SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્તિના બળ પર રચાયેલી છે, પરંતુ તેની પાછળ આત્મસાધના અથવા આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે. “જ્યારે પ્રસ્તુત આત્મસિધ્ધિની ગરિમા જ ભિન્ન છે. તેમાં શ્રી રાજચંદ્ર જે નિરુપણ કર્યું છે, તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક નિષ્પન થવાને કારણે એ કેવળ તાર્કિક ઉપપત્તિ નથી, પરંતુ આત્માનુભવની થયેલી સિધ્ધિ-પ્રતીતિ છે, એવું મને સ્પષ્ટ જણાય છે. એટલા માટે તો એમના નિરુપણમાં એક પણ વચન કટુ, આવેશપૂર્ણ, પક્ષપાતી અથવા વિવેકવિહીન નથી. જીવસિધ્ધિ તો શ્રીમદ્ભા પૂર્વ કેટલાયે આચાર્યોએ રચેલી અને લખેલી છે, પરંતુ તેમાં પ્રસ્તુત આત્મસિધ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ જણાય છે.” પ્રજ્ઞા સંવયન' : પૃ. ૩૭-૩૮) આ આત્મસિધ્ધિ અને અન્ય સઘળું શ્રીમદ્ સાહિત્ય વિશ્વવ્યાપક બને અને આ વિશ્વમાનવ સૃષ્ટિની વિશ્વવ્યાપકતા સિધ્ધ કરે એવી અંતરંગ આકાંક્ષા પૂર્વોક્ત, શ્રીમદ્જીના જીવનકાળ બાદ થયેલા તેમના સમર્પિત સ્વપ્નદૃષ્ટા યો.યુ.શ્રી સહજાનંદઘનજીએ નીચેના સમર્થ શબ્દોમાં વ્યક્ત કરી છે : શ્રીમદનું સાહિત્ય ગુર્જરસીમાને ઓળંગી જઈને હિન્દીભાષી વિસ્તારોમાં મહેંકવા લાગે એ પણ વાંછનીય છે. મહાત્મા ગાંધીજીના એ અહિંસક શિક્ષકને ગાંધીજીની જેમ જગતની સમક્ષ પ્રસ્તુત કરવા જોઈએ કે જેથી જગત શાંતિની શોધમાં સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે.” (સપ્તભાષી આત્મસિધ્ધિ + શ્રી સહજાનંદઘન ગુરુગાથા) સાચે જ આજનું જગત કેટલું અશાંત, હિંસાગ્રસ્ત અને આતંક-ત્રસ્ત છે ! શાંતિ ક્યાં છે? આ વિશ્વમાનવે કાની ચોટ પર કહ્યું છે :“શાંતિ બહાર નહીં, અંદરમાં, આત્મામાં છે.” એ જ આત્માની શાશ્વત અમરતા ભણી, અમૃત આત્મસત્તા ભણી આ વિશ્વમાનવ વિશ્વને ઉપાડીને લઈ જવા ઈચ્છે છે. રવીન્દ્રનાથે વેદના-વિચલિત સ્વરોમાં ગાયેલી એવી ‘હિંશાય ઉન્મત્ત' – હિંસાથી પાગલ બનેલી પૃથ્વીને મુક્ત-પરિમુક્ત કરવા ઈચ્છે છે. આ અશાંત, હિંસા-ઉન્મત્ત, આતંક-ત્રસ્ત અને જડ ભૌતિકતામસ્ત વિશ્વનો તરણોપાય છે – વિસ્મૃત આત્માનું ભાન, અંદરની આત્મસત્તાની જાગૃતિ અને પ્રથમ (પોતાની) આત્મશાંતિ. સ્વયં પોતાને જ ભૂલી ચૂકેલું અને બહારના સુખોની જ જડ ભૌતિકતામાં ડૂબેલું જગત શાંતિ શી રીતે પામી શકે ? પરિગ્રહ અને પરિગ્રહ ૨૮ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy