SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર' આદિ અનેક મહાપદોના ગાન-છંદોનું સર્જન અને લઘુરાજશ્રીઅચલ-અંબાલાલ-જુઠાભાઈ-મોહનદાસ-પોપટભાઈ શ્રી ડુંગર, મોતીલાલ અને સી. સોભાગભાઈ સમા અનેક નરરત્નોનું નિર્માણ, ઊર્ધીકરણ અને પૃથ્વીતળને પ્રદાન ! શું શું મહિમાગાન કરીએ આ મહામાનવ વિશ્વમાનવના આ નરરત્ન-નિર્માણ અને અમરગ્રંથરત્ન સર્જનોનું ? એક બાજુથી ગૃહસ્થલિંગી શુભનામ શ્રી સોભાગભાઈ તેમને સમર્પિત થાય છે, તો બીજી બાજુથી સંન્યસ્તલિંગી પરમ વિનય લઘુતા ધારક પ્રભુશ્રી લઘુરાજજી ! મુનિ થઈને પણ એક ગૃહસ્થને સમર્પિત શિષ્ય ?” – અનાત્મરંગી, ક્રિયાજડ, શુષ્કજ્ઞાની, તથાકથિત ધર્મ ઠેકેદારોને આ મુનિનું સમર્પણ કોઠે નહોતું પડતું, તેમનાથી દેખ્યું નહોતું જતું ! આ ભક્તિવંત મુનિરાજની આલોચના-અપભર્જના-નિંદના જ નહીં, તેમની આહારચર્યા-ભિક્ષા ગોચરી સુધ્ધાં આ ધર્મ-ઢોંગીજનોએ બંધ કરાવી દીધી હતી ! પરંતુ ગમે તેટલા કષ્ટો-ઉપસર્ગો કેમ ન આવે, આ “લઘુ દેખાતા મહાન મુનિરાજ ક્યાં ડગનારા હતા? લોહીલુહાણ થઈને પણ સુદઢતાથી પોતાની સદ્ગુરુ-ભક્તિમાં તેઓ ટકી રહ્યાં. તેઓ જ નહીં, તેમની સાથેના અન્ય છ-સાત મુનિજન પણ આ અનન્ય આત્મશરણપ્રદાતા યુગપ્રધાન મહામાનવ પ્રત્યે સમર્પિત થઈ ચૂક્યા હતા. આ સઘળાંએ આ મહામાનવમાં મહાન આત્મજ્ઞાનીનાં અંતર્દર્શન કર્યા હતાં અને સૌ તેના પ્રણીત કરેલા આ આત્મસિધ્ધિકર તત્ત્વોપદેશથી અનુપ્રાણીત થઈ ચૂક્યા હતા : “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” આ તત્ત્વોપદેશ ૩૫૦ વર્ષ પૂર્વના અન્ય મહામનુજ આત્મજ્ઞાની મહાયોગી આનંદઘનજીના તત્ત્વાવબોધ સાથે સામ્ય ધરાવતો હતો – “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે.” વર્તમાન-આત્મજ્ઞાની મહામાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉપર્યુક્ત અનેક આત્મજ્ઞાની મુનિજનોનું નિર્માણ કરીને જગતને પ્રદાન કર્યું અને સ્વયં મહાજ્ઞાતા થઈને પણ ગુપ્ત રહ્યા. કેવી અને કેટલી આ મહમાનવની મહાનતા ! અહીં જે આત્મજ્ઞાનને સ્વયં પામીને વિશ્વકલ્યાણાર્થ તેમણે પ્રતિપાદિત અને પ્રસ્તુત કર્યું તે આત્મજ્ઞાન જ ભર્યું હતું તેમની શૈલશિખરવત્ કૃતિ, અવની-અમૃત શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં. આ આત્મપ્રવાદ-પ્રતિકૃતિને જેટલી પણ ઉપમાઓ આજ સુધીના સર્વજ્ઞાનીજનોએ આપી છે તે સઘળી આ અનુપમેય વિશ્વ તત્ત્વગ્રંથ, વિશ્વ સાહિત્યગ્રંથને માટે હજુ અપર્યાપ્તશી બની રહે છે. વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy