SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ खाइमसम्मद्दिह्रि । जुगप्पहाणागमं च दुप्पसहं ॥ दसवेयालिय कहिगं । जिणं व पूएज्ज तियसवई ॥ २५ ॥ ... તે તદ મારાદેન્ગા | નદ તિયરે ૪ વડવ્યાપ્ત ૨૨ . પર્વ નિવ-નિય #ાજો ! ગુપટ્ટાખો નિખાવ્ય રડ્યો... રદ્દ છે » મહાનિરીદાશો મળિયા મિvi | રૂ૪ . – શ્રી જિનદત્તસૂરિ કૃત ઉપદેશકુલકમ્ શ્રી મહનિશીથસૂત્રની સાખે આગમપ્રમાણ તથા અનુભવપ્રમાણથી યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી કહી ગયા કે – “ક્ષાયિકદષ્ટિવન્તને, યુગપ્રધાનોને, આગમને તથા દશવૈકાલિક સૂત્ર માત્રને કહેશે તે દુપ્પસહ સાધુને પણ શ્રી જિનેશ્વર ભગવાનની માફક ત્રિદશપતિ અર્થાત્ ઈંદ્ર પૂજે.” આ પ્રમાણે પોત-પોતાના સમયે વિદ્યમાન યુગપ્રધાનોને જિનેશ્વર ભગવાન તુલ્ય જોવા-શ્રદ્ધવા. તેઓની ચોવીસ તીર્થકરોની માફક જ આરાધના કરવી.” અર્થાત્ તીર્થકરોમાં અને યુગપ્રધાનોમાં ઉપાસ્યની દૃષ્ટિએ ભેદ ન જાણજો. વળી ઉપરોક્ત આગમ પ્રમાણ તથા અનુભવ પ્રમાણ-પ્રત્યક્ષપ્રમાણથી શ્રીમદ્ભા અંતરાત્મામાં નેપથ્થધ્વનિ પ્રગટી અને તેને સાંભળીને પત્રારૂઢ કરતાં એ પરમ કૃપાળુએ જણાવ્યું કે – “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું - તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે..... પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય એવો દેહધારી પરમાત્મા, તે પરાભક્તિનું કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની કોઈને પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી જ્ઞાનરૂપ પરમાત્માની દિવ્યમૂર્તિને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એકલયે આરાધવી-એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ ૧૯૦ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy