SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદ ફર્લાગ આગળ વધતાં કિલ્લામાં પ્રવેશાય છે તેમાંના કેટલાક ખંડેરો ઓળંગ્યા બાદ એક વિશાલ મંદિર કોટ-કાંગરાથી સજ્જ છે તેના કિલ્લાની દિવાલોની અંદરબહાર તથા મૂળમંદિરની દિવાલોની અંદર-બહાર સર્વત્ર રામ-રાવણના યુદ્ધનું તાદૃશ્ય ચિતાર ખોદાયેલું છે. ગભારાની પછીતની બે બાજુની દિવાલોમાં બે જિનબિમ્બ મનોજ્ઞ ખોદાયેલાં છે. તે જૈન મંદિર હોવાના ચિન્હ છતાં રામમંદિરના નામે પ્રચલિત કરવામાં આવ્યું છે. તે મંદિરથી બહાર નિકળતાં આગળના ચોગાનની બંને બાજુએ બે વિભાગે વિજયનગર સામ્રાજ્યના ભૂતકાલીન મહારાજાઓના વિશાળ મહેલો, શસ્ત્રાગારો, અશ્વશાળાઓ, ગજશાળાઓ, પાકશાળાઓ, સ્નાનાગારો, ઉન્નત કિલ્લાઓ આદિના ખંડેરો વિપુલ પ્રમાણમાં વિદ્યમાન છે. વિશેષમાં અહીં લાકડાને બદલે પથ્થરમાંથી કંદારેલા કમાડ પણ હતા, તેનું એક સેમ્પલ બચ્યું છે. ગજશાળાને મ્યુઝિયમ રૂપે ફેરવવામાં આવી છે, જેમાં શ્રી બાહુબલિજીની એક પાંચેક ફીટની ખંડિત ખગ્ગાસન પ્રતિમા તથા બેએક જિનબિમ્બશીર્ષ માત્ર જૈનોનાં અવશેષરૂપે રાખવામાં આવ્યાં છે. બાકી બધી વૈદિક પદ્ધતિની પ્રતિમાઓ વિવિધ દેવતાઓની છે. લશ્કરી માણસો માટે પથ્થરની શિલામાં જ ખોદેલાં થાળી-વાટકાઓ ભોજનપાત્ર રૂપે સંગ્રહિત છે. મ્યુઝિયમ પાસેના ખેતરોમાં પણ કેટલાક જિનાલયોના ખંડેરો છે. ત્યાંથી અને માઈલ દૂર ૧૦ હજારની જનસંખ્યાવાળું કમલાપુરમ્ ગામ છે. તેના નાકેથી કંપલી તરફ જતી સડકે થોડેક દૂર જમણે હાથે એક વૃદ્ધાનું જિનાલય વિદ્યમાન છે. જેની રચના સિંહનિષાદી છે. એને કનડીમાં ગણિગિરિ વસદી કહે છે. તેના પ્રાંગણના દીપસ્તંભ ઉપરના લેખમાં નીચે મુજબ હકીકત છે : “મૂલસંઘ, નંદીશાખા, બલાત્કાર ગણ, સરસ્વતી ગચ્છમાં શ્રી પદ્મનંદી આચાર્ય થયા. (ત્યાર પછી તેમની શિલ્ય પરંપરાના કેટલાક નામ આપ્યા પછી જણાવ્યું છે કે) રાજા બુક્કરાયના પુત્ર હરિહર દ્વિતીય તેના દંડાધિપતિ ચેત્ર તપુત્ર ઈરગ્સ ડેશ કે જેઓ મુનિ સિંહનંદીના પરમ ભક્ત હતા. તેમણે આ.શ્રી કુંથુજિનાલય બનાવ્યું...” આ મંદિરમાં પણ એકેય જિનબિમ્બ નથી. | વિજયનગરના પાન-સોપારી બજારના ખંડેરોમાં એક શિલાલેખ છે તેમાં સન્ ૧૩૪૮માં થયેલા રાજા દેવરાય દ્વિતીય શ્રી પાર્શ્વનાથનું પાષાણમય જિનાલય બનાવ્યાનો ઉલ્લેખ છે. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવા પરિચય
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy