________________
(યશોવંદના
પન્યાસ પ્રદ્યુમ્નવિજયજી
(મૈત્રીભાવનું પવિત્ર ઝરણું-એ રાગ.....) ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જિનવર શાસનના શણગાર, વૈર્ય ક્ષમાને ગંભીરતાદિ અનેક ગુણ ગણના ભંડાર, જ્ઞાન યોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન શાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ધન્ય કનોડા ઘન સોભાગદે ધન નારાયણ ધર્મ શૂરા, ધન સુહગુરુ શ્રી નય વિજયજી ધન ધન એ ધનજી શૂરા, ધન સિંહસૂરિજી જેણે હિત શિક્ષાનાં દીધાં દાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન ભર ચોમાસે મૂસળધાર વરસે પાણી દિવસ ને રાત, “ભક્તામર”ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત, સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી, ગુરુવર ચરણ પસાયે હેજે લાધ્યું આતમ અનુભવ જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન વિક્રમ સંવત સત્તર દશમાં પોષ માસે પાટણમાં, ગુરુવર શ્રીનયવિજયજી સાથે દુર્લભ ગ્રન્થો લિપિ કરતાં, પંદર દિનમાં સાત મુનિએ ગ્રંથ લખ્યો નયચક્રનામ, વન્દન કરીયે ત્રિવિધે તમને, દેજો અમને સાચું જ્ઞાન
.