SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ નદી તરફના વિભાગમાં કેટલાક જિનાલયોના ખંડેરોની વિખરાયેલી વિસ્તૃત સામગ્રી નજરે જોવાય છે. નદીના ત્યારપછીના પૂર્વોત્તરીય વળાંક આગળ એ ચક્રકૂટ ઉપર વિશાલ મંડપોનું ગ્રુપ છે. તે જિનાલયોનું જ ખંડેર છે. નીચે કેટલાક અજેના અવશેષો પણ પાછળથી બનાવેલા વિધમાન છે. આ શિખરના વાયવ્ય ખૂણે ખીણના ઉપલા ભાગના ચાલુ રસ્તાને અડીને જૈનમંદિરોનું ગ્રુપ છે. આ તમામ વિધમાન જિનાલયોના જૈન બોર્ડને અજેનરૂપે ફેરવી દેવાયાં છે. શિલાલેખો ઘસીને નષ્ટ કરાયાં છે. આ ચક્રકૂટનો નદી તરફનો વિભાગ અતિ વિકટ છે માટે જ અહીંના ત્રણેય જૈન તીર્થોનો ઉલ્લેખ જેમાં છે તે શ્વેતામ્બર-દિગમ્બર ઉભય સંપ્રદાયને માન્ય અતિપ્રાચીન સ્તોત્ર “સમજ્યા”માં કહ્યું છે કે : “कर्णाटे हेमकूटे विकटतरकटे चक्रकूटे च भोटे ॥ श्रीमत्तीर्थंकराणाम् प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे ॥" શબ્દાર્થ : કર્ણાટક દેશમાં હેમકૂટ, વિકટતર કટિભાગવાળો ચક્રકૂટ તથા ભોટએ ત્રણ જૈન તીર્થક્ષેત્રો છે, ત્યાં રહેલા શ્રીમાનું તીર્થંકરદેવોના દૈત્યોની હું પ્રતિદિવસ વંદના કરું છું. ચક્રકૂટની નીચે ઉત્તરાભિમુખી વહેતા જલપ્રવાહને અજૈનો ચક્રતીર્થ કહે છે, અને તેમાં સ્નાન કરી પોતાના ભવોભવના પાપ-તાપ શમાવ્યાનો સંતોષ મનાવે છે. ઉક્ત ચક્રતીર્થ તથા ત્યાંથી જલપ્રવાહે અર્ધો માઈલ દૂર આવેલા પુરંદરદાસ મંડપની વચ્ચે નદી પાર થવા પ્રાચીન પુલના અવશેષરૂપે દેખાતી પથ્થરના થાંભલાઓની હારમાળા જ્યાં જાય છે, તે પણ વિશાલ જિનાલય ખાલીખમ ઊભું છે. તે તથા તેની જોડેની વિશાલ ગુફાઓ, મંડપ-ગ્રૂપો અને ૩૦ એકર મંદિરના હક્કની ભૂમિને એક શેવ સંન્યાસીએ પોતાને આધીન કરી ત્યાં મઠની સ્થાપના આ આશ્રમની સ્થાપના થયા પછી કરી લીધી છે. (૩) જૈન તીર્થ ભોટ : ઉપરોક્ત મઠથી પ્રાયઃ એક માઈલ દૂર ઉત્તરે આવેલી કિલ્લાયુક્ત શિખરમાળાની દક્ષિણ ખીણમાં એક ચોતરફી પગથિયા યુક્ત બાંધેલું વિશાલકાય કુંડ તથા તેની પશ્ચિમે નજીકમાં જ આવેલું બીજું નાનું કુંડ છે જેને શેવોએ ક્રમશઃ પંપાસરોવર તથા માનસરોવરના નામથી પ્રચલિત કર્યા છે તે કંડોને અડીને દક્ષિણ કિનારે ઉપલા વિભાગમાં વિશાલકાય જિનાલયના મંડપોનું ગ્રુપ છે. તેમાંના ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય - ૧૫ ૧૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy