SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાદિ ષદર્શન સઘળાં, ગ્રન્થોનો કીધો અભ્યાસ, આગમ-તત્ત્વામૃતના પાને, પ્રગટ્યો અનુભવજ્ઞાન ઉસ, ઉત્કટ ત્યાગ અને વૈરાગ્યે, ધન્ય કર્યો જેણે અવતાર, વાચકવરએ જસ-ગુરુચરણે, વન્દન હો અમ વાર હજાર છે ૬. હોય ભલે સંસ્કૃત કે પ્રાકૃત, ગદ્ય પદ્ય કે ગુજરાતી, સર સર કરતી વહેતી વાણી, સ જાણે કો બૃહસ્પતિ! શત સંખ્યક વિધ વિધ વિષયોના, વિરચ્યા ગ્રન્થો અતિ મનોહાર, વાચકવર એ જસ-ગુરુ-ચરણે, વન્દન હો અમ વાર હજાર / ૭ દર્ભાવતી નગરીમાં જેણે, ગણતાં મંત્ર મહા નવકાર, છેલ્લો શ્વાસ મૂક્યો ને પામ્યા, સુર-૨મણીનો શુભ સત્કાર, ત્રયશત વર્ષ થયા પણ જેઓ, વિસરે નહિ પળ માત્ર લગાર, વાચકવર એ જસ-ગુરુ-ચરણે, વન્દન હો અમ વાર હજાર ૮ પ્રશસ્તિ શાસનના સમ્રાટ સૂરિશ્વર-નેમિ થયા તપગચ્છ પતિ, તસ પાટે કવિ-રત્ન થયા, વિજયામૃતસૂરિ સૂક્ષ્મ મતિ, સૌમ્યમૂર્તિ તસ પાટે સોહે, દેવસૂરિ મહા બડભાગી, હેમચન્દ્રસૂરિ શિષ્ય તસ રચ્યું, આ અષ્ટક સૌભાગી | ૯ો. અક્ષિ વેદ ગગનાક્ષિ (૨૦૪૨) વર્ષ આસો વદી એકમને દિન, શનિવારે ચિત્તામણિ પાર્શ્વપ્રભુ, સનિધ્યે થઈ તલ્લીન, પાર્લા પૂર્વ વિષે ચોમાસું રહીને, નિજ ગુરુ શીતલ છાંય, પં. પ્રધુમ્નવિજય ગણિ વિનતિ, સ્વીકારી અષ્ટકવિરમાય. તે ૧૦
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy