________________
સ્વયં અનેક લબ્ધિઓથી સમૃદ્ધ હોવા છતાં જેમણે સાતસો વર્ષ સુધી રોગોની તીવ્ર વેદનાને સહન કરી તેવા શ્રી સનકુમાર મુનીશ્વરને અમે વારંવાર નમીએ છીએ. (પ્ર) ૨-૩)
श्लोक : विमलजिणेसरतित्थे, थेराणं अंतियम्मि पव्वइओ ।
चउदसपुव्वी पत्तो, महाबलो पंचमे कप्पे ॥१०॥ तत्तो चइत्तु जाओ, वाणियगामे सुदंसणो सिट्ठी ।
वीरसयासे पुणरवि, चउदसपुव्वी गओ सिद्धिं ॥११॥ टीका : विमलजिनेश्वरतीर्थे स्थविराणामाचार्याणामन्तिके प्रव्रज्य(प्रव्रजितः)
चतुर्दशपूर्वी महाबलः पञ्चमं ब्रह्मलोकं प्राप्तः ततः त्यक्त्वा जात उत्पन्नो वाणिजग्रामे सुदर्शननामा श्रेष्ठी । सोऽपि श्रीवीरसकाशे पृष्टपल्योपमसागरोपमकालः सञ्जातप्रत्ययः पुनरपि
गृहीतव्रतश्चतुर्दशपूर्वी भूत्वा गतः सिद्धिम् ॥१०-११॥ ગાથાર્થ : શ્રી વિમલનાથ પ્રભુના શાસનમાં આચાર્ય ભગવંતની પાસે
દીક્ષા લઈ ચૌદ પૂર્વધારી થયેલા શ્રી મહાબલ મુનિવર પાંચમા બ્રહ્મલોકમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવીને વાણિજ્યગ્રામમાં સુદર્શન નામના શ્રેષ્ઠી થયા. તેઓએ પણ શ્રી વીરપરમાત્માને પલ્યોપમ અને સાગરોપમના કાળ અંગેના પ્રશ્ન પૂછીને તેના પ્રત્યુત્તરથી તેમાં વિશ્વાસ
સ્થાપિત થવાથી પરમાત્મા પાસે દીક્ષા સ્વીકારી ફરીથી ચૌદપૂર્વી થઈને મોક્ષપદને પ્રાપ્ત કર્યું. (૧૦-૧૧)
૧. શ્લોકમાં વર્ણન છે તે પ્રમાણે મુનિવરનો બ્રહ્મદેવલોકમાં ઉપપાત થયો હોય તો કાળની ગણતરી પ્રમાણે શ્રી વિરપ્રભુના શાસનમાં જન્મ ઘટી શકે નહીં. ચૌદપૂર્વીને બ્રહ્મદેવલોકમાં ઉપપાત પણ ન હોય. તત્ત્વ તો કેવલી જાણે.
स्तवप्रकरणम्॥