SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરની વાણી કેટલી સહજ હાય છે એના ખ્યાલ તા આ પ્રવચનેાની સરળતા અને પ્રાસાદિકતા પરથી આવશે. સ`જનસમૂહના હૃદયને સીધી ચાટ કરે તેવી આ વાણી છે. એમાં ભાષાની કાઈ ખાટી ભભક નથી, અલ કારાના આડંબર નથી, જ્ઞાનના ઘટાટોપ નથી કે પછી અનેક ઉહરણા અને પ્રમાણાના ઢગ ખડકયો નથી. કયાંક દૃષ્ટાંતથી તો ક્યાંક વળી પ્રાસંગિક રમૂજથી પણ તે પોતાની વાત સહજપણે કહી દે છે. આ પ્રવચનમાં શાસ્ત્રીય વચનને યુગના સંદર્ભમાં અને અનુભવની એરણ પર મૂકીને એમણે રજૂ કર્યા છે. જૈનદર્શીન એક મહાન દન છે અને દુનિયાનાં તમામ નેને એ પોતાનામાં સમાવી લે છે. જૈનદર્શનના આવા વ્યાપક સ્વરૂપની ઝલક આચાર્ય શ્રીની વિચારધારામાં દેખાય છે. ૮૪ વર્ષ જેટલા સુદી સમયમાં જીવનની અંતિમ ઘડી સુધી શાસન અને સમાજની સેવા કરનાર આચાર્ય શ્રી એક બાજુ શ્રી સંધના સુખદુઃખના સાથી છે, બીજી બાજુ એના ઉકેલ અને ઉપાય દર્શાવીને એના માદક લાગે છે, તેા ત્રીજી આજુ મેાક્ષ-પુરુષાર્થીના અપ્રમત્ત આરાધક છે. સમયદર્શી આચાયશ્રી પ્રાચીન અને નવીન વિશેને સૂક્ષ્મ વિવેક ધરાવે છે. તેઓ બંનેની તપાસ અને ચાગ્ય ચકાસણીના પક્ષમાં છે. એમણે કહ્યું : પ્રાચીન અને નવીનને જોઈને એમ ન કહેવાય કે પુરાણું જ બધું સારું છે અને નવું બધું જ ખરાબ છે અથવા તેા નવું જ સારું છે તે પુરાણું બધું ખરાબ છે. આ બાબત તો મનુષ્યના વિવેક પર નિર્ભર કરે છે. વિવેકની આંખે એ પ્રાચીન અને નૂતનને જુએ, પરખે અને પછી એમાંથી જે સત્ય(પ્રાણીમાત્રને માટે હિતકર) લાગે એને એ અપનાવે અને અસત્ય(અહિતકર)ના ત્યાગ કરે. આને અથ એ છે કે સારું શું અને ખરાબ શું એના નિય કરીને સારાને અપનાવે અને ખરાબને ત્યજે. જૈન ધમે
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy