SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (મુ.) ૪૪મી કારિકાના પૂર્વાર્ધમાં વાયુનો વિષય દર્શાવે છે - જો કે “અનિત્ય વાયુ ચાર પ્રકારનો છે. તેનો ચોથો પ્રકાર પ્રાણાદિ છે’’ એ પ્રમાણે આકરમાં = પ્રશસ્તપાદ ભાષ્ય વગેરેમાં કહ્યું છે. તો પણ સંક્ષેપથી અહીં ત્રણ પ્રકાર કહ્યા છે. (પ્રાણાદિનો સમાવેશ વિષયમાં જાણવો.) 'પ્રાણ તો એક જ (છે, છતાં) હૃદય વગેરે જુદા જુદા સ્થાનના કારણે તથા મુખનિર્ગમાદિ જુદીજુદી ક્રિયાના ભેદના કારણે વિવિધ સંજ્ઞા પામે છે. (वि.) हृदि प्राणो गुदेऽपानः समानो नाभिसंस्थितः । उदानः कण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः । પ્રાણ - મુખ-નાસિકામાંથી નિષ્ક્રમણ-પ્રવેશ. અપાન -મળ વગેરેનું અધોનયન કરે. માત્ર હૃદયમાં રહેલો સમાન – પાચન માટે અગ્નિનું ઉદ્દીપન કરે. ઉદાન - રસાદિને ઊચે લઇ જાય. વ્યાન - નાડી-મુખમાં વિસ્તરે... 172 ગુદામાં રહેલો નાભિમાં રહેલો કંઠમાં રહેલો સર્વશરીરવ્યાપી (का.) आकाशस्य तु विज्ञेयः शब्दो वैशेषिको गुणः ॥ ४४ ॥ (मु.) आकाशं निरूपयति- आकाशस्येति । 'आकाशकालदिशामेकव्यक्तित्वादाकाशत्वादिकं न जातिः, किन्तु आकाशत्वं शब्दाश्रयत्वम् । "वैशेषिक' इति कथनं तु विशेषगुणान्तरव्यवच्छेदाय । एतेन प्रमाणमपि दर्शितं, तथाहि'शब्दो विशेषगुणः चक्षुर्ग्रहणायोग्यबहिरिन्द्रियग्राह्यजातिमत्त्वात्, स्पर्शवत् । शब्दो द्रव्यसमवेतः, गुणत्वात्, संयोगवदित्यनुमानेन शब्दस्य द्रव्यसमवेतत्वे सिद्धे 'शब्दो न स्पर्शवद्विशेषगुणः, अग्निसंयोगासमवायिकारणकत्वाभावे अकारणगुणपूर्वकप्रत्यक्षत्वात्, सुखवत् । पाकजरूपादौ व्यभिचारवारणाय सत्यन्तम् । पटरूपादौ व्यभिचारवारणायाकारणगुणपूर्वकेति । जलपरमाणुरूपादौ व्यभिचारवारणाय प्रत्यक्षेति । 'शब्दो न दिक्कालमनसां गुणः, विशेषगुणत्वात्, रूपवत् । 'नात्मविशेषगुणः, बहिरिन्द्रिययोग्यत्वात्, रूपवत् । इत्थञ्च शब्दाधिकरणं नवमं द्रव्यं गगनात्मकं सिद्ध्यति । (આકાશ નિરૂપણ) (કા.) આકાશનો શબ્દ એ વિશેષગુણ જાણવો. (મુ.) ૪૪મી કારિકાના ઉત્તરાર્ધમાં આકાશનું નિરૂપણ કરે છે. 'આકાશ-કાળ અને દિશા એક-એક વ્યક્તિ હોવાથી આકાશત્વાદિ જાતિ નથી. કિંતુ આકાશત્વ શબ્દાશ્રયત્વરૂપ છે. વૈશેષિક એવું કથન અન્ય વિશેષગુણનો વ્યવચ્છેદ કરવા માટે છે. એનાથી (આકાશમાં) પ્રમાણ પણ દર્શાવ્યું છે. તે આ રીતે - શબ્દ એ વિશેષ ગુણ છે, કારણ કે ચક્ષુગ્રહણને અયોગ્ય એવો બહિરિન્દ્રિયગ્રાહ્ય જાતિવાળો પદાર્થ છે. જેમ કે સ્પર્શ. ‘શબ્દ દ્રવ્યસમવેત હોય છે, કારણ કે ગુણ છે, જેમકે સંયોગ. આ અનુમાનથી શબ્દ દ્રવ્યસમવેત હોવો સિદ્ધ થયે (આગળ આ પ્રમાણે અનુમાનો જાણવા -) પશબ્દ સ્પર્શવાંળા (દ્રવ્ય) નો વિશેષગુણ નથી, કારણ કે એ, અગ્નિસંયોગાસમવાયિકારણકત્વનો અભાવ હોવા સાથે અકારણગુણપૂર્વક પ્રત્યક્ષત્વ વાળો છે, જેમ કે સુખ. પાકજ રૂપ વગેરેમાં વ્યભિચારના વારણ માટે સત્યન્ત (વિશેષણ છે.) પટરૂપ વગેરેમાં એના વારણ માટે અકારણગુણપૂર્વક એવું (વિશેષણ છે.) જલીયપરમાણુનું રૂપ વગેરેમાં એના વારણ માટે પ્રત્યક્ષત્વ એવું પદ છે. શબ્દ દિ-કાળ-મનનો ગુણ નથી, કારણ કે વિશેષગુણ છે, જેમ કે રૂપ. (શબ્દ) આત્માનો વિશેષગુણ નથી, કારણ કે બહિરિન્દ્રિયયોગ્ય છે, જેમ કે રૂપ. આ રીતે શબ્દના અધિકરણભૂત નવમું દ્રવ્ય ગગન સિદ્ધ થાય છે. (વિ.) (૧) આકાશત્વ, કાલત્વ અને દિક્ત્વ એ જાતિઓ નથી, કારણ કે એના આશ્રયભૂત આકાશ વગેરે એક-એક વ્યક્તિ જ છે. જો કે અહીં, આકાશત્વની જ વાત કરવી જોઈએ, છતાં લાઘવ થતું હોવાથી અગ્રે વક્તવ્ય કાલત્વ અને દિહ્ત્વની વાત પણ અહીં ભેગી કરી દીધી છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy