SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જે ‘સ્વ’ને સ્વરૂપે તથા ‘પર’ને પરરૂપે એમ સ્વ-પરને જેમ છે તેમ જુદું-જુદું બતાવે તે જ્ઞાન પ્રમાણભૂત ગણ્યું છે. આ ન્યાયથી કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાએ ખૂટતી કડીને જોડવારૂપે શ્રીમદે આત્મસિદ્ધિશાસ્ત્રમાં જીવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા બતાવી છે. જિનાગમમાં સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અયોગી ભવસ્થ કેવળ બબ્બે પ્રકારનું અને સિદ્ધ કેવળજ્ઞાન એ આદિ ભેદો જોવામાં આવે છે તે પણ જીવસાપેક્ષ છે જેની પૂર્તિ પણ શ્રીમદે પ્રકાશેલી વ્યાખ્યા વડે જ શક્ય છે. આ રહસ્યોદ્ઘાટનથી એમ સિદ્ધ થયું કે બીજના ચંદ્રમાની જેમ આત્મચંદ્રનું બીજકેવળજ્ઞાને પ્રત્યક્ષદર્શન આ કાળે હોઈ શકે. “વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભૌ બતલાય દિયે.” શ્રી.રા. વચનામૃત. વળી બીજથી ચતુર્દશી પર્યંતના નિરાવરણ ચંદ્રની માફક જેટલું નિરાવરણપણું આત્મચંદ્રનું થાય તેટલું કર્મ-રાહુથી આત્માનું મોક્ષ પણ થાય અને તે આ કાળે હોઈ શકે. તેમ છતાં પ્રચલિત ઉપદેશ પ્રવાહમાં “આ કાળે આ ક્ષેત્રે આત્માના પ્રત્યક્ષ દર્શન નહિ જ થાય તથા મોક્ષ પણ નહિ જ થાય” એવો પ્રચાર જૈનોમાં ચાલી રહ્યો છે તે પણ આ કાળનું એક અચ્છેરૂં જ છે. અને આ અચ્છેરાના અંગ રૂપે એમ પણ પ્રરૂપાય છે કે “આ ભરતમાં હમણાં કોઈને ક્ષાયિક સમકિત ન જ થઈ શકે.” ચાલો ! ત્યારે હવે આપણે જૈન શાસ્ત્રોમાં પ્રવેશીને જોઈએ કે આ કાળમાં આ ક્ષેત્રે જીવ ક્ષાયિક સકિત પામી શકે કે નહિ ? ક્ષાયિક સમ્યક્ત્વ કોને અને કોની નિશ્રામાં થાય ? “દર્શનમોહનીય કર્મનું ક્ષય હોવાનું જે ક્રમ છે, તે ક્રમનો પ્રારંભ કેવળી અથવા શ્રુતકેવલીની નિકટ નિશ્રામાં જ થાય અને તેનો પ્રારંભ કરનારો કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય જ હોય.” (ગોમ્મટ સાર-જીવકાંડ ગાથાંક-૬૪૭ના ત્રણ ચરણ) આ સિદ્ધાન્તાનુસાર આ ક્ષેત્રે વર્તમાન ક્ષણે કોઈ કેવળી અથવા શ્રુતકેવળી નથી માટે તેની નિશ્રાના અભાવે કોઈને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ શકે - આવો પ્રવાદ ચાલુ થયો હોય એમ લાગે છે; પરંતુ તે જ ગાથાના ચોથા ચરણની શિક્ષા ભણી આંખ આડે કાન કરવામાં આવ્યા હોય એમ પણ લાગે છે. તે ગાથાનું ચોથું ચરણ છે - નિવો હોવિ સવ્વસ્થ' અર્થાત્ જો કદિ દર્શનમોહનો સર્વથા ક્ષય થવા પૂર્વે જ અધુરા કાર્યે તે ક્ષપણકનું આયુ પૂર્ણ થઈ જાય તો તે પોતાના અધુરા કાર્યની પરિસમાપ્તિ ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિમાં તે જીવ જઈને કરી શકે છે. ત્યાં ૧૯૮ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy