________________
ગાથાર્થઃ જિતશત્રુરાજા અને સુબુદ્ધિમંત્રીનો વૃત્તાંત કહે છે.
સુબુદ્ધિમંત્રીએ પ્રતિબોધ પમાડવા માટે ખાળનું ગંદુ પાણી સુગંધી બનાવી રાજાને પીવડાવ્યું. પછી સમગ્ર વૃત્તાંત જાણીને જિતશત્રુ રાજા પ્રતિબોધ પામ્યાં. પછી રાજા અને સુબુદ્ધિ મંત્રી બન્નેએ ચારિત્ર સ્વીકાર્યું. તે બન્ને શ્રેષ્ઠમુનિવરો અગીયાર અંગનું અધ્યયન કરી સિદ્ધ થયાં, તેમને હું વંદન કરું છું. (૭૬)
श्लोक : उववन्नो जोऽणजेसु, दट्ठमुसभस्स समजडं पडिमं ।
पव्वइओ जेण पुणो, चरणावरणे उइन्नम्मि ॥७७॥ अप्पा विमोइउ भाव-बंधणा दव्वबंधणाउ करी ।
लद्धजओ परतित्थिसु सो अद्दरिसी सिवं पत्तो ॥७८॥ टीका : योऽनार्येषु उत्पन्नः समजटां जटासहितां श्रीऋषभस्य प्रतिमां दृष्ट्वा
प्रव्रजितः । येन पुनः चरणावरणे उदीपणे चरणावरणीये कर्मणि उदयं प्राप्ते भोगकर्मणि चोदिते दीक्षा मुक्ता । पुनः क्षीणे कर्मणि येन भावबन्धनादात्मा विमोचितः तत्सर्वं तृणवत् त्यक्त्वा दीक्षाऽग्राहीति। द्रव्यबन्धनात्करी विमोचितः । स आद्रर्षिः परतीर्थिषु
लब्धजयः शिवं प्राप्तः ॥७७-७८ ॥ ગાથાર્થ : જે (આદ્રકુમાર) અનાર્યદેશમાં ઉત્પન્ન થયા હતાં,
કેશકલાપથી યુક્ત એવી શ્રી ઋષભસ્વામી ભગવાનની મૂર્તિને જોઈને દીક્ષિત થયા હતાં, ફરી ચારિત્રાવરણીયકર્મના ઉદયથી અને ભોગાવલિકર્મ ઉદયમાં આવતાં દીક્ષા છોડી દીધી, ત્યારપછી ફરીથી પણ તે તે કર્મોનો ક્ષય થતાં જેમણે ઘાસના
स्तवप्रकरणम्॥