________________
૨૫
પ્રથમનાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે; પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે. ૧ પરમતત્ત્વ પરમાત્મરૂપ, પરમાનંદ દાઈ પરમતિ જસ ઝળહળે, પરમ પ્રભુતા પાઈ. ૨ ચિદાનંદ સુખ સંપદાએ, વિલસે અક્ષય સતૂર, ઝાષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સૂર. ૩
૩
કલ્પવૃક્ષની છાંયડી, નાનડી રમત સેવન હી ડેળે હિંચતે, માતાને મનગમતો. સૌ દેવી બાળક થઈ, પ્રભુજીને તેડે, વહાલા લાગે છે કહી, હૈડાં શું ભીડે. જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન; ઈન્દ્ર ઘા માંડવ, વિવાહના મંડાણ. ચોરી બાંધી ચિંહુ દિશે, સુર ગૌરી ગીત ગાવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. સયલ સંગ છેડી કરી, કેવલ જ્ઞાનને કાજે; અષ્ટકર્મને ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામે. ભરતે બિંબ ભરાવી એ, શત્રુંજય ગિરિરાય; વિજય પ્રભસૂરિ એમ ભણે. ઉદયરત્ન ગુણ ગાય.
૬