SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પૂર્વ સંસ્કારબળ સહાયક થાય છે માટે અન્યાશ્રય અનિવાર્ય નથી હોતું. આ દિ. સિદ્ધાંત મુજબ . કર્મસિદ્ધાન્તનું પણ કથન મળી રહે છે. વળી ૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજીએ શ્રી મહાનિશીથસૂત્રની સાખ આપીને સ્વરચિત ઉપદેશકુલકમાં યુગપ્રધાનોને ક્ષાયિક સમકિતી જણાવ્યા છે. આર્ય સુધર્માસ્વામીથી માંડી દુપ્પસહ સાધુ પર્યત યુગપ્રધાનોની ૨૦૦૪ સંખ્યા બતાવી છે. જે પાંચમા આરાના અંતપર્યંતનો ક્રમ છે. ઉપરોક્ત આગમપ્રમાણથી આ ક્ષેત્રે પાંચમા આરાના અંત પર્યત કોઈ વિરલ જીવો પૂર્વ સંસ્કારબળ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકે એ નિર્વિવાદ સત્ય છે. આ તથ્યને અનુભવ પ્રમાણથી શ્રીમદે સાબિત કરી આપ્યું છે. કોઈએ માનવું-ન-માનવું એ મરજીની વાત છે. શંકા – કદાપિ શ્રીમ ક્ષાયિક સમ્યકત્વ થયું હોય તો છો થયું, પરંતુ તેથી કાંઈ તેઓ પરમાત્મા બની જતા નથી, તેમ છતાં તેઓ પોતે પોતાને પરમાત્માપણે ગણાવે અને ભક્તો એમની જિનવત્ આરાધના કરે એ ક્યાંનો ન્યાય ? આ ઢંગ તો શ્વે. કે દિ. કોઈનેય માન્ય નથી. કારણ કે “સાધુ-દીક્ષા પૂર્વે જ કદાચ કોઈને કેવળજ્ઞાન થાય તો પણ જ્યારે દેવતાઓ તેમને મુનિવેષ આપે અને તેઓ અંગીકાર કરે ત્યારે જ તેઓને વંદનાદિ કરી શકાય, તે પૂર્વે નહિ જ. આ શ્વે. કથન છે, તથા ઓછામાં ઓછું અંતર્મુહૂર્તકાળ પૂર્વે મુનિવેષ ધારણ કર્યા વિના તો કોઈને ય કેવળજ્ઞાન થયું નથી અને થવાનું નથી' - આ દિ. કથન છે. જ્યારે શ્રીમદે ન તો ઓઘા-મુહપત્તિ કે પછી-કમંડલ લીધાં અને ન તો તેઓ સંપૂર્ણ કેવળી થઈ શક્યા, તેમ છતાં તેઓ ઉપાસ્યપદે કેમ ઉપાદેય હોઈ શકે ? સમાધાન – જેને દર્શનવિશુદ્ધિ કરવી હોય તેવા આત્માર્થી સાધકને દર્શનવિશુદ્ધિના પુષ્ટ નિમિત્ત રૂપે આત્મજ્ઞાની તથા સર્વજ્ઞ વીતરાગ બંને એક સમાન ઉપાસ્ય છે – એવો એકરાર દિ. શ્વે. ઉભયશ્રેણિના શાસ્ત્રોમાં પ્રગટ દેખાય છે. યથા : सर्वज्ञ वीतरागस्य । स्ववशस्यास्य योगिनः ॥ न कामपि मिदां क्वापि । तां विस्रो हा ! जडा वयम् ॥ - નિયમસાર માથાંવ-૨૪૬, ટી-પાંવ-રરૂ. અર્થ – સર્વજ્ઞવીતરાગમાં તથા જેનું આત્માકાર મન છે તેવા આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ જેવા છીએ કે જેથી તેમનામાં ભેદ માનીએ છીએ. ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy