________________
હવે પંચંદ્રી જલચર ખેયર, ઉરપરિ ભુજપરિસર્પછરે; મણ સમુર્ણિમ દસ પજતા, અપજતા એ વીસ. શ૦ ૪
નારકી સાતે પજજ અપજજ, ચઉદ ભેદ મન ધોરાજીરે, કર્મભૂમિ અકર્મભૂમિના, નર તિસ વિચાર. મૃ. ૫
છપન અંતરદ્વીપના માણસ,ગર્ભ સં મુર્ણિમ ભેદજીરે, તે અપજના ગર્ભજ ત્રણસેં ત્રણ વલી ભેદ. કૃ૦ ૬
ભુવનપતિ દસ દસ તિરી ભક, પંદર પરમાધામીજીરે, વ્યંતર સેલ ને જોતિષી દસ ત્રિણ, છબીલીયા સુર પામી. મુ. બાર સ્વર્ગ ને નવ લોકાંતિક, નવ રવેયક પંચ અનુત્તર એ નવાણુ પજ અપજજતા, એક અઠ્ઠાણું સુરનાં મૃ૦૮
અહિયા આદે દસ પદ સાથે, પાંચસે ત્રેસઠ ગણાતાજી, છપ્પનસે ને ત્રીસ થયા તે, રાગ ને શ્રેષે હણતાં. કૃ૦ ૯ અગીયાર સહસ ને બસે સાઠ એ, મન વી કાયા તિગુણાજીરે, તેત્રીસસેને સાતમેં એંસી, તે વલી આગલ તિગુણ શુ.૧૦
કરે કરાવે ને અનુમોદે, એક લાખ તેરસેં ચાલીસછરે; ત્રણ કલસું ગણતાં તિગ લખ, ચાર હજાર ને વિસ. શ્રુ૧૧
કેવલી સિદ્ધ મુનિ સુગુરૂ આતમ, છ ગુણ લાખ અઢાર, ચોવિસ સહસ ને એકસો વિસ, સરવાલે અવધાર. શ્રત
૧૨. છઠું વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીરે જલ કીડા કરતાં અયમા, મુનિવરની બલીહારી. શ્રત ૧૩