SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જિનબિમ્બો ઉદેશ્ય કરી દેવાયાં છે કેવળ એકમાત્ર વિશાલકાય અધિષ્ઠાયિકાદેવીની મૂર્તિ બચી છે. જેના ઉપર “જૈન પદ્માવતી” નામનું બોર્ડ પાંત્રીસ વર્ષ ઉપર હતું - તેવા ખબર મળ્યા છે. તેને હટાવીને તેને લક્ષ્મીજીના નામથી પ્રચલિત કરી એક અજૈન વૈરાગી સાધુએ ત્યાં મઠની સ્થાપના પાંત્રીસેક વર્ષથી કરી છે. મંદિરની પાછળની પર્વતશ્રેણિમાં કેટલીક ગુફાઓ છે તેમાંની એકનું નામ શબરી ગુફા પ્રચલિત કરી તે સ્થાનને શબરી આશ્રમના નામે ઓળખાવે છે. આ સ્થાન એ જ ભૂતકાલીન જૈનતીર્થ ભોટ છે. ભોટ એ એક જાતની પથ્થરની ક્વાલિટીનું નામ છે, તથા પ્રકારની પથ્થરની ખાણ ત્યાં હોય અને પાછળથી એ ખાણને જ બાંધી કુંડો બનાવ્યા હોય તેવી શક્યતા છે તેથી તે ભોટ-પથ્થરની ખાણને લીધે જ તે તીર્થ ભોટ નામે પ્રચલિત થયું લાગે છે; કારણ કે હેમકૂટ તથા રત્નકૂટ એ નામો પણ તે-તે સ્થાને તે-તે વસ્તુની ઉપલબ્ધિને લીધે પાડવામાં આવ્યાં છે. અત્યાર લગીના લેખકોએ આ ત્રણેમાંથી કેવળ હેમકૂટને જ જૈનતીર્થ પણે વર્ણવ્યો છે, પણ બાકીના બંનેનો જૈનતીર્થના નામે ઉલ્લેખ નથી કર્યો. દિગમ્બર સંપ્રદાયના પ્રસિદ્ધ લેખક બ્ર. શીતલપ્રસાદજી લિખિત “મદ્રાસ વપૈસુર પ્રાન્ત વૈ પ્રાચીન જૈન માર' ગ્રન્થમાં પણ અંગ્રેજ લેખકોના અનુસરણને લીધે ઉક્ત ઉભય તીર્થોનું વર્ણન નથી તેનું કારણ એમ જણાય છે કે તે-તે ગવેષકોને અહીં વિશેષ રહેવાનો મોકો નહિ મળ્યો હોય. ચક્રકૂટની પૂર્વ દિશામાં મંદિરો, મહાલયો અને બજારોના ખંડેરો વિપુલ પ્રમાણમાં વિસ્તરેલા વિદ્યમાન છે. તે પૈકી રાજા વિષ્ણદેવરાય કૃત મંદિર અતિ વિસ્તૃત, સુરમ્ય અને કલામય છે. તેમાં પથ્થરનો રથ છે જેમાં હાથીઓ જોડાયેલા છે. બુંદેલખંડમાંના દિ.જૈનોમાં ગજરથ-મહોત્સવની પ્રથા અદ્યાવધિ પ્રચલિત છે તેનું જ આ પ્રતીક છે. ભમતીમાં મંદિરની દિવાલમાં એક નાની દિ. જૈન મૂર્તિ પણ વિધમાન છે. કલાપૂર્ણ સભામંડપમાં એક જ પથ્થરમાં ર થી ૧૬ પર્યત અર્ધવિભાગે ખોદેલા થાંભલાઓ યુક્ત અનેક સ્તંભો છે જેને આસ્ફાલન કરવાથી સપ્ત સ્વરો જુદા જુદા ધ્વનિત થાય છે. હેમકૂટની દક્ષિણ દિશામાં આવેલા વિશાલકાય વિષ્ણુમંદિરને અડીને એક પાકી સડક કમલાપુરમ્ તરફ જાય છે. તેમાં એક માઈલ ચાલ્યા પછી ડાબે હાથે કાચી સડક ફંટાય છે, તેમાં થોડુંક ચાલ્યા પછી જમણે હાથે બાંધેલા કુંડ જેવા ભાગમાં એક વિશાલ જિનાલય વિદ્યમાન છે. પ્રાયઃ એમાં પાણી ભરાયેલું રહે છે. ત્યાંથી ૧૬૬ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy