SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપ્રવાદ'ની પ્રતિકૃતિ અને ગણધરવાદનું પ્રતિદર્શન આત્મસિદ્ધિ ! મહા તીર્થકર – ચરમ તીર્થકર ભગવાન મહાવીરના પરવર્તીકાળની ગ્રંથકૃતિઓમાં આ એક અમરકૃતિ જ સર્વના સારરૂપ છે, કે જે ભગવંતના ગણધરવાદનું જ પ્રતિદર્શન કરાવે છે અને ત્યારે કદાચ પ્રભુના જ શ્રીમુખે આનું શ્રવણ કરીને, પોતાની મહાસ્મૃતિમાં 2500 વર્ષ સુધી સ્મરણ-અવધારણ કરીને, ભીતરના આત્મભંડારમાં સંઘરી રાખીને, તેમના આ “લઘુશિષ્ય” અહીં પ્રતિબિંબિત-પરિદર્શિત-પરિવ્યક્ત કરી છે. તો આવી આત્મજ્ઞાન-પ્રદાતા અગાધ ગ્રંથકૃતિનું નિર્માણ અને પ્રદાન, ઉપર્યુક્ત આત્મજ્ઞાની મુનિજનોનું નિર્માણ અને પ્રદાન અને સાથે સાથે વિશેષમાં એક બૅરિસ્ટર મોહનદાસમાંથી મહાત્મા ગાંધીનું નિર્માણ, અહીં પ્રથમ પ્રસ્તુત સમગ્ર અવનિના કલ્યાણકારી મહામાનવ- વિશ્વમાનવના સિવાય બીજું કોણ કરી શકે છે? જેમના અહિંસા-પ્રદાનથી જ મહાત્મા ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરી એવા ગાંધીજીના આ “આધ્યાત્મિક માર્ગદર્શક”ના વિષયમાં ગાંધીજીના જ “આધ્યાત્મિક ઉત્તરાધિકારી” આચાર્ય વિનોબાજી શું કહે છે? “ગાંધીજીની હિન્દુ ધર્મમાં શ્રધ્ધા સુદઢ કરવામાં રાયચંદભાઈ (શ્રીમજી) નિમિત્તરૂપ બન્યા, એ સેવા તેમના હાથે સ્વાભાવિક પણે ઘટિત થઈ હતી, પરંતુ જનતાની દૃષ્ટિએ તેમનું સર્વોત્તમ કાર્ય હતું. મારા અભિમતમાં તેમની સર્વોત્કૃષ્ટ સેવા હતી તેમના (ગાંધીજીના) અંદર આત્મસાક્ષાત્કારની લગની લગાડવી.” (પવનારથી 17-11-1935ના લિખિત પત્ર : “સપ્તભાષી આત્મસિદ્ધિ') આ જ વાત પ્રભુશ્રી લઘુરાજજીવતું એક અન્ય આત્મજ્ઞાની, આ પરવર્તીકાળના શ્રીમજી સમર્પિત મુનિ ભદ્રમુનિ સહજાનંદઘનજી અહીં કહે છે : “જો સ્વામી રામકૃષ્ણ પરમહંસ ન હોત તો સ્વામી વિવેકાનંદ પણ ન થાત. તેમ જ શ્રીમદ્ રાજચંદ્રજી ન હોત તો ભારત-મુક્તિ-પ્રદાતા મહાત્મા ગાંધીજી પણ આપણને મળત નહીં.” તો આવા યુગપ્રધાન મહામાનવ, વિશ્લોધ્ધારક વિશ્વવ્યાપક “વિશ્વમાનવ” જ સિધ્ધ થયા. સર્વને અભય-પ્રદાતા વિશ્વમાનવ. આ મહામાનવના આગમનની પ્રશસ્તિ-આર્ષદૃષ્ટિથી ગુરુદેવ રવીન્દ્રનાથે પણ ગાઈ છે – “ઓઈ મહામાનવ આશે” ગીતમાં, ઉદયાચલના શિખર પરથી વિશ્વને મળી રહ્યો છે તેમનો અભય સંદેશ– “ભય ન કરો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, અભય બનો હે માનવ ! હે અમૃત પુત્ર માનવ !” રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy