SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ હોય છે. પંચ પરમેષ્ટિપંચમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. - પત્રાંક-૨. “સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે - આ અમારું હૃદય છે. પત્રાંક-૧૯૮. “હે પુરુષ પુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે પુરુષને ઓળખ્યા વિના તમે ઓળખી શક્યા નહિ; એ જ તારૂ દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. પત્રાંક-૨૧૩. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાનીઓ થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષજ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી-કાઢી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. - પત્રાંક-૪૬૬. “કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞપુરુષને માત્ર સમ્યગ્ દૃષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્વરૂપ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞપુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યફષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી. પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. - પત્રાંક-૫૭૪.” ઉપરોક્ત આગમ અને અનુભવ પ્રમાણના સ્વલ્પ અવતરણોથી એમ સિદ્ધ થયું કે, “આત્મજ્ઞાની અને સર્વજ્ઞ વીતરાગ બંને એક સમાન ઉપાસ્ય છે' એમ દિગ્ધ. ઉભય પરંપરાના પ્રાચીન આચાર્યો કહી ગયા છે. વળી ભાવ નિગ્રંથને દ્રવ્યલિંગતાની સાથે અમુક ચોક્કસ વેશભુષા અને ક્રિયાકાંડનું કોઈ એકાંતિક અનિવાર્ય સમ્બન્ધ નથી એમ પણ ઉભય જૈન પરંપરાના શાસ્ત્રો કહે છે જેમાં - સમયસર માં કહ્યું છે કે : पाखंडी लिंगाणि व गिहलिंगाणि च बहुप्पयाराणि । धित्तुं वदंति मूढा लिंगमिणं मोखमग्गोत्ति ॥ ४०८ ॥ ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવભા પરિચય ૧૯૧
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy