં પ્રાચીન વિચારોનું યથાર્થ મૂલ્યાંકન અને નવીન વિચારધારાઓની ઉચિત પરીક્ષા જોવા મળે છે. મહાન સમન્વયવાદી, દેશદ્ધારક યુગદ્રષ્ટા, લેકકલ્યાણ અને આત્મકલ્યાણ વચ્ચે એકરૂપતા સ્થાપનાર તેમજ પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ વચ્ચે સમન્વય સાધી આપનાર એક સાધુજીવનનાં દર્શન થાય છે. જીવનમાં ત્યાગ અને અનાસક્તિ, વિચારમાં ગહનતા અને પરિપક્વતા, કાર્યમાં દઢતા અને આત્મવિશ્વાસ જોવા મળે છે. સમયદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ વર્તમાનની ધરતી પર ઊભા રહીને ભવિષ્ય પર દષ્ટિ ઠેરવી, એક-એક ડગભરીને આવતી કાલને આંબવાને પ્રયાસ કર્યો છે અને તેઓ પિતાની મંઝિલને દર્શાવતાં કહે છે : હું વીતરાગના પથને મારી યાત્રી છું. યાત્રાને અંત એનાં ચરણમાં આવશે.” સમયદશી આચાર્યશ્રીનું જીવન એટલે અનેકાન્તનું જીવતું જાગતું દષ્ટાંત. એમની વાણી વ્યાપતાને સ્પર્શે છે, એમનું લેખન સર્વ મમાંથી સમન્વયનું સારતત્વ શોધી કાઢે છે. એમનાં કાર્યો જોઈએ તે ખ્યાલ આવશે કે એમણે અનેકાન્ત દષ્ટિએ મેળવેલી વ્યાપકતાથી વ્યક્તિ અને સંધના કલહે દૂર કરવા સફળ પ્રયાસ કર્યા. ધમ જોડનારું પરિબળ છે, તેડનારું પરિબળ નહિ-એ હકીકત એમના જીવનકાર્યથી પ્રગટ થઈ. આત્મસંન્યાસ, જ્ઞાનપ્રચાર અને શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ –એ ત્રણ લક્ષની સાધનામાં જીવનની પળેપળને ઉપયોગ કર્યો. એમના આ પ્રવચનમાં એક બાજુ દાન, શીલ, તપ અને ભાવને જીવનમાં ઉતારીને આત્માને ઉજજ્વળ બના
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy