SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી યશોવિજ્યજી ગણિવરની ગુણાનુવાદ-સ્તુતિ આ. વિજય હેમચંદ્રસૂરિ (સવૈયા છંદ) શ્રી જિનશાસનના જ્યોતિર્ધર, પ્રબલ પ્રતાપી, પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય વળી જે, સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રન્થ રચીને જેણે, કીધો મહાશાસન ઉપકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર / ૧ / ગુર્જર દેશે ગામ “કનોડુ', કર્યું પાવન નિજ જન્મ થકી, સોહાગદે જસમાત, તાત નામે નારાયણ પાસે વળી, નામ હતું જશવન્ત તથા જસ બંધવ પાસિંહ સુખકાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર # ૨ પૂર્વજન્મના શુભ સંસ્કારે, બાલ્ય થકી જે વૈરાગી, પંડિત નય ગુરુવર-ઉપદેશે, સંયમ લેવા લય લાગી, છકી સવિ જંજાળ જગતની, શિશુવયમાં જેથયાઅણગાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર | ૩ | કાશી જઈ નિજ ગુરુવરની સાથે, નદી ગંગાને તીર રહ્યા, જાપ કર્યો વાર મંત્રનો, તૂઠી શારદ દેવી તહીં, લહી વરદાન બન્યા જે જગમાં, મહાપંડિતને કવિશિરદાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર + ૪ો કાશીમાં ત્રણ વર્ષ રહ્યા ને, ચાર વર્ષ આગ્રામાં વાસ, ભટ્ટાચાર્ય કને ન્યાયાદિ, દર્શનનો કીધો અભ્યાસ, ચિન્તામણિ-મહાગ્રન્થ તો જેની, જીભે રમતો સાંજ-સવાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર || પી
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy