SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अर्हं नमः तस्मै श्री गुरवे नमः ऐं नमः શ્રી વિશ્વનાથપંચાનનભટ્ટાચાર્યવિરચિતા ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 53 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથ એ, સાહિત્યદર્પણ, ન્યાયસૂત્રવૃત્તિ ગ્રંથના રચયિતા પંડિત વિશ્વનાથ પંચાનને રચેલો, મૂળ કારિકાવલી ગ્રંથનો સ્વોપજ્ઞ ટીકાગ્રંથ છે. ગ્રંથકારે આ ગ્રંથમાં વૈશેષિકદર્શનને માન્ય સાત પદાર્થોનું નિરૂપણ કર્યું છે. આ પદાર્થો ન્યાયદર્શનને પણ અવિરુદ્ધ છે. પ્રસ્તુત ગ્રંથમાં આ પદાર્થોની સ્વાભિપ્રેત તર્ક પૂર્વક રજુઆત કરવામાં આવી છે, એની પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા તર્કયુક્ત ચર્ચા કરવામાં આવી છે તથા એનાં અવ્યાપ્તિ વગેરે દોષોથી રહિત લક્ષણો આપવામાં આવ્યા છે. આ કારણે ન્યાયની શૈલિથી જેમાં રજુઆત હોય એવી ગ્રંથ પંક્તિઓનો અર્થ બેસાડવાની આવડત કેળવવા માટે આ ગ્રંથ ઘણો ઉપયોગી નીવડે છે અને તેથી જ કાશી વિશ્વવિદ્યાલયનાં લગભગ સર્વદર્શનોના અધ્યાપનક્રમમાં આ ગ્રંથને સ્થાન અપાયું છે. મંગલ, પ્રયોજન, અભિધેય વગેરેને દર્શાવનારા શ્લોકોથી ગ્રંથનો પ્રારંભ થાય છે ઃ (મુ.) चूडामणीकृतविधुर्वलयीकृतवासुकिः । भवो भवतु भव्याय लीलाताण्डवपण्डितः ॥१॥ निजनिर्मितकारिकावलीमतिसंक्षिप्तचिरन्तनोक्तिभिः । विशदीकरवाणि कौतुकान्ननु राजीवदयावशंवदः ॥२॥ (મુ.) જેણે ચંદ્રમાને પોતાનો મુકુટ બનાવ્યો છે, સર્પોને પોતાના વલય બનાવ્યાં છે અને જે હર્ષજન્ય નૃત્ય કરવામાં કુશળ છે તે શંકર ક્લ્યાણને માટે થાઓ. રાજીવ નામના સ્વશિષ્ય પરની કરુણાને આધીન થઇને (એટલે કે એના પર અનુગ્રહ કરવા માટે) હું (=વિશ્વનાથ પંચાનન) કુતૂહલથી (કોઈપણ જાતના કષ્ટ વિના) સ્વરચિત કારિકાવલી ગ્રંથને, પૂર્વાચાર્યોનાં, શબ્દથી સંક્ષિપ્ત (પણ અર્થથી ગંભીર) વચનો દ્વારા સ્પષ્ટ કરું છું. (વિવેચન) મંગલ શ્લોકમાં આ પ્રમાણે સમાસવિગ્રહ જાણવા. ન ચૂડામણિઃ અવૂડામણિ, અવૂડામળિ: ચૂડામણિ कृतः चूडामणीकृतः, चूडामणीकृतः विधुर्येन स चूडामणीकृतविधुः, न वलयः अवलयः, अवलयो वलयः कृतः वलयीकृतः, वलयीकृतः वासुकिर्येन स वलयीकृतवासुकिः; लीलया यत् ताण्डवं (नृत्यं) तस्मिन् पण्डितः लीलाताण्डवपण्डितः । (સમાપ્તપુનરાત્તત્વ) પ્રારબ્ધકાર્યની સમાપ્તિમાં પ્રતિબંધ કરનારા વિઘ્નોનો નાશ કરનારું હોવાથી ગ્રંથારંભે મંગળ કરવું એવો શિષ્ટાચાર છે. એનું પાઠ્યન કરવા ગ્રંથકારે પણ ચૂડામણી ઇત્યાદિ મંગળ કર્યું છે. આ મંગળ શ્લોકમાં સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ રહ્યો છે. એવો પૂર્વપક્ષ ઊભો થાય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy