SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પૂર્વપક્ષ ઃ પ્રકૃતિપદને પ્રત્યયપદની, વિશેષણપદને વિશેષ્યપદની, કારકપદને ક્રિયાપદની આકાંક્ષા હોય છે. એ વાત ન્યાય-ભૂમિકામાં જોઈ ગયા છીએ. વળી વિશેષ્યપદ કારકપદ પણ હોય છે, એટલે એ રીતે એને ક્રિયાપાદની આકાંક્ષા હોય છે. તેથી જ્યારે વિશેષ્યમાં ક્રિયાનો અન્વય થઈ જાય છે ત્યારે એની આકાંક્ષા શાન્ત થઈ જાય છે. પ્રસ્તુત ચૂડામણી શ્લોકમાં ‘ભવ’ પદ વિશેષ્યપદ છે. ‘ભવતુ’ પદ ક્રિયાપદ છે. એટલે પ્રસ્તુત શ્લોકનું ત્રીજું પાદ ‘ભવો ભવતુ ભવ્યાય’ એમ જ્યારે સંભળાશે ત્યારે ‘શંકર કલ્યાણને માટે થાઓ' એ પ્રમાણે ક્રિયાનો અન્વય થઈ જવાથી ‘ભવ’ પદની આકાંક્ષા શાંત થઈ જાય છે. પણ હજુ ‘લીલાતાંડવપંડિત’ એવું વિશેષણ પદ બાકી છે. જેને વિશેષ્યપદ ‘ભવ’ ની આકાંક્ષા છે. એટલે જ્યારે ચોથા પાદ તરીકે એ પદ સાંભળવામાં આવે છે ત્યારે એ નવા વિશેષણપદના અન્વય માટે, ક્રિયાનો અન્વય થઈ ગયો હોવાથી શાંત આકાંક્ષાવાળા (નિરાકાંક્ષ) બની ગયેલા વિશેષ્યવાચકપદને (‘ભવ’ શબ્દને) સમવઃ પુનઃ જીવા ? એ રીતે પુનઃ મગજમાં ઉપસ્થિત કરવો પડે છે, કારણ કે એના વિના વિશેષણપદ અન્વય થયા વિનાનું રહી જાય છે. વિશેષ્યપદનું આ રીતે પુનઃ અનુસંધાન કરવું એ સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ છે. ‘ક્રિયાન્વયન શાન્તાાાસ્ય વિશેષ્યવાન પવસ્થ विशेषणान्तरान्वयार्थं पुनरनुसन्धानं समाप्तपुनरात्तत्वं काव्यदोषः ।' (ક્રિયાનો અન્વય થઈ ગયો હોવાથી શાન્ત થયેલી છે આકાંક્ષા જેની એવા વિશેષ્યવાચક પદનું અન્ય વિશેષણના અન્વય માટે ફરીથી અનુસંધાન કરવું એ સમાપ્તપુનરાત્તત્વ નામનો કાવ્યદોષ છે.) 54 ઉત્તરપક્ષ ઃ પ્રસ્તુત શ્લોકમાં ‘ભવ’ ને અમે વિશેષ્યવાચક પદ માનતા નથી, કિન્તુ ‘લીલાતાંડવપંડિત’ ને વિશેષ્યવાચક માનીએ છીએ. એટલે જ્યાં સુધી એની સાથે ક્રિયાનો અન્વય થતો નથી ત્યાં સુધી નિરાકાંક્ષ બોધ જ થઈ શકતો ન હોવાથી આ દોષ આવતો નથી. પૂર્વપક્ષઃ વિવક્ષિત વસ્તુના વાચક તરીકે અમુક શબ્દનો પ્રયોગ થવો એ તે ‘શબ્દની પ્રવૃત્તિ' કહેવાય છે. વાચ્યપદાર્થમાં રહેલ કો’ક ધર્મને આગળ કરીને જ તે તે વાચક શબ્દનો પ્રયોગ (=પ્રવૃત્તિ) થાય છે. એટલે કે વાચ્યાર્થમાં રહેલ તે ધર્મ શબ્દપ્રવૃત્તિનું નિમિત્ત (કારણ) બને છે અને વપરાતો એ શબ્દ તત્પ્રવૃત્તિનિમિત્તક (=તે ધર્મ છે પ્રવૃત્તિનું નિમિત્ત જેનું) કહેવાય છે. શબ્દપ્રવૃત્તિના નિમિત્તભૂત આ ધર્મ દ્રવ્ય, ગુણ, કર્મ અને જાતિ એમ ચાર પ્રકારે હોય છે અને તેથી શબ્દો પણ દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક શબ્દ... વગેરે ચાર પ્રકારે છે. જેમ કે કો’ક વ્યક્તિનો ‘ધનવાન્' તરીકે જે ઉલ્લેખ થાય છે તે એની પાસે રહેલા ધનના (દ્રવ્યના) કારણે થાય છે. માટે ‘ધનવાન્’ શબ્દ દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક છે. એમ કો'કનો જે જ્ઞાની તરીકે ઉલ્લેખ થાય છે એ એના જ્ઞાનગુણના કારણે થાય છે. તેથી ‘જ્ઞાન’ એ જ્ઞાની શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે અને ‘જ્ઞાની' શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. એમ ‘પાચક’ વગેરે શબ્દો પાકક્રિયાને નજરમાં લઈને બોલાતા હોવાથી ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે. સામી વસ્તુમાં રહેલ ‘ગોત્વ' જાતિ વગેરેને આગળ કરીને બોલાતા ‘ગો’ વગેરે શબ્દો જાતિપ્રવૃત્તિનિમિત્તક છે. (અભાવત્વ વગેરે જાતિ રૂપ ન હોવા છતાં ‘અભાવ’ વગેરે શબ્દોનો પણ જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દોમાં જ સમાવેશ જાણવો.) હવે, એક નિયમ છે કે જ્યારે એક જ વસ્તુનો ઉલ્લેખ કરવા માટે જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ અને અન્ય શબ્દો વપરાયા હોય ત્યારે એમાંથી જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ જ વિશેષ્ય બને છે અને શેષ શબ્દો વિશેષણ બને છે. આશય એ છે કે ‘નીલકમલ' એ કર્મધારય સમાસ છે. કર્મધારયસમાસમાં વિશેષણ પૂર્વપદમાં અને વિશેષ્ય ઉત્તરપદમાં આવે છે. વળી નીલ શબ્દ, કમલમાં રહેલ નીલવર્ણ (ગુણ) ના કારણે વપરાયો હોવાથી ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. જ્યારે ‘કમલ’ શબ્દ કમલત્વજાતિને આગળ કરીને વપરાયો હોવાથી જાતિપ્રવૃત્તિનિમિત્તક છે. જો આ બેમાંથી ગુણપ્રવૃત્તિનિમિત્તક ‘નીલ' શબ્દ પણ વિશેષ્ય બની શકતો હોય તો ‘કમલનીલ' સમાસ પણ થઈ શકે. પણ એમ સમાસ થતો નથી. માટે જણાય છે કે જ્યારે જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દ વપરાયો હોય ત્યારે એ જ વિશેષ્ય બને છે, શેષ શબ્દો વિશેષણ બને છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy