________________
મારો જન્મ કૌશાંબી નગરીમાં ઋદ્ધિવાનના ઘરે ઉત્તમકુળમાં થયો હતો. એકવાર મને આંખનો રોગ થયો. ત્યારે માતાપિતા, ભાઈ, પત્ની વગેરે કોઈથી મારી વેદનાનું નિવારણ ન થયું. એકવાર રાત્રિના સમયમાં મને વિચાર આવ્યો કે જો આ વેદના શાંત થઈ જાય તો મારે તરત દીક્ષા લઈ લેવી અને બીજા દિવસે વેદના શાંત થઈ ગઈ. તેથી સવારે સ્વજનોની અનુમતિ લઈ મેં દીક્ષા સ્વીકારી. જીવનને સફળ બનાવનારા તે નિગ્રંથમુનિને હું વંદન કરું છું. (૯૬)
श्लोक : वज्झं नीणिज्जंतं, दट्ट विरत्तो भवाउ निक्खंतो ।
निव्वाणं संपत्तो, समुद्दपालो महासत्तो ॥९७॥ टीका : चम्पायां पालितश्राद्धस्य प्रवहणे गत्वा पिहुंण्डपुरे वणिक्पुत्रीं परिणीय
सगी तां आनयतः समुद्रान्तः पुत्रे जाते समुद्रपालितनाम ददौ । समुद्रपालितो यौवने परिणीतः प्रासादगवाक्षस्थः कमपि वध्यं नीयमानं दृष्ट्वा भवाद्विरक्तः महासत्त्वः सम्यक् चारित्रं प्रपाल्य केवली भूत्वा
निर्वाणं प्राप्तः ॥१७॥ ગાથાર્થ ઃ ચંપાનગરીમાં પાલિત નામે શ્રાવક રહેતો હતો, એકવાર તે
વહાણમાં પિહુડપુર ગયો. ત્યાં (કોઈ એક) વણિકની પુત્રીને પરણ્યો. પછી ગર્ભવતી એવી તેને લઈને સમુદ્રમાર્ગે આવતાં તેને પુત્રનો જન્મ થયો, તેથી તેનું સમુદ્રમાલિત એવું નામ પાડ્યું. તે સમુદ્રશાલિત યુવાવસ્થામાં લગ્ન કરીને એક વખત મહેલના ઝરૂખામાં બેઠો હતો, ત્યારે કોઈક અપરાધીને વધસ્થાને લઈ જવાતો જોઈને મહાસત્ત્વશાળી એવા તેણે ભવથી વૈરાગ્ય પામી
स्तवप्रकरणम्॥
૫૯