SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિશ્વમાનવની માનવોધ્ધારની, માનવમાં સુખ-ગુપ્ત અમૃત તત્ત્વ એવા શુધ્ધાત્માને જગાવીને આત્મોધ્ધાર કરવાની વિશ્વવ્યાપકતાપૂર્ણ ભાવના દર્શનીય, ચિંતનીય, આદરણીય અને આચરણીય છે. તેમના પૂર્વોક્ત નિકટતમ સમર્પિત પ્રભુશ્રી લઘુરાજજીએ શ્રીમદ્જીના શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રને સર્વધર્મમાન્ય, સર્વમાન્ય, સર્વોપયોગી દર્શાવ્યું છે. તેમના શબ્દોમાં - “શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનવાવાળાઓએ વિચાર કરવા યોગ્ય છે. આપણે પણ આત્માની ઓળખાણ કરવી હોય તો વારંવાર વિચારણીય છે. ચૌદ પૂર્વોનો સાર તેમાં છે. આપણને આપણી યોગ્યતાનુસાર ચિંતન કરવાથી ઘણો જ લાભ પ્રાપ્ત થાય તેવું છે, તેમાં જે મહાન મર્મ ભરેલો છે તે તો જ્ઞાનીગમ્ય છે, કોઈ પુરુષના સમાગમથી શ્રવણ કરવા યોગ્ય છે.” (સપ્તભાષી આત્મસિધ્ધિ”) તો વર્તમાનના સર્વજન-આદરણીય મહાન ચિંતક એવા એક વિદ્વત્યે આ આત્મસિધ્ધિશાસ્ત્રની મહત્તા વિગત 2500 પચ્ચીસસો વર્ષોની સર્વોત્તમ, શ્રેષ્ઠ સાહિત્યદર્શનકૃતિ દર્શાવીને સિદ્ધ કરી દીધી છે. આ પુરુષ સુજ્ઞાની પદ્મભૂષણ પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી આને “આત્મોપનિષદ્રની ઉપમા આપતાં વિગત અઢી હજાર વર્ષોમાં રચિત આવી અન્ય દર્શનકૃતિઓની તુલના કરીને મોટી મહત્ત્વની જોય અને ઉપાદેય વાત લખે છે – જે વયમાં અને જેટલા અલ્પ સમયમાં શ્રી રાજચંદ્ર “આત્મસિધ્ધિ'માં પોતે આત્મસાત્ કરેલું જ્ઞાન ઠાલવ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું માથું ભક્તિભાવથી નમી પડે છે. એટલું જ નહીં, પરંતુ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલો ઉપહાર એ તો શત શત વિદ્વાનોએ પ્રદાન કરેલ સાહિત્યિક ગ્રંથરાશિના ઉપહારથી વિશેષ મૂલ્યવાન છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિધ્ધિને માટે અનેક સિધ્ધિગ્રંથ, શતાધિક વર્ષોથી રચાતા આવ્યાં છે, યથા “સર્વાર્થસિધ્ધિ' (જન, જૈનેતર સર્વની), “બાહ્યસિધ્ધિ', “ઈશ્વરસિધ્ધિ', “સર્વજ્ઞસિધ્ધિ’, ‘સિધ્ધિ વિનિશ્ચય' ઇત્યાદિ. પરંતુ (આ) સઘળી સિધ્ધિઓની સાથે જ્યારે શ્રી રાજચન્દ્રની “આત્મસિધ્ધિની તુલના કરું છું ત્યારે સિધ્ધિ' શબ્દરૂપ સમાનતા હોવા છતાં પણ તેના પ્રેરક-દષ્ટિબિંદુમાં ભારે મોટું અંતર દેખાય છે.xxx વસ્તુતઃ આવી દાર્શનિક સિધ્ધિઓ મુખ્યત્વે તર્ક અને વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી ૨૦
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy